ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad Crime : અમરાઈવાડીમાં સગીરાને ફસાવી પરિણીત પુરુષે ગુજાર્યું દુષ્કર્મ, સ્ત્રી મિત્રએ કરી મદદ

અમરાઈવાડીમાં સગીરા સાથે પરિણીત પુરુષ દ્વારા દુષ્કર્મનો ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. 12 વર્ષની સગીરાને પરિણીત યુવકે ફસાવીને વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. અમરાઇવાડીમાં દુષ્કર્મ કેસમાં એક સ્ત્રી મિત્રએ મદદગારી કરી હતી.

Ahmedabad Crime : અમરાઈવાડીમાં સગીરાને ફસાવી પરિણીત પુરુષે ગુજાર્યું દુષ્કર્મ, સ્ત્રી મિત્રએ કરી મદદ
Ahmedabad Crime : અમરાઈવાડીમાં સગીરાને ફસાવી પરિણીત પુરુષે ગુજાર્યું દુષ્કર્મ, સ્ત્રી મિત્રએ કરી મદદ

By

Published : Jul 1, 2023, 9:33 PM IST

બે આરોપીઓને ઝડપી લીધા

અમદાવાદ : અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં એક સગીરા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે, 26 વર્ષીય પરિણીત યુવકે સગીરાને પોતાની જાળમાં ફસાવી તેના ઘરે તેમજ પોતાની સ્ત્રી મિત્ર અને એક મિત્રના ઘરે લઈ જઈ 10 થી વધુ વાર સંબંધ બાંધ્યા હતા, જોકે અંતે યુવકનો ભાંડો ફૂટતા આ અંગે પોલીસે ગુનો દાખલ કરી આરોપીની મદદ કરનાર બે આરોપીઓને ઝડપી લીધા છે, જોકે. મુખ્ય આરોપીએ પોલીસથી બચવા માટે દવા ગટગટાવતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.

આ અંગે ગુનો નોંધી આરોપીની મદદગારી કરનાર મહિલા સહિત બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, મુખ્ય આરોપીએ દવા પીધી હોય સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો છે, જ્યાં સારવાર પૂર્ણ થયા બાદ તેની પણ ધરપકડ કરવામાં આવશે...ડી.વી. હડાત(PI , અમરાઈવાડી પોલીસ સ્ટેશનના )

સગીરાને ભોળવી: અમદાવાદમાં હાલમાં જ બાપુનગરમાં 10 વર્ષની સગીરા સાથે દુષ્કર્મની ઘટના બની હતી, જેમાં આરોપીની ધરપકડ કરી જેલહવાલે કરવામાં આવ્યો છે, તેવામાં અમરાઈવાડી વિસ્તારમાં 12 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ અંગેની ફરિયાદ નોંધાઈ છે. અમરાઈવાડી વિસ્તારમાં 12 વર્ષ 2 માસની સગીરા માતા અને પિતા તેમજ 3 બહેનો સાથે રહે છે, સગીરાએ ધોરણ 5 સુધી અભ્યાસ કર્યો છે અને લોકડાઉન પછી તે ભણવા ગઈ નથી. સગીરાની માતા ઘરકામ અને પિતા કાગળોનો વેપાર કરે છે. 4 ભાઈ બહેનમાં સગીરા સૌથી મોટી છે. સગીરાના ઘર નજીક રહેતો અક્ષય (નામ બદલેલ છે) અવારનવાર તેના ઘરે આવતો હોય સગીરા તેને ઓળખતી હતી. બે મહિના પહેલા આરોપી અક્ષય સગીરા ઘરે એકલી હતી ત્યારે ત્યાં આવ્યો હતો અને સગીરાને પ્રેમ કરે છે તેવું જણાવી પોતાનો નંબર આપ્યો હતો, જે બાદ પણ સગીરાએ તેને ફોન કરતા આરોપીએ તેને ફોન આપ્યો હતો.

મિત્રના ઘેર બોલાવી દુષ્કર્મ: અમરાઇવાડીમાં દુષ્કર્મ કેસનો આરોપી અવારનવાર સગીરાને ફોન કરી મળવા આવતો હતો અને એક દિવસ સગીરાને ફોન કરીને ત્યાં નજીકમાં જ રહેતા તેના મિત્ર રાહુલ (નામ બદલેલ છે) ના ઘરે બોલાવી હતી, સગીરા ત્યાં જ્યાં આરોપી અક્ષય તેને મળ્યો હતો અને રાહુલ ઘરમાં બહારથી તાળું મારીને જતો રહ્યો હતો. તે સમયે અક્ષયે સગીરા સાથે જબરદસ્તી સંબંધ બાંધ્યો હતો. સગીરાએ ના પાડવા છતાં આરોપીએ તેની પર દુષ્કર્મ ગુજાર્યું હતું, જે બાદ આ જ રીતે અવારનવાર તે સગીરાના ઘરે જતો અને રાહુલના ઘરે તેને બોલાવી સંબંધ બાંધતો હતો.

સ્ત્રી મિત્રના ઘેર બોલાવી દુષ્કર્મ : એક દિવસ અક્ષયએ સગીરાને પોતાની સ્ત્રી મિત્રના ઘરે બોલાવી હતી. સગીરા ત્યાં જતા સ્ત્રી મિત્ર ઘરમાં બહારના રૂમમાં બેઠી હતી અને આરોપીએ સગીરાને અંદરના રૂમમાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું, આરોપી અવારનવાર સગીરા સાથે સંબંધ બાંધી આ અંગે કોઈને જાણ કરીશ તો હું આત્મહત્યા કરી લઈશ અને તારા ઘરના સભ્યોના નામ લખાવી દઈશ તેવી ધમકીઓ આપતો હતો જેના કારણે સગીરા ડરી જતા કોઈને કહેતી ન હતી.20મી જૂનના રોજ અક્ષયે સગીરાને ફોન કર્યો હતો અને સગીરાની માતા દીકરીને ફોન પર વાતો કરતા જોઈ જતા આ અંગે દીકરીને પૂછતા તેણે સમગ્ર હકીકત જણાવી હતી. અંતે સગીરાની માતાએ આ અંગે ત્રણેય આરોપીઓ સામે અમરાઈવાડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ પકડવા પહોંચી તો દવા ગટગટાવી : આરોપીએ અલગ અલગ જગ્યાઓ પર 10 થી વધુ વખત સગીરા પર દુષ્કર્મ આચરતા આ અંગે પોલીસે પોકસો અને દુષ્કર્મની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે. આ ગુનામાં આરોપીની મદદગારી કરનાર બે મિત્રોની ધરપકડ કરવામાં આવી છે, જોકે મુખ્ય આરોપીને પોલીસ પકડવા પહોંચે તે પહેલાં જ તેણે પોલીસથી બચવા ઉંદર મારવાની દવા ગટગટાવી જતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ ગુનામાં સામેલ મુખ્ય આરોપી અને સહઆરોપીઓ પરિણીત હોવાનું સામે આવ્યું છે. હાલ આ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

  1. Surat Crime : સુરતમાં વિધર્મી યુવકે 13 વર્ષીય કિશોરીને લાલચ આપીને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું
  2. Surat Crime: સુરતમાં ચાર વર્ષની બાળકી પર દુષ્કર્મ, CCTV ફૂટેજના આધારે આરોપીની ધરપકડ
  3. Navsari Crime: નવસારીમાં 12 વર્ષીય સગીરા પર દુષ્કર્મ ગુજારનાર આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી

ABOUT THE AUTHOR

...view details