ગુજરાત

gujarat

Ahmedabad Crime : અમદાવાદમાં કર્મચારીઓના જ ફોટાનો ઉપયોગ કરીને મોબાઈલ સિમ કાર્ડ ઈસ્યૂ કરવાનું કૌભાંડ ઝડપાયું

By

Published : Apr 14, 2023, 9:59 PM IST

મોબાઈલ સિમ કાર્ડ ખરીદતાં ગ્રાહકોના ડોક્યુમેન્ટનો ઉપયોગ કરીને અન્ય ગ્રાહકોને સિમ કાર્ડ વેચવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. SOG ક્રાઇમે છેતરપિંડીની 3 ફરિયાદ નોંધી છે. એજન્ટ દ્વારા દુકાનના કર્મચારીના જ ફોટાનો ઉપયોગ કરીને બીજા ગ્રાહકનું સિમ કાર્ડ એક્ટિવેટ કરીને આર્થિક ફાયદો મેળવવા ઠગાઈ કરતા હતાં.

Ahmedabad Crime : અમદાવાદમાં કર્મચારીઓના જ ફોટાનો ઉપયોગ કરીને મોબાઈલ સિમ કાર્ડ ઈસ્યૂ કરવાનું કૌભાંડ
Ahmedabad Crime : અમદાવાદમાં કર્મચારીઓના જ ફોટાનો ઉપયોગ કરીને મોબાઈલ સિમ કાર્ડ ઈસ્યૂ કરવાનું કૌભાંડ

સિમ કાર્ડ સ્ટોરના સંચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી

અમદાવાદ : અમદાવાદમાં નવા પ્રકારની છેતરપિંડીનો કેસ સામે આવ્યો છે. મોબાઈલના સિમ કાર્ડ ખરીદવા માટે આવતાં ગ્રાહકોની જાણ બહાર તેમની જગ્યાએ દુકાનના કર્મચારીનો ફોટોનો ઉપયોગ કરીને કસ્ટમર એપ્લિકેશન ફોર્મ ભરીને ઠગાઈ કરવાના કેસમાં બોડકદેવ, મણિનગર અને આસ્ટોડીયા વિસ્તારમાંથી સિમ કાર્ડ સ્ટોરના સંચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.

એક જ વ્યક્તિના ફોટા અપલોડ કર્યા : ATS અને કોસ્ટલ સિક્યુરિટી દ્વારા અમદાવાદ પોલીસને સીમકાર્ડ અંગેના ઈનપુટ મળ્યા હતાં. જેની એસઓજી પોલીસ દ્વારા તપાસ કરતાં સિમ કાર્ડ વેચનારે કસ્ટમર એપ્લિકેશન ફોર્મમાં ગ્રાહકોની અલગ અલગ વિગતો ભરીને તેમાં ગ્રાહકનો લાઈવ ફોટો અપલોડ કરવાને બદલે એક જ વ્યક્તિનો ફોટો અપલોડ કરીને ઘણા બધા સિમ કાર્ડ એક્ટિવ કરી દીધા હોવાનું ખૂલતા ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

આ પણ વાંચોAhmedabad Crime : ખાલીસ્તાની ધમકી મામલે વધુ 3 સિમ બોક્સ ઝડપાયા, શકમંદોની પૂછપરછમાં ખુલાસા

એસઓજી ક્રાઈમે 3 ગુના નોંધ્યા છે : SoGએ તપાસ કરતા આ પ્રકારે સીમકાર્ડ એક્ટિવેટ કરનાર મણિનગર સ્થિત માહી એન્ટરપ્રાઈઝના સંચાલક જયમીન પરમાર દ્વારા એક જ વ્યક્તિનો ફોટો અપલોડ કરીને અલગ અલગ વ્યક્તિના નામે 36 સીમકાર્ડ એક્ટિવ કર્યા હતાં. જ્યારે આસ્ટોડિયામાં એક ટેલિકોમ કંપનીના સ્ટોરનું સંચાલન કરનાર અમન બિયાવરવાલા એ 136 સીમકાર્ડ અને બોડકદેવમાં ફૈઝન નામના એજન્ટએ 86 સિમ કાર્ડ એક્ટિવ કરાવ્યા હોવાનું તપસમાં ખુલતા SOG ક્રાઇમે 3 ગુના નોંધી તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચોKiran Patel Case : મહાઠગ પટેલે બનાવેલા વિઝીટિંગ કાર્ડ અને સિમ કાર્ડ બાબતે થયા અનેક ખુલાસા

આર્થિક લાભ મેળવવા કર્યું કામ :અમદાવાદ એસઓજી ક્રાઈમના એસીપી બી.સી. સોલંકીએ જણાવ્યું હતું કે અમે જે તે ટેલિકોમ કંપનીને જાણ કરી છે, કે એક જ વ્યક્તિએ આવા સિમ કાર્ડ માટે બીજી વ્યક્તિના ફોટાનો દૂરઉપયોગ કર્યો છે. જેથી અમે કંપનીનો જવાબ પણ મેળવીશું. આમાં સિમ કાર્ડ ઈસ્યૂ કરનાર એજન્ટોની જવાબદારી હોય છે. અમોને માહિતી મળી હતી કે કેટલાક એજન્ટો ફોટાનો દૂરઉપયોગ કરીને આધાર કાર્ડ બનાવી અને સિમ કાર્ડ ઈસ્યૂ કરે છે. ગુગલમાંથી સર્ચ કરીને આધાર કાર્ડ મેળવ્યા હતા. પોતાના આર્થિક લાભ માટે આવું કૃત્ય કર્યું છે. કારણ કે 100 કાર્ડ ઈસ્યૂ કરો તો રૂપિયા 5,000 મળશે. વધુ તપાસ ચાલુ છે.

ABOUT THE AUTHOR

...view details