ગુજરાત

gujarat

ETV Bharat / state

પેરોલ જમ્પ કરીને નાસતા ફરતા કેદી એમડી ડ્રગ પેડલર શાહનવાઝને ફરી ઝડપી લેતી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ - અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ

સાબરમતી જેલમાં બંધ પેરોલ જમ્પ કરીને નાસતા ફરતા કેદીને પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપી 10 મહિનાથી ફરાર એમડી ડ્રગ પેડલર શાહનવાઝ ઉર્ફે શાનુ ખાલમખાન મોહંમદજાનખાન પઠાણને ફરી ઝડપી લેવામાં આવ્યો છે.

પેરોલ જમ્પ કરીને નાસતા ફરતા કેદી એમડી ડ્રગ પેડલર શાહનવાઝને ફરી ઝડપી લેતી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ
પેરોલ જમ્પ કરીને નાસતા ફરતા કેદી એમડી ડ્રગ પેડલર શાહનવાઝને ફરી ઝડપી લેતી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ

By ETV Bharat Gujarati Team

Published : Dec 16, 2023, 2:37 PM IST

અમદાવાદ : વિવિધ ગુનાઓમાં પકડાઇને પોલીસ કાર્યવાહી બાદ કોર્ટમાં પેશ થયા બાદ આરોપીઓને કાચા કામના કેદી તરીકે જેલમાં મોકલી દેવામાં આવે છે. ત્યારે આ કેદીઓને અમુક સમય બાદ પેરોલ પર તેમ જ ફર્લો પર બહાર આવવાની રજા મળે છે. આવી સગવડનો દુરુપયોગ કરી કેટલાક કેદીઓ ફરાર થઇ જતાં હોય છે. જેમને ફરી પકડવા માટે પોલીસને વિશેષ કામગીરી કરવી પડે છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આવા નાસતા ફરાર કેદીઓને પકડવામાં આવી રહ્યાં છે તેમાં 10 મહિનાથી ફરાર એમડી ડ્રગ પેડલર આરોપીને પકડવામાં સફળતા મળી છે.

પેરોલ લઇ ફરાર થઇ ગયો હતો : અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિશનર દ્વારા પેરોલ જમ્પ તેમજ ફર્લો તેમજ વચગાળાના જામીન પર છુટેલા આરોપીઓને પકડી લેવા ઝૂંબેશ ચલાવવામાં આવી રહી છે. પેરોલ અને ફર્લો પર જેલ બહાર આવી ફરાર થતાં ગુનેગારોને ફરી જેલ હવાલે કરવા પોલીસની ખાસ ટીમ કામે લાગી છે.

નાર્કોટિક્સના કેસોનો આરોપી ઝડપાયો : ત્યારે શાહનવાઝ ઉર્ફે શાનુ ખાલમખાન મોહંમદજાનખાન પઠાણ નામના કેદીને પકડવામાં પોલીસને સફળતા મળી છે. અમદાવાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન આધારે અમદાવાદ કાઈમ બ્રાન્યના પોલીસ ઈન્સ્પેકટર એમ.એલ.સાલુંકેની ટીમના પો.સ.ઈ. એ.કે. પઠાણ દ્વારા પોતાના સોર્સીસ તેમજ બાતમીદારોને કામે લગાડી કાચા કામના કેદી નં.203/2023 શાહનવાઝ ઉર્ફે શાનુ ખાલમખાન મોહંમદજાનખાન પઠાણ 1, હમીદ ફ્લેટ, શાહપુર, ગુલાઈવાડા, શાહપુર બાય સેન્ટર, અમદાવાદ શહેરને ઝડપી લેવાયો હતો.

કયા ગુનામાં જેલમાં બંધ હતો : આ આરોપી ડી.સી.બી. પો.સ્ટે. ગુ.રુ.નં. 11191011200077/2020 ધી એન. ડી. પી. એસ. એકટ 8-સી, 20-બી, 29 મુજબના ગુનામાં સાબરમતી સેન્ટ્રલ જેલ ખાતે કાચા કેદી તરીકે જેલમાં હતો. તેની સામેના ગુનાની વિગત જોઇએ તો 2020માં મુંબઈથી અમદાવાદ શહેરમાં એમ. ડી. ડ્રગ્સની ડીલીવરી કરવા આવેલા ત્રણ આરોપીઓને અમદાવાદ શહેર કાઈમ બ્રાન્ય દ્વારા પકડવામાં આવ્યાં હતાં. 340 ગ્રામ એમ.ડી.ના જથ્થા સાથે પકડાયેલ આરોપીઓની પૂછપરછ દરમિયાન હકીકત સામે આવી હતી કે આ જથ્થો શાહનવાઝ ઉર્ફે શાનુ સ/ઓ આલમખાન મોહંમદજાનખાન પઠાણ દ્વારા મંગાવવામાં આવ્યો હતો.જેમાં પોલીસ કાર્યવાહી દરમિયાન જથ્થો મંગાવનાર વ્યક્તિ શાહનવાઝ ઉર્ફે શાનુ સ/ઓ આલમખાન મોહંમદજાનખાન પઠાણને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પકડી લેવામાં આવેલ હતો. ત્યારથી આ કામનો કેદી સાબરમતી સેન્ટ્રલ જેલમાં હતો.

10 મહિનાથી ફરાર હતો આરોપી : આરોપી ફેબ્રુઆરી-2023 માં હાઈકોર્ટમાંથી 9 દિવસના વચગાળાના જામીન મેળવી જેલમાંથી બહાર આવ્યો હતો. તે બાદ ગઈ તા 19/02/2023થી પેરોલ રજા પરથી ફરાર જાહેર થયેલો હતો. જે નાસતો ફરતો હતો. આ કેદીને આજ રોજ તા. 15/12/2023ના રોજ ડિટેઈન કરી અમદાવાદ સાબરમતી મધ્યસ્થ જેલ હવાલે કરવાની તજવીજ કરવામાં આવી હતી.

આરોપીનો ગુનાહિત ઈતિહાસ : એમડી ડ્રગ્સના કેસનો આ આરોપી શાહનવાઝ ઉર્ફે શાનુ ખાલમખાન મોહંમદજાનખાન પઠાણ સામેડીસીબી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન ગુ.ર.નં.5037/2014 ધી એનડીપીએસ એકટ8૮-સી. 20-બી, 29 મુજબના ગુનાઓ નોંધાયેલા છે.

  1. અમદાવાદના દાણીલીમડામાં નશાકારક સીરપ બનાવી વેચતો શખ્સ ઝડપાયો, અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે કયું દ્રવ્ય પકડ્યું જૂઓ
  2. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ડ્રગ્સ પેડલરની ધરપકડ, અઢાર લાખનું એમડી ડ્રગ્ઝ ઝડપાયું

ABOUT THE AUTHOR

...view details