ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad Crime: જેલમાં થઈ મિત્રતા, પહેલા વાહન પછી iphoneની ચોરીની રીતથી પોલીસ પણ આશ્ચર્યમાં - Ahmedabad police station

અમદાવાદની જેલમાં મિત્ર બનેલા બે રીઢા ગુનેગારોને પૈસાની જરૂર પડતા વાહન ચોરીના રવાડે ચડ્યા હતા. એ પછી તેના થકી 90 લાખના આઈફોનની કરી ચોરી કરી હતી. પોલીસે સમગ્ર કેસ ઉકેલીને કાયદાકીય પગલાં લીધા છે.

Ahmedabad Crime: જેલમાં થઈ મિત્રતા, પહેલા વાહન પછી iphoneની ચોરીની રીતથી પોલીસ પણ આશ્ચર્યમાં
Ahmedabad Crime: જેલમાં થઈ મિત્રતા, પહેલા વાહન પછી iphoneની ચોરીની રીતથી પોલીસ પણ આશ્ચર્યમાં

By

Published : Jun 8, 2023, 8:25 AM IST

Updated : Jun 8, 2023, 1:13 PM IST

Ahmedabad Crime: જેલમાં થઈ મિત્રતા, પહેલા વાહન પછી iphoneની ચોરીની રીતથી પોલીસ પણ આશ્ચર્યમાં

અમદાવાદઃઅમદાવાદ શહેરમાં વાહન ચોરીના કિસ્સાઓ નવા નથી. પણ વાહન ચોરીની સાથે હવે મોબાઈલ ચોરીના કેસ પણ પોલીસ ચોપડે વધી રહ્યા છે. પણ પોલીસ સમયાંતરે મોબાઈલની તપાસમાં કેવું કામ કરે છે એના રીપોર્ટ મળી રહે છે. અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક શોરૂમમાંથી લાખો રૂપિયાની કિંમતના આઈફોન મોબાઇલની ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે.

ક્રાઈમ બ્રાંચે કેસ ઉકેલ્યોઃઆ ગુનામાં સામેલ બે આરોપીઓને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપીને 90 લાખ રૂપિયાથી વધુનો મુદ્દા માલ કબજે કર્યો છે. પાંજરાપોળ ચાર રસ્તા પાસે સ્થળ આઈ વિઝન કોમ્પલેક્ષમાં આવેલ વાયેબલ રી-રીકોમર્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ નામના શોરૂમમાંથી એપલ કંપનીના 119 મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત 77 લાખથી વધુની ચોરી થઈ હોવાની પોલીસ ફરિયાદ થઈ હતી.

આ બંને આરોપીઓ રાજકોટ જેલમાં કેદ હતા તે સમયે સંપર્કમાં આવ્યા હતા અને બંનેને પૈસાની જરૂર હોય તેઓએ આ મોબાઈલ ચોરીના અને અન્ય ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો પકડાયેલો આરોપી મુકેશ અમદાવાદમાં મોબાઈલ લે વેચનું કામ કરતો હોય જેથી દિલ્હી અને મુંબઈમાં આ મોબાઈલ ફોન વેચવા માટે જઈ રહ્યા હતા તે પહેલા જ તેઓને પકડી પાડવામાં આવ્યા છે.---એમ.સી ચાવડા (અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચના ઇન્ચાર્જ ACP)

સીસીટીવી સામે આવ્યાઃજેમાં ચોરી કરનાર આરોપી સીસીટીવીમાં કેદ થયો હતો. લાખો રૂપિયાની ચોરી થતા ક્રાઈમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાઈ હતી. ક્રાઈમ બ્રાન્ચને હકીકત મળી હતી કે, અગાઉ અસંખ્ય ઘરફોડ ચોરીના ગુનામાં પકડાયેલ વડોદરાનો અમિત ઉર્ફે શ્યામ દરજી તેમજ દાણીલીમડાનો અશોક ઉર્ફે અજય મકવાણા નામના બે આરોપીઓ આ ગુનામાં સંડોવાયેલા છે. જેથી આરોપીની તપાસમાં ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ વડોદરા, આણંદ તેમજ એક ટીમ રાજકોટ અને સુરેન્દ્રનગર અને એક ટીમ અમદાવાદમાં તપાસમાં લાગી હતી.

