ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad Crime : પુત્ર પ્રાપ્તિની ઘેલછાએ વર્તાવ્યાં અમાનુષી અત્યાચાર, ગર્ભમાં દીકરી હોવાની આશંકાએ પતિએ લાતો મારી મોત નીપજાવ્યું - ગર્ભમાં દીકરી હોવાની આશંકા

પુત્ર પ્રાપ્તિની ઘેલછાએ અમાનુષી અત્યાચારની આ ફરિયાદ મહિલા પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. 27 વર્ષની યુવતીના સાસરિયાએ પુત્રની ઘેલછામાં ટુચકાઓ કરતાં વાળની ગોટી ખવડાવી હતી. એટલેથી ન અટકતાં દીકરી ગર્ભમાં હોવાની આશંકાએ પતિએ લાતો મારીને મોત નીપજાવ્યું હતું.

Ahmedabad Crime : પુત્ર પ્રાપ્તિની ઘેલછાએ વર્તાવ્યાં અમાનુષી અત્યાચાર, ગર્ભમાં દીકરી હોવાની આશંકાએ પતિએ લાતો મારી મોત નીપજાવ્યું
Ahmedabad Crime : પુત્ર પ્રાપ્તિની ઘેલછાએ વર્તાવ્યાં અમાનુષી અત્યાચાર, ગર્ભમાં દીકરી હોવાની આશંકાએ પતિએ લાતો મારી મોત નીપજાવ્યું

By

Published : May 4, 2023, 3:06 PM IST

Updated : May 4, 2023, 4:08 PM IST

અમદાવાદ : અમદાવાદ શહેરમાં વધુ એક ઘરેલુ હિંસાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. જેમાં પોશ વિસ્તાર આંબલીમાં રહેતી 27 વર્ષીય યુવતીને લગ્ન બાદ સાસરીયાઓ દ્વારા ત્રાસ આપીને તેમજ તેને પતિ દ્વારા શરીર સંબંધ બાંધવા માટે દબાણ કરી મારઝૂડ કરી પ્રેગનેન્સી દરમિયાન અંધશ્રદ્ધા અને વહેમમાં ઘરેલુ ટુચકા કરી તેમજ ગર્ભાવસ્થા દરમિયાન પેટ ઉપર લાતો મારી બાળકનું મોત નિપજાવી ત્રાસ આપતા હોય આ સમગ્ર બાબતને લઈને મહિલા પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

હનીમૂનથી જ ત્રાસની શરુઆત : અમદાવાદ શહેરના આંબલીમાં રહેતી 27 વર્ષીય યુવતી આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી છે. જેમાં 10 માર્ચ 2019ના રોજ યુવતીના લગ્ન સમાજના રીત રિવાજ મુજબ હરિયાણાના યુવક સાથે થયા હતા. જે બાદ તે સાસરીયામાં પતિ સાસુ સસરા તેમજ બે દિયર સાથે સંયુક્ત પરિવારમાં રહેતી હતી. લગ્નના ત્રણ દિવસ બાદ તે હનીમૂન માટે ગઈ હતી, ત્યારે તેના પતિએ દારૂ પીને તેની સાથે અવ્યવહાર કર્યો હતો. તેમજ તે થાકી ગઈ હોવા છતાં પતિએ તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો અને તેને હેરાન કરી હતી.

આ પણ વાંચો Ahmedabad Crime : પ્રેમલગ્ન કરનાર યુવતીનો પતિ નીકળ્યો હેવાન, દારૂ પીને પત્નીને મોઢામાં ડૂચો ભરાવીને કરતો આવું કામ

