ગુજરાત

gujarat

Ahmedabad Crime : બનાવટી દસ્તાવેજથી પાસપોર્ટ બનાવનાર પાયલોટની ધરપકડ, શ્રીલંકા થઈ રહ્યો હતો ફરાર

By

Published : Jun 12, 2023, 8:13 PM IST

બનાવટી દસ્તાવેજથી પાસપોર્ટ બનાવનાર પાયલોટ ઝડપાયો છે. અમદાવાદ નવરંગપુરા પોલીસ મથકે બે વર્ષ પહેલાં ધાયેલા ગુનાના આરોપીને LOCના આધારે પકડી પાડવામાં આવ્યો છે. આરોપી ભારતમાં અલગ અલગ એરલાઈન્સમાં પાયલોટ તરીકે કામ કરી ચૂક્યો છે. તેની એક ભૂલે તેને જેલના સળિયા ગણતો કરી નાખ્યો છે.

Ahmedabad Crime : બનાવટી દસ્તાવેજથી પાસપોર્ટ બનાવનાર પાયલોટની ધરપકડ, શ્રીલંકા થઈ રહ્યો હતો ફરાર
Ahmedabad Crime : બનાવટી દસ્તાવેજથી પાસપોર્ટ બનાવનાર પાયલોટની ધરપકડ, શ્રીલંકા થઈ રહ્યો હતો ફરાર

LOCના આધારે પકડી પાડવામાં આવ્યો

અમદાવાદ : અમદાવાદમાં નવરંગપુરા પોલીસ મથકે 7 જુલાઈ 2021ના રોજ ફરિયાદ નોંધાઈ હતી, જેમાં તે સમયે પાસપોર્ટ ઓફિસમાં સુપ્રિટેન્ડેન્ટ તરીકે ફરજ બજાવતા હિતેશ કુમાર દવેએ પીનાકી રોય અને તેની પત્ની શર્મિષ્ઠા પીનાકી રોય સામે ફરિયાદ નોંધાવી હતી. બોપલના રહેવાસી પીનાકી રોયએ નવરંગપુરા સી.જી રોડ ઉપર આવેલા ઇસ્કોન કોમ્પ્લેક્સમાં ઈલાઈટ વર્લ્ડ નામની વિઝાની ઓફિસ ખાતે એજન્ટ તરીકે કામ કરતા પરિમલ મહેતા સાથે મળીને પોતાના ખોટા અને બનાવટી સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ ચૂંટણી કાર્ડ તથા લાઈટ બિલ બનાવી ગુનાહિત કાવતરું રચી તે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ ચૂંટણી કાર્ડ અને લાઈટ બિલ ખોટા અને બનાવટી હોવાનો જાણવા છતાં પાસપોર્ટ ઓફિસમાં રજૂ કરી પિનાકી તેમજ ધર્મિષ્ઠા પિનાકીએ પાસપોર્ટ કઢાવ્યો હતો.

લુક આઈટ સર્ક્યુલરથી પકડાયો : તે સમયે પોલીસે એજન્ટ પરિમલ મહેતા અને આરોપીની પત્ની શર્મિષ્ઠા રોયની અટકાયત કરી હતી, તે સમયે આરોપી પીનાકી રોયે પાસપોર્ટ કચેરીએ જઈને પોતાનો નવો બનાવેલો પાસપોર્ટ જમા કરાવી દંડ ભરી દીધો હતો, અને તેની પત્ની શર્મિષ્ઠા રોયે હાઇકોર્ટમાંથી આગોતરા જામીન મેળવી લીધા હતાં. આ મામલે મુખ્ય આરોપી પીનાકી રોય ભારતમાં જાણીતી એરલાઈન્સમાં પાયલોટ તરીકે ફરજ બજાવતો હોવાનું સામે આવ્યું છે. તે સમયે તે પોલીસને મળી ન આવતા તેની સામે લુક આઈટ સર્ક્યુલર LOC જાહેર કરવામાં આવી હતી, તેવામાં બે દિવસ પહેલા તે પોતાના જૂના પાસપોર્ટના આધારે ચેન્નાઈ એરપોર્ટથી શ્રીલંકા જતો હોય એરપોર્ટ પરથી તેને ઈમિગ્રેશન વિભાગે પકડી નવરંગપુરા પોલીસને જાણ કરતા પોલીસની એક ટીમે ત્યાં પહોંચી આરોપી પીનાકી રોયની ધરપકડ કરી છે.

