ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad Crime : લાખોની વીમાની રકમ પડાવવા ષડયંત્ર, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પકડ્યો હત્યાનો આરોપી, ફિલ્મને ટક્કર મારતી હકીકત

80 લાખનો જીવન વીમો અને 10 લાખ કારનો વીમો એમ કુલ 90 લાખ રુપિયા ઓગાળી ખાવા એક ભિક્ષુકની હત્યા કરી લાશને કારમાં સળગાવી દેવાનો ખૂબ ચોંકાવનારો અપરાધ ખુલવા પામ્યો છે. આગ્રાના રકાબગંજમાં વર્ષો પહેલાં બનેલી ઘટના અને અમદાવાદ ક્રાઇમ બ્રાંચે હાલ પકડેલા આરોપી અનિલસિંગનું કારસ્તાન જાણો.

Ahmedabad Crime : લાખોની વીમાની રકમ પડાવવા ષડયંત્ર, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પકડ્યો હત્યાનો આરોપી, ફિલ્મને ટક્કર મારતી હકીકત
Ahmedabad Crime : લાખોની વીમાની રકમ પડાવવા ષડયંત્ર, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પકડ્યો હત્યાનો આરોપી, ફિલ્મને ટક્કર મારતી હકીકત

By ETV Bharat Gujarati Team

Published : Nov 8, 2023, 6:03 PM IST

Updated : Nov 8, 2023, 6:11 PM IST

90 લાખ માટે ષડયંત્ર

અમદાવાદ : ભિક્ષુકને જમવામાં ઘેનની દવા આપી પોતાની કારમાં બેસાડીને કાર સળગાવ્યા બાદ એક્સિડન્ટ વીમો પકવવાની કાળી કરતૂત કરનાર આરોપીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી લીધો છે. આગ્રા શહેરના રકાબગંજ પોલીસ સ્ટેશનની હદમાં 3-7-2006માં આ ઘટના બની હતી. જેમાં આરોપીએ તેના પિતા, ભાઈ અને મિત્ર સાથે મળીને વીમાની 80 લાખની રકમ અને કારના વીમાના 10 લાખ ઓળવી લીધાં હતાં.

પોલીસની પૂછપરછમાં પકડાયેલ આરોપી રાજકુમાર ચૌધરી કારના વીમાની રકમ લઈને અમદાવાદ આવી ગયો હતો અને રાજકુમાર ચૌધરીના નામનું ડ્રાઈવિંગ લાઈસન્સ મેળવી તેના આધારે પાનકાર્ડ તેમજ આધાર કાર્ડ પણ બનાવી લીધું હતું. આ દરમ્યાન તેણે રિક્ષા ખરીદી હતી અને બાદમાં ફોર વ્હીલર ચલાવતો હતો. સાથે જ પોતે પરિણીત હોવા છતાં તેણે પડોશમાં રહેતી મહિલા સાથે પોતાની પત્નીની જાણ બહાર લગ્ન પણ કરી લીધાં હતાં. પોતે પોતાના પરિવારને મળવા પણ નહોતો જતો. અનિલસિંગ, તેના પિતા, ભાઈ અને મિત્રના આ સમગ્ર પ્લાનનું રહસ્ય ખુલતાંની સાથે જ પોલીસ હરકતમાં આવી હતી અને પિતાપુત્રના આ ષડયંત્ર પરથી પરદો ઉઠાવ્યો હતો.પોલીસે ઉત્તરપ્રદેશ પોલીસને આ ઘટનાને લઇને આગળની કાર્યવાહી માટે જણાવ્યું છે....ચૈતન્ય માંડલિક ( ડીસીપી )

આગ્રામાં બની હતી ઘટના : આ ઘટના પર નજર કરીએ તો ઉત્તરપ્રદેશના આગ્રા શહેરના રકાબગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સફેદ કલરની સેન્ટ્રો કાર સળગેલી હાલતમાં મળી આવી હતી. કારની અંદર એક વ્યક્તિ પણ સળગેલી હાલતમાં મૃત અવસ્થામાં મળી આવ્યો હતો. જે ઘટના બાદ પોલીસે કાર તેમજ મરણ જનાર વ્યક્તિને અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી : ત્યારે પોલીસ તપાસમાં આ કારમાં મરણ જનાર વ્યક્તિ અનિલસિંગ વિજયસિંગ નામનો શખ્સ હોવાનું ખુલતા અનિલસિંગના કુટુંબીજનોએ અનિલસિંગને મૃત ઘોષિત કરી કારનો વીમો મેળવી લીધો હતો. આ ઘટના બાદ પોલીસે આવા ગંભીર ગુનાઓ આચરનાર આરોપીઓ વિરુદ્ધ તપાસ ચાલુ હતી તે દરમ્યાન અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી હતી કે કારમાં જે વ્યક્તિનું મોત બતાવાયું છે તે અનિલસિંગ નામનો વ્યક્તિ જીવિત છે અને અમદાવાદમાં રાજકુમાર ચૌધરીના નામે રહે છે.

પિતાપુત્રનું ષડયંત્ર : અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મળેલી આ ચોક્કસ બાતમીને આધારે પોલીસે વોચ રાખી અનિલસિંગને નિકોલમાંથી ઝડપી લીધો હતો. પોલીસે અનિલસિંગની વધુ પૂછપરછ કરતાં અન્ય રહસ્યો પરથી પર્દાફાશ થયો હતો. અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે અનિલસિંગની કરેલી પૂછપરછ દરમ્યાન અનેક રહસ્યો બહાર આવ્યા હતાં. આરોપી અનિલસિંગ વીસેક વર્ષથી અમદાવાદમાં રહેતો હતો અને તેણે નવી ઓળખ માટેના તમામ દસ્તાવેજો પણ બનાવી લીધાં હતા્ં. પોલીસે જ્યારે તેને પૂછપરછ માટે કોર્નર કર્યો ત્યારે તેની સાથેની મહિલા જેની સાથે આરોપીએ લગ્ન કરેલા હતાં તે મહિલાને પણ જાણકારી ન હતી કે તેનો પતિ રાજકુમાર ચૌધરી હકીકતમાં અનિલસિંગ છે જે વીમાની રકમ મેળવવા કરેલી હત્યાનો આરોપી છે. આ કૃત્યમાં તેના પિતા, ભાઈ અને મિત્ર શામેલ હતાં અને મેળવેલી રકમ વહેંચી લીધી હતી.

  1. જીંદગી કે બાદ હી.. વીમાની રકમ મેળવવા પત્નિએ પોતાના જ પતિનો ભોગ લઈ લીધો
  2. સુરતમાં પોતાના મોતનો વીમો પકવવા અજાણ્યા શખ્સને કાર સાથે જીવતો સળગાવ્યો
  3. 4 કરોડના વીમા માટે કરી મિત્રની હત્યા, નકલી મહિલાના વારસદાર હોવાનો ઢોંગ
Last Updated : Nov 8, 2023, 6:11 PM IST

ABOUT THE AUTHOR

...view details