ગ્રામ્ય કોર્ટમાં માંગ સાથેની બે અરજીઓ અમદાવાદ : ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપીઓ પિતા અને પુત્ર પ્રજ્ઞેશ પટેલ તથા તથ્ય પટેલે ગ્રામ્ય કોર્ટમાં માંગ સાથેની બે અરજીઓ દાખલ કરી છે. અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં 09 લોકોના ભોગ લેનાર જેગુઆર કારચાલક તથ્ય પટેલ અત્યારે અમદાવાદના સાબરમતી જેલમાં બંધ છે. આજની સુનાવણીમાં તથ્ય પટેલ અને તેના પિતા પ્રગ્નેશ પટેલ તરફથી કેટલીક માંગણીઓ કોર્ટ સમક્ષ કરવામાં આવી હતી.
આરોપીઓ તરફથી બે એપ્લિકેશન કરવામાં આવી : સરકારી એડવોકેટ પ્રવીણ ત્રિવેદીએ જણાવ્યું હતું કે ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં બંને આરોપીઓ તરફથી બે એપ્લિકેશન કરવામાં આવી હતી. નામદાર કોર્ટે બંને વકીલોને સાંભળ્યા બાદ કોર્ટ તરફથી જેલ મેન્યુઅલ અને માર્ગદર્શિકા પ્રમાણે જેલ સતાધીશોએ જે પ્રોસિજર હોય એ પ્રમાણે વર્તન કરવાનું અને કાર્યવાહી કરવાનું માર્ગદર્શિકા આપી છે.
ઘરનું જમવાનું જોઇએ : બીજી એપ્લિકેશનમાં બંને આરોપીઓ તરફથી જે ચાર્જશીટ રજૂ થઈ છે તેમાં વધારાના જે ડોક્યુમેન્ટસ છે ક્રિમિનલ પ્રોસીઝર કોડ 207 ની અંદર 164 ના નિવેદનોની માંગ કરવામાં આવી છે. 6 સાક્ષીઓએ જે સીસીટીવી ફૂટેજ રજૂ કર્યા છે એની પેન ડ્રાઇવની માગણી કરવામાં આવી છે. આ એપ્લિકેશનમાં કેસને લગતા જરૂરી ડોક્યુમેન્ટની માંગ, આ કેસમાં લેવાયેલા 164 ના નિવેદનોની કોપી. બાઇકચાલકે ઉતારેલ વિડીઓ અને સીસીટીવીના ફુટેજની માંગ, ઘરનું ટિફીન જેલમાં મળે તેવી માંગ કરવામાં આવી છે.
જેલમાં પરિવાર મુલાકાત વધારવા માગણી: આ ઉપરાંત સૌથી મહત્વની માંગ તથ્ય 20 વર્ષનો હોવાથી ડિસ્ટન્સ લર્નિંગ એજ્યુકેશન માટે પરમિશનની માંગ કરી હતી. ઉપરાંત આરોપીઓને પરિવારના સભ્યો સાથે જેલમાં અઠવાડિયામાં એક જ મુલાકાત કરવાની પરમિશન હોય છે. જેને વધારો કરી માંગ કરવામાં આવી હતી.
તીસ્તાના વકીલ હવે તથ્યના વકીલ : આ કેસમાં હવે જેના સંદર્ભમાં સરકારે જવાબ આપવાનો થાય છે. જેલ સાથે સંકળાયેલા કાયદાઓ જેલ મેન્યુઅલ અનુસાર અનુસરાશે. જ્યારે પુરાવાઓ સંદર્ભે સરકારી વકીલ જવાબ રજૂ કરશે. આ મામલે ગ્રામ્ય કોર્ટમાં આગામી 9 ઓગસ્ટે સુનાવણી હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે તથ્ય પટેલ તરફે હવે વકીલ નિસાર વૈદ્ય કેસ લડી રહ્યા નથી. તેની જગ્યાએ તીસ્તા સેતલવાડના વકીલ સોમનાથ વત્સ આ કેસમાં હાજર થયા છે.
- Iskcon Bridge Accident : તથ્ય પટેલની આંખોનો ટેસ્ટ, ચાર્જશીટમાં થયો ખુલાસો
- Iskcon Bridge Accident: ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં અંતે આરોપી તથ્ય પટેલ સામે ચાર્જશીટ ફાઈલ થઈ, જાણો સમગ્ર ઘટનાક્રમ
- Iscon Bridge Accident: તથ્ય પટેલ 14 દિવસના જેલ હવાલે, જેગુઆરની સ્પીડ 140થી વધુ હોવાનું FSL રિપોર્ટમાં સામે આવ્યું