ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad Crime : લૂંટના આરોપીને છોડાવવા બે શખ્સોએ કરી દાદાગીરી, પોલીસકર્મીને હત્યાની ધમકી આપતા ધરપકડ - પોલીસકર્મી પર હુમલો

અમદાવાદમાં કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં પોલીસકર્મીને હત્યાની ધમકી આપવાનો બનાવ સામે આવ્યો છે. લૂંટના આરોપીને છોડી દેવાની માગણી કરતાં બે શખ્સને અટકાવવા જતાં બંનેએ પોલીસકર્મી પર હુમલો કર્યો હતો અને હત્યાની ધમકી આપી હતી. પોલીસે બંનેને પાઠ ભણાવતાં ધરપકડ કરી લીધી છે.

Ahmedabad Crime : લૂંટના આરોપીને છોડાવવા બે શખ્સોએ કરી દાદાગીરી, પોલીસકર્મીને હત્યા ધમકી આપતા ધરપકડ
Ahmedabad Crime : લૂંટના આરોપીને છોડાવવા બે શખ્સોએ કરી દાદાગીરી, પોલીસકર્મીને હત્યા ધમકી આપતા ધરપકડ

By

Published : Apr 19, 2023, 4:54 PM IST

પોલીસને આરોપીને છોડી દેવાનું દબાણ

અમદાવાદ : અમદાવાદના પૂર્વ વિસ્તારમાં એક લૂંટના કેસમાં પકડાયેલા આરોપીને છોડાવવા 2 શખ્સોએ પોલીસ ચોકીમાં ઘૂસી પોલીસકર્મી પર હુમલો કર્યો હોવાની ઘટના બની છે. આરોપીઓએ પોલીસકર્મીને હત્યાની ધમકી આપતા અંતે કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.કૃષ્ણનગર પોલીસે આ મામલે નરેન્દ્રસિંહ રહેવર અને કુલદીપસિંહ ભદોરીયા નામના બે શખ્સોની ધરપકડ કરી છે. આરોપીઓએ પોલીસ ચોકીની અંદર પ્રવેશી એક પોલીસ કર્મચારી પર હુમલો કરીને હત્યાની ધમકી આપી હતી.

પોલીસચોકીમાં પોલીસ પર હુમલો :નવા નરોડા પોલીસ ચોકીમાં પોલીસ લૂંટના આરોપી સંજય ભરવાડને પકડીને અટકાયત કરવા લાવી હતી. જે દરમિયાન પોલીસ સ્ટેશનમાં નરેન્દ્રસિંહ રહેવર અને કુલદીપસિંહ ભદોરીયા આવ્યા હતા. બંને વ્યક્તિ લૂંટના આરોપીને છોડાવવા આવ્યા હતા અને પોલીસને આરોપીને છોડી દેવાનું દબાણ કરી સવારે હાજર કરવાનું કહેતા હતા. પરંતુ પોલીસકર્મીએ લૂંટનો આરોપી હોવાથી છોડવાનો ઇનકાર કરતા બે શખ્સોએ પોલીસચોકીમાં પોલીસ પર હુમલો કર્યો હતો.

આ પણ વાંચો Ahmedabad Crime: સિંધુભવન રોડ પર કાર વડે પોલીસ પર જીવલેણ હુમલો કરનારો ઝડપાયો, 5 ફરાર

રાજકારણમાં લાગવગની શેખી : આરોપી નરેન્દ્રસિંહ રહેવર લૂંટના આરોપીને ખેંચીને લઈ જવા લાગ્યો, ત્યારે પોલીસે વચ્ચે પડીને રોકતા કુલદીપસિંહે ભદોરીયાએ પોલીસને ધક્કો મારીને રોકી લીધા હતા. પોલીસકર્મીની ખુરશી નીચે પાડી તેમને પાડી દીધા હતા અને પોલીસકર્મીનો કોલર પકડીને લાફો મારી તેમજ પેટ પર લાતો મારવા લાગ્યા હતા. એટલે ન અટકતા આરોપીઓએ પોલીસકર્મીઓને અશ્લીલ શબ્દો બોલ્યા હતા અને ધમકી આપી કે ચોકીની બહાર નીકળ તને અમારી તાકાત બતાવીશું. તારું મર્ડર કરી નાખીશ. મને કોઈ ફેર ન પડે. રાજકરણમાં મારી મોટી લાગવગ છે.

હત્યાની ધમકી : ત્યાં હાજર પોલીસેકર્મીએ આ અંગે તાત્કાલિક કંટ્રોલ રૂમ તથા અન્ય પોલીસકર્મીઓને જાણ કરતા અન્ય પોલીસ આવી પહોંચી હતી. નરેન્દ્રસિંહ અને કુલદીપની પોલીસે અટકાયત કરી ગુનો નોંધીને ધરપકડ કરી છે. કૃષ્ણનગર પોલીસે બન્ને આરોપીના મેડિકલ તપાસ કરાવીને કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ પર હુમલો કરીને હત્યાની ધમકી આપનાર આરોપીના ગુનાહિત ઇતિહાસને લઈને પણ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો Gir Somnath Crime : દેશી દારૂના પીઠા પર દરોડા કરતા પોલીસ પર હુમલો, કર્મીઓ ઈજાગ્રસ્ત

ગુનો દાખલ : આ અંગે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ એસ.જે ભાટીયાએ જણાવ્યું હતું કે આ મામલે પોલીસ પર હુમલો કરી ધમકી આપવા બાબતે બંને આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આરોપીઓની પૂછપરછ હાથ ધરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details