પોલીસે આરોપીઓને કાયદાનો પાથ ભણાવ્યો અમદાવાદ:શહેર આમ તો યુવતીઓની સલામતી માટે શ્રેષ્ઠ ગણાય છે, પરંતુ છેલ્લા 48 કલાકમાં છેડતીની બે ફરિયાદો પોલીસ ચોપડે નોંધાતા પોલીસે બંને કિસ્સામાં ગુનામાં સામેલ આરોપીને ઝડપીને સવાલા હવલાતની હવા ખવડાવી છે. પ્રથમ ઘટનાની વાત કરીએ તો વાસણા વિસ્તારમાં રીક્ષા ચાલકે સરનામું પૂછવાના બહાને સગીરા સાથે અસભ્ય વર્તન કર્યું છે. રીક્ષા ચાલકે ચાલતી જઈ રહેલી સગીરાને પહેલા સરનામું પૂછ્યુ હતું. બાદમાં તેને એકલી જોઈને એકલતાનો લાભ લઇને સગીરાને બાથ ભરીને અસભ્ય વર્તન કર્યું હતું.
સગીરાએ બુમાબુમ કરતા રીક્ષા ચાલક ફરાર:જોકે સગીરાએ બુમાબુમ કરતા રીક્ષા ચાલક ફરાર થઇ ગયો. જે બાદ આ અંગે સગીરાએ પરિવારજનોને જાણ કરતા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પોલીસે ફરિયાદના આધારે અલગ અલગ ટીમો કામે લગાડી આરોપીના પહેરવેશ અને બાંધાના આધારે તેને ઝડપી પાડ્યો. આરોપીની પુછપરછ કરતા તેનું નામ સિકંદર ઉર્ફે કાળિયો કુરેશી હોવાનું જાણવા મળ્યું હતું. જેને ધરપકડ કરી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
Surat Crime News : દમણમાં થયેલ ઝગડાના સમાધાન માટે ઘરે બોલાવી મિત્રએ મિત્રની હત્યા કરી નાખી
આધેડે મહિલા પાસે બીભત્સ માંગણી કરી: જ્યારે અન્ય એક બનાવ સરખેજ વિસ્તારમાં બન્યો હતો, જેમાં 10મી માર્ચે 44 વર્ષીય મહિલા સરખેજ ઉજાલા સર્કલ નજીક આવેલા એક મંદિર બહાર જાહેર રોડ ઉપર હાજર હતી, તે સમયે ભાવેશ પટેલ નામના એક આધેડે મહિલા પાસે જઈને બીભત્સ માંગણી કરી પોતાની સાથે સંબંધ રાખવા દબાણ કર્યું અને મહિલાને હથિયાર બતાવીને તેની છેડતી કરી હતી. ફરિયાદી મહિલા ફતેવાડી વિસ્તારમાં રહેતા ભાવેશ પટેલ સાથે છેલ્લા એક વર્ષથી બોલવાનું બંધ કરી દેતા તેણે મહિલા જ્યારે નોકરીએ જતી હતી, તે દરમિયાન રસ્તામાં રોકી હાથ પકડીને શાબ્દિક છેડતી કરી હતી, જોકે જે તે સમયે મહિલાએ આ બાબતની જાણ કોઈને કરી ન હતી, પરંતુ ફરી એક વખત આરોપીએ ઉજાલા સર્કલ નજીક ફરિયાદીને રિવોલ્વર જેવું હથિયાર બતાવી તેની સાથે સંબંધ રાખવા માટે ગર્ભિત ધમકી આપી હતી. જે અંગે ફરિયાદ નોંધાતા જાણ મહિલા એ પોલીસે આરોપીની ધરપકડ કરીને હથિયાર જપ્ત કરી વધુ કાર્યવાહી શરૂ છે.
Delhi riots 2020: દિલ્હી કોર્ટે રમખાણોનો કેસ 29 માર્ચ સુધી પોસ્ટ કર્યો
પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો:પોલીસે બંને કેસમાં આરોપીઓની ગણતરીના કલાકોમાં ધરપકડ કરીને વધુ કાર્યવાહી શરૂ કરી છે, જ્યારે આરોપી સિકંદર ઉર્ફે કાળિયો સામે અગાઉ પણ પાલડી અને શાહપુર પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં પકડાઈ ચૂક્યો હોવાનું ખુલ્યું છે. બંને આરોપીઓને જેલહવાલે કરી પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો છે. આ અંગે એમ ડિવિઝનના એસીપી એસ.ડી પટેલે જણાવ્યું હતું કે ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને પોલીસે ગણતરીના કલાકોમાં બંને કેસમાં આરોપીઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.