ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad Crime : કિરણ પટેલના 3 દિવસના રિમાન્ડ મંજૂર

નકલી પીએમઓ ઓફિસરની ઓળખ આપી અનેક છેતરપિંડી કરનારા મહાઠગ કિરણ પટેલને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદ લઇ આવી છે. આવતાં જ તેને અમદાવાદ ગ્રામ્ય કોર્ટ સમક્ષ રજૂ કરાયો હતો. જ્યારે આવતીકાલે તેના રિમાન્ડ માગવામાં આવી શકે છે.

Ahmedabad Crime : કિરણ પટેલને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર અમદાવાદ લાવી ક્રાઈમ બ્રાન્ચ, રિમાન્ડ માગણી થશે
Ahmedabad Crime : કિરણ પટેલને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર અમદાવાદ લાવી ક્રાઈમ બ્રાન્ચ, રિમાન્ડ માગણી થશે

By

Published : Aug 10, 2023, 6:56 PM IST

Updated : Aug 11, 2023, 2:12 PM IST

અમદાવાદ: મહાઠગ કિરણ પટેલના 3 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. મહાઠગ કિરણ પટેલને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા શ્રીનગરથી ટ્રાન્સફર વોરંટના આધારે અમદાવાદ લાવીને અમદાવાદ ગ્રામ્ય કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. મોરબીના કારખાનામાં 42 જીપીસીબીના લાયસન્સના બહાને રૂપિયા લાખની છેતરપિંડીના કેસ સંદર્ભે ધરપકડ કરવામાં આવી છે.

7 દિવસના રિમાન્ડની માંગ કરાઈ: કિરણ પટેલના 7 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી. કિરણ પટેલે ખોટી કલાસ 1 ઓફિસર તરીકે ઓળખ આપી હતી. આરોપીએ 42.86 લાખ રકમ લીધી તે ક્યાં છે ? કોને આપ્યા છે તે અંગે તપાસની જરૂર હોવાનું જણાવ્યું હતું. કિરણ પટેલ વર્ષ 2017થી અત્યાર સુધી કલાસ 1 અધિકારી તરીકે ફરતો હતો ત્યારે અન્ય કેટલી જગ્યાએ છેતરપિંડી કરી છે તે તપાસની જરૂર હોવાનું અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે જણાવ્યું હતું.

શું હતો સમગ્ર કેસ: મોરબીના વેપારી સાથે કિરણ પટેલ અને માલિની પટેલે છેતરપિંડી આંચરી હતી. જેમાં જીપીસીબીનું લાયસન્સ અપાવવાના બહાને વેપારી પાસેથી રૂપિયા 42 લાખ પડાવી લીધા હતા. આ કેસમાં બનાવ એવો છે કે, વર્ષ 2017માં મોરબીના વેપારી ભરતભાઈ જોડે કેમિકલ ફેક્ટરીમાં જીપીસીબીનું લાયસન્સ કઢાવી આપવા માટે 42 લાખ જેટલી રકમ કિરણ પટેલે પડાવી હતી.

બાકી નાણાંના બદલે જમીનનો વાયદો : જોકે આ બાબતને લઈને બંને વચ્ચે સમાધાન પણ થયું હતું અને અમુક રકમ પરત પણ કરી હતી. બાકીની રકમમાં નારોલમાં જે જમીન છે તે જમીન તમને આપીશું એવી વાત તેમણે ભરતભાઈને કરી હતી. જો કે એ જમીન પણ આ દંપતિએ બીજે વેચી દીધી હતી. જેથી તેનો સમગ્ર કેસ સોલા પોલીસ મથકે નોંધાયો હતો. આ કેસમાં અગાઉ કિરણ પટેલની પત્ની માલિની પટેલને કોર્ટ જામીન આપી ચુકી છે. પરંતુ કિરણ પટેલની તે કેસમાં ધરપકડ બાકી હતી.

  1. Kiran Patel Case: અનેક ડીગ્રી ધરાવતો કિરણ પટેલ હવે જાણશે ક્રાઈમ બ્રાન્ચની થર્ડ ડીગ્રી વિશે, જાણો કિરણ પટેલ કઈ રીતે બન્યો મહાઠગ
  2. Fake PMO Kiran Patel Case: પાંચ મોટા ગુના અંતર્ગત કિરણ પટેલની થશે તપાસ
  3. Kiran Patel: કિરણ પટેલની ક્રાઈમ પાર્ટનર પત્નીની ધરપકડ, કિરણ પટેલને શ્રીનગરથી લવાશે અમદાવાદ
Last Updated : Aug 11, 2023, 2:12 PM IST

ABOUT THE AUTHOR

...view details