આરોપી સામે LOC જાહેર કરવામાં આવી હતી, તેના આધારે તેને ચેન્નાઈ એરપોર્ટ પરથી પકડી પાડવામાં આવ્યો છે, હાલ આરોપીના 3 દિવસના રિમાન્ડ મેળવી પુછપરછ હાથ ધરવામાં આવી છે. છેલ્લા 2 વર્ષથી તે ફરાર હતો અને તેને બોગસ ડોક્યુમેન્ટ કઈ રીતે બનાવ્યા તે તમામ દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે...હરીશકુમાર એમ. કણસાગરા(બી ડિવિઝનના ACP)

એમબીએ ભણેલો છે: આ મામલે ઝડપાયેલા આરોપી પાયલટની તપાસ કરતા અનેક ખુલાસા થતા છે, જેમાં તે પોતે MBA સુધી ભણેલો છે અને અલગ અલગ એરલાઈન્સમાં પાયલટ તરીકે કામ કરી ચુક્યો છે. વર્ષ 2021 માં તેને એક જાણીતી કંપનીમાં બોન્ડ પર લેવામાં આવ્યો હતો અને અમેરિકા મોકલવામાં આવ્યો હતો. જોકે તેને અન્ય કંપની દ્વારા સારો પગાર આપવાની ઓફર મળતા તે બોન્ડના નિયમોનું ઉલ્લંઘન કરી ભારત પરત આવી ગયો હતો અને બાદમાં ચાઈના ગયો હતો. પરંતુ ત્યાં એરપોર્ટ પર તેને પાસપોર્ટમાં કંઈક પ્રોબ્લેમ હોવાની જાણ થતાં તે ભારત પરત આવી ગયો હતો.

નવા ડોક્યુમેન્ટના આધારે નવો પાસપોર્ટ : બાદમાં તેને નવા સરનામે નવા ડોક્યુમેન્ટના આધારે નવો પાસપોર્ટ બનાવવાનું નક્કી કર્યું હતું, જેથી નવરંગપુરાના એજન્ટને બનાવટી સ્કૂલ લિવિંગ, ચૂંટણી કાર્ડ અને લાઈટ બિલ આપ્યું હતું અને તેના આધારે નવો પાસપોર્ટ કઢાવ્યો હતો, પરંતુ તે એ વાતથી અજાણ હતો કે તેની પોલ ખુલી જશે. જોકે પાસપોર્ટ ઓફિસની સિસ્ટમમાં એક જ વ્યક્તિના નામે બે પાસપોર્ટ દેખાતા તેની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

શ્રીલંકન એરલાઈન્સમાં નોકરી મળી : તેના દ્વારા બનાવવામાં આવેલો પાસપોર્ટ તેણે જમા કરાવી દીધો હોવાથી તે બિન્દાસ્ત થઈ ગયો હતો. હાલમાં જ તેને શ્રીલંકન એરલાઈન્સમાં પાયલટ તરીકેની નોકરી મળતા તે પોતાના જૂના પાસપોર્ટના આધારે શ્રીલંકા જઈ રહ્યો હતો, જોકે તે પહેલાં જ એરપોર્ટ પરથી તેને પકડી પાડવામાં આવ્યો છે.

  1. Bharuch Crime: પત્રકારની ઓળખ આપીને 2 લાખની માંગ કરી, તપાસ કરતા નકલી નીકળ્યા
  2. Ahmedabad Crime: નકલી IAS અધિકારી બનીને 16 લાખનું જોબ પેકેજ લીધુ, આ રીતે ઝડપાયા
  3. Vadodara Crime News ઇનામી આરોપી અનિલ ઉર્ફે એન્થોની ઝડપાયો, સાથે મળ્યાં ઘાતક હથિયારો

ABOUT THE AUTHOR

...view details