ગાળો અને લાતોથી થતી વાત : પોલીસ એફઆઈઆર અનુસાર હનીમૂનમાંથી પરત આવ્યા બાદ યુવતીને સાસરીમાં સાસુ દ્વારા નાની-નાની બાબતોમાં હેરાન કરી ઘરના સભ્યોની હાજરીમાં ગાળોથી વાત કરવામાં આવતી હતી. યુવતીને તેના પરિવારજનો સાથે ફોન પર વાતચીત કરવા પણ ન દઈ નંબર બ્લોક કરાવી તેમજ પરિવારજનો મળવા આવે તો પણ વાત કરવા દેતા ન હતા. થોડા સમય બાદ યુવતીને ગર્ભ રહ્યો હોય તેણે આ બાબતે સાસુને જાણ કરતા સાસુએ આ અંગે કોઈને પણ જાણ ન કરવાની વાત કરી હતી. સાસુએ તેની બહેન સાથે વાત કરતા તેણે પણ ડોક્ટર પાસે ન જવાની સલાહ આપી પોતે યુવતીનો ઈલાજ કરશે તેવું કહ્યું હતું. જે બાદ પતિ તેમજ સાસુ દ્વારા અવારનવાર દીકરો જ જન્મવો જોઈએ, દીકરી જન્મવી ન જોઈએ, તેવી ધમકીઓ આપવામાં આવતી હતી.

દવા કચરાપેટીમાં નાખી દીધી : યુવતીને એક દિવસ પેટમાં વધુ પડતો દુખાવો થતાં તેણે માતાને જાણ કરી હતી અને માતાએ તેને દવાખાનામાં સારવાર માટે લઈ જવાનું દબાણ કરતાં પતિ અને સાસુ તેને દવાખાને લઈ ગયા હતા. જ્યાં ડોકટરે દવા આપતા તેની સાસુએ માસી સાસુની ચઢામણીમાં આવીને ડોક્ટરે આપેલી તમામ દવા કચરાપેટીમાં નાખી દીધી હતી. માસી સાસુના કહેવાથી યુવતીને કમરના ભાગે દોરો બાંધવાથી છોકરાનો જન્મ થશે અને બાળક સુરક્ષિત રહેશે તેવું કહીને દોરો બાંધ્યો હતો.

વાળની ગોટી ખવડાવી : પોલીસના ચોપડે નોંધેલી ફરિયાદના આધારે એક દિવસ યુવતીને સાસુ સસરાએ તેને ઘરમાં આવેલા મંદિર આગળ બેસાડીને તેની આંખો બંધ કરાવી તેના મોઢામાં ગોળી જેવું કોઈક પદાર્થ ખવડાવ્યું હતું, અને એકજ શ્વાસમાં પાણી સાથે ગળી જવાનું કહ્યું હતું. યુવતીએ ગોળી ગળી જતા તેની અંદર વાળ જેવું કંઈક પદાર્થ મહેસુસ થયું હતું. ત્યારબાદ થોડા દિવસો પછી યુવતીને રાત્રે બ્લીડીંગ શરૂ થઈ જતા તેણે સાસુને જાણ કરી હતી, ત્યારે સાસુએ બ્લીડિંગ થવું એ સારી વાત છે અને છોકરો જ જન્મશે તેવું કહ્યું હતું. જોકે બીજા દિવસે વધુ તકલીફ થતા તેને ડોક્ટર પાસે લઈ ગયા હતા અને ડોક્ટરે યુવતીના ગર્ભમાં રહેલ બાળક મરી ગયુ હોય અને તાત્કાલિક ગર્ભપાત કરવું પડશે અને ગર્ભપાત નહીં કરાવે તો બાળક અંદર મરી ગયુ હોવાથી શરીરમાં પોઈઝન થશે અને તેના જીવને જોખમ છે. તેવું કહેતા છતાં સાસરિયાઓએ પુત્રવધુનું ગર્ભપાત કરાવ્યું ન હતું.

