અમદાવાદ : અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરવાના કબૂતરબાજીના તાજેતરના મામલામાં 14 એજન્ટો સામે કાયદાની તલવાર ઉગામવામાં આવી છે. વિગતે જણાવીએ કે, દિલ્હીના જાગ્ગી પાજી અને જોગિન્દરસિંગ સામે ગુનો નોંધાયો છે જ્યારે દુબઈના સલીમ અને મુંબઈના રાજાભાઈ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
તા.26/12/2023 ના રોજ ગેરકાયદેસર રીતે દુબઈથી નિકારાગુઓથી અમેરિકા જતાં પ્લેનને ફ્રાન્સના વાટ્રી એરપોર્ટ પર રોકવામાં આવેલું. જેમાં મુખ્યત્વે પંજાબ અને ગુજરાતના મુસાફરો હતાં. ફ્રાન્સથી પરત આવેલા મુસાફરો પૈકી 66 જેટલા ગુજરાતી મુસાફરો હતાં. મામલાને લઇને સી.આઇ.ડી. ક્રાઇમ ખાતે એક તપાસ ટીમની રચના કરવામાં આવી હતી. મોટા ભાગના મુસાફરો ગુજરાતના મહેસાણા, ગાંધીનગર, આણંદ અને અમદાવાદ જિલ્લાના હતાં. તપાસમાં બહાર આવેલી કેટલીક વિગતો પ્રમાણે અમુક મુસાફરોના 30 દિવસના તેમજ અમુક મુસાફરોના 3 મહિના સુધીના દુબઇના વિઝિટર વિઝા મેળવેલા હતાં અને તેઓને મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, મુંબઇ ખાતેના જુદા જુદા એજન્ટો દ્વારા પાઠવવામાં આવ્યાં હતાં. આ મુસાફરોને પંજાબી હોય તો ખાલીસ્તાની છીએ તેવું કહેવાનું જણાવાયું હતું. જેથી ખાલીસ્તાની કહે તો રાજ્યાશ્રય લેવા સહાનુભૂતિ મળે. મુખ્ય એજન્ટ કે જેઓ દિલ્હી, દુબઇ, નિકારાગોવા, મેક્સિકો, અમેરિકા છે. અમેરિકા પહોંચ્યા પછી 60 લાખથી 80 લાખ મુસાફર દીઠ નાણાં આ એજન્ટોને આપવાના નક્કી કરવામાં આવ્યું હતું. કુલ 14 આરોપીઓ વિરુદ્ધ સી.આઇ.ડી.ક્રાઇમએ આઇ.પી.સી. કલમ 370, 201 અને 120(બી) મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે...રાજીવ રંજન ( એડીજી, સીઆઈડી ક્રાઇમ )