આરોપી પકડાયાઃતપાસ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમે અમદાવાદમાં જમાલપુર એસ.ટી રોડ ઉપર નવી ચાલી ચાર રસ્તા પાસેથી અમિત ઉર્ફે શ્યામ દરજી તેમજ અશોક ઉર્ફે અજય મકવાણા બંને આરોપીઓની ધરપકડ કરી તેઓની પાસેથી ચોરીમાં ગયેલા 119 આઈફોન તેમજ મોટરસાયકલ અને લોખંડનું ખાતરિયું સહિત 90 લાખ 58 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે.

પૈસાનો મામલો ખુલ્યોઃઆરોપી અમીત દરજી ચોરીની ઘટના બની તે દિવસે જ અમદાવાદ આવીને સહ આરોપી અશોક મકવાણાની દુકાને ગયો હતો અને તેને પોતાને પૈસાની જરૂર હોવાની વાત કરી હતી. આ વાત પોલીસ પૂછપરછમાંથી જાણવા મળી. બંને આરોપીઓએ ચોરી કરવાના ઇરાદે આનંદ નગર વિસ્તારમાંથી એક મોટરસાયકલની ચોરી કરી. બાદમાં સોલા વિસ્તારમાંથી બે દુકાનોના તાળા તોડ્યા હતા. નવરંગપુરા વિસ્તારમાં બે દુકાનના તાળા તોડ્યા હતા. રાતના 11 વાગે આસપાસ પાંજરાપોળ વિસ્તારમાં થર્ડ આઈ વિઝન કોમ્પ્લેક્સમાં આવેલ વાયબલ રી રીકોમર્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડમાંથી મોબાઈલ અને કેશ ઊઠાવી.

તાળું તોડવા પ્રયોગઃઅમિત દરજીએ દુકાનના તાળા તોડવા માટે લોખંડનું સ્પેશિયલ હથિયાર ખાતરીયુ બનાવ્યું હતું. અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી તેમજ આનંદ નગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બે ગુનાનો ભેદ ઉકેલાયો છે. આરોપી અમીર ઉર્ફે શ્યામ દરજી અગાઉ અમદાવાદમાં સરખેજ, મણીનગર, ગુજરાત યુનિવર્સિટી, વસ્ત્રાપુર, સેટેલાઈટ, આનંદ નગર, વાડજ, સોલા, નવરંગપુરા ચાંદખેડા, પાલડી અને તે સિવાય વડોદરા, આણંદ, નડિયાદ એમ અલગ અલગ 20 જેટલા ગુનામાં ઝડપાયો છે, જ્યારે અશોક મકવાણા અગાઉ મણીનગર, સેટેલાઈટ, સોલા અને વાડજમાં આવા જ ઘરફોડ ચોરીના ગુનામાં ઝડપાયો છે.

  1. Ahmedabad Crime: માધવપુરા સટ્ટાકાંડમાં વધુ 4 આરોપીની ધરપકડ, કુલ 2253 કરોડના ટ્રાન્જેક્શન મળી આવ્યા
  2. Ahmedabad Crime: ધંધો કરવાનું કહી યુવકે 4.76 લાખ ખંખેરી લીધા, પોલીસે ધરપકડ કરી
  3. Ahmedabad Crime : એક જ કલાકમાં પોણો કરોડથી વધુની કિંમતના આઈફોનની ચોરી, CCTVમાં સમગ્ર ઘટના કેદ
Last Updated : Jun 8, 2023, 1:13 PM IST

ABOUT THE AUTHOR

...view details