આ પણ વાંચો Odhav Rape Case: સગી દીકરી પર દુષ્કર્મ ગુજારનારા નરાધમ પિતાને 10 વર્ષની સખત કેદની સજા

લોહીની ગાંઠો પડવા લાગી : જે બાદ યુવતીની સાસુએ માસી સાસુને ફોન કરીને આ અંગે જાણ કરતા તેણે નવેમ્બર મહિનામાં છોકરાનો જન્મ થશે, તેમ કહીને ઘરના પરિવારજનોને સમજાવી દીધા હતા. જે પછી યુવતીને લોહીની ગાંઠો પડવા લાગી હતી અને જે બાદ તેના સસરા તેને દવાખાને લઈ ગયા હતા. જોકે તે સમયે કોરોના હોય કોઈપણ જગ્યાએ ઓપરેશન કરતા પહેલા RTPCR ટેસ્ટ કરાવવો ફરજિયાત હોય અને તેનું પરિણામ બે દિવસે આવતું હોવાથી યુવતીની સારવાર થઈ શકી ન હતી.

અંતે ગર્ભપાત કરાવ્યો : જે બે દિવસ દરમિયાન તેને ખૂબ જ તકલીફ પડતા અન્ય હોસ્પિટલ ખાતે લઈ જઈને અંતે ગર્ભપાત કરાવ્યું હતું. જે બાદ તે અમદાવાદ ખાતે માતા પિતા સાથે રહેવા આવી ગઈ હતી. પરંતુ વધુ તકલીફ થતા તેણે બોપલના ડોક્ટરને બતાવતા ડોક્ટરે દવા આપી આરામ કરવાનું અને ત્રણ મહિના સુધી પ્રેગનેન્સી ન રાખવા અને શારીરિક સંબંધ બાંધતી વખતે પ્રોટેક્શન રાખવાનું જણાવ્યું હતું. જેના દસ-બાર દિવસ પછી યુવતી હરિયાણા ખાતે સાસરીમાં પરત ગઈ હતી અને ડોક્ટરે પ્રોટેક્શન રાખવાનું કહ્યું હતું, તે અંગે પતિને જાણ કરી હતી, તેમ છતાં પણ તેના પતિ દ્વારા અવારનવાર તેની સાથે પ્રોટેક્શન વગર શારીરિક સંબંધ બાંધ્યો હતો. તેને બાળક પેદા કરવા માટે મશીન સમજતો હોય તેમ ભર નિદ્રામાં પણ તે હોય ત્યારે પણ તેને જગાડીને તેની સાથે શારીરિક સંબંધ બાંધતો હતો. જેના કારણે યુવતીને બીજી વાર પણ પ્રેગ્નન્સી રહી ગઈ હતી.

બીજીવાર સગર્ભા બનતાં પુત્ર માટે ટુચકા શરુ : જે બાદ તેને આ અંગે ઘરમાં જાણ કરતાં તેની માસી સાસુએ ઘી જેવા પદાર્થથી લથપથ ડ્રાયફુટનો ડબ્બો ભરેલો મોકલ્યો હતો. રોજ સવારે તેના સાસુ વિડીયો કોલ કરતા અને ઘરના તમામ સભ્યો તેને જબરદસ્તી ખવડાવતા હતા. આમ અંધશ્રદ્ધા અને વહેમમાં યુવતીને પ્રેગ્નેન્સી દરમિયાન ઘણા બધા ઘરેલુ ટુચકા કરતા હતા. તેમજ વધારે ઊલટીઓ થતી હોવાથી માસી સાસુએ તે વખતે છોકરી જન્મશે તેવું લાગે છે, તેવું ઘરના લોકોને કહ્યું હતું.

દીકરી જન્મવાની આશંકાથી લાતો મારી : આ વાત સાંભળીને પતિ તેમજ સાસુ ઉશ્કેરાયા હતા અને આ વખતે છોકરો જ પેદા કરવો છે તેવું કહીને ત્રાસ આપતા હતા. 15/10/2021 ના રોજ યુવતી પ્રેગનેન્ટ હતી, તે દરમિયાન પતિએ તેની સાથે શારીરિક સંબંધ બાંધવાની કોશિશ કરી હતી અને યુવતીએ તેને ના પાડતા પતિએ પેટના ભાગે અને ગુપ્ત ભાગે લાતો મારી હતી. જેના કારણે રાત્રિના સમયે તેને દુખાવો થતાં તેણે બીજા દિવસે ડોક્ટરને બતાવતા બાળકનું મોત થયું હોવાનું સામે આવ્યું હતું.

બીજીવાર બાળક ગુમાવ્યું : જેથી પતિ દ્વારા પ્રેગ્નેન્સી દરમિયાન દારૂના નશામાં પેટના ભાગે અને ગુપ્ત ભાગે લાત મારી હોવાથી બાળકનું મોત થયું હોય આ અંગે તેણે માતા પિતાને જાણ કરી હતી અને ત્યારબાદ તેને સાસરિયાઓએ માતા પિતાના ઘરે આરામ કરવા માટે મોકલી દીધી હતી.યુવતીએ પોતાનું બાળક ગુમાવ્યું હોવાથી તે ખૂબ જ તણાવમાં રહેતી હતી. પતિ તેમજ સાસુ અને માસી સાસુ દ્વારા કરેલ દેશી ટુચકાથી તેણે પોતાનું બાળક ગુમાવી દીધું હોય, જેથી પતિ અને સાસુ વિરુદ્ધ ફરિયાદ કરવાનું વિચાર્યું હતું. પરંતુ લગ્નજીવન ન તૂટે અને બધું સારું થઈ જશે તેવી આશા રાખી પોલીસ ફરિયાદ કરી ન હતી.

હત્યાની ધમકી પણ આપી : તે દરમિયાન પતિ તેની સાથે વાતચીત પણ ન કરી તેમજ ફેસબુક કે અન્ય એકાઉન્ટમાં તેને રાખી ન હતી. તે સમયગાળામાં યુવતીનો પતિ દુબઈ દર મહિને જતો હોય તેને અન્ય કોઈ સ્ત્રી સાથે સંબંધ બંધાયેલ હોવાથી તેની સાથે સરખી વાતચીત ન કરતા હોવાથી યુવતી પરિવાર સાથે દુબઈ ગઈ હતી. તે દરમિયાન તેનો પતિ તેની સાથે શારીરિક સંબંધ પણ ન બાંધતો હોય અને બંને દિયર દ્વારા તેને વાંઝણી કહીને બોલાવતા હોય, તને બાળક પેદા કરતાં આવડતું નથી તેમ કહીને ત્રાસ આપતા હતા. વધુમાં પતિ અને દિયર ધમકીઓ આપતા કે તારા પિતા તથા તારા પિયર પક્ષના કોઈ સભ્યો અમારી સામે પડશે, તો આ રિવોલ્વરથી તેમનું અને તારું મર્ડર કરી દઈશું.

અમાનુષી અત્યાચારનો સિલસિલો : દરેક તહેવારે યુવતીના પિતાના ઘરેથી સોનું, 11 કિલોગ્રામ મીઠાઈ તેમજ ઘરના સભ્યો માટે ફરજિયાત કપડા અને દહેજ પેટે વધુ પૈસાની માંગણી કરતા હતા અને તે લાવવાની ના પાડતા યુવતીને માર મારતા અને ત્રાસ આપતા હતા. જે સમયગાળા દરમિયાન યુવતીના માતાપિતા તેને મળવા માટે ગુડગાવ ગયા હતા અને એક હોટલમાં દીકરીને મળ્યા હતા. જે વાતની જાણ તેના પતિને અને સાસરિયાંઓ થતા ગુસ્સામાં આવીને યુવતીને ખૂબ જ માર માર્યો હતો અને ઘરમાંથી કાઢી મૂકી હતી. અંતે આ સમગ્ર મામલે યુવતીએ પતિ તેમજ સાસુ સસરા સહિત પાંચ લોકો સામે મહિલા પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી આ અંગે તપાસ શરૂ કરી છે.

Last Updated : May 4, 2023, 4:08 PM IST

ABOUT THE AUTHOR

...view details