આરોપીએ કરી આપેલા નોટરીઝ કરારો મેળવી અને બેંક સ્ટેટમેન્ટ સહિતની બાબતોએ તપાસ કરીને ગુનો દાખલ અમદાવાદ : અમદાવાદના વેપારીઓને ગાડીઓની લે વેચમાં રોકાણ કરાવીને દસથી પંદર ટકા વળતર અપાવવાના બહાને છેતરપિંડી કરવામાં આવતી હોવાની ફરિયાદ સામે આવી હતી. જે મામલે આર્થિક ગુના નિવારણ શાખાએ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે ગુનામાં સામેલ એક આરોપીની ધરપકડ કરી છે.
વેપારીઓ સાથે છેતરપિંડી કરી :આ મામલે આર્થિક ગુના નિવારણ શાખાએ તપાસ કર્યા બાદ ગુનામાં સામેલ હુસામા સૈયદ નામના દરિયાપુરના 23 વર્ષીય યુવકની ધરપકડ કરી છે. અસારવા વિસ્તારમાં રહેતા વેપારી મુનવ્વર હુસેન શેખ તેમજ મઆજ ભલા દ્વારા આ મામલે અરજી કરવામાં આવી હતી. જેમાં અરજદાર અને તેમના અન્ય વેપારીઓને વિશ્વાસમાં લઈને આરોપીએ તેઓની પાસેથી ગાડીઓની લે-વેચમાં રોકાણ કરાવી વળતર અપાવવાના બહાને રૂપિયા લઈને નોટરાઈઝ લખાણ કરી આપી અરજદાર અને અન્ય વેપારીઓ સાથે છેતરપિંડી કરી હતી.
આ પણ વાંચો Ahmedabad Cyber Crime : સરકારી ઈમેઈલ આઈડી બનાવી બેંક એકાઉન્ટ ફ્રીઝ કરનાર ઝડપાયો
આરોપીની ધરપકડ કરી : આ સમગ્ર મામલે આર્થિક ગુના નિવારણ શાખાએ દસ્તાવેજી પુરાવા મેળવીને તેમજ આરોપીએ કરી આપેલા નોટરીઝ કરારો મેળવી અને બેંક સ્ટેટમેન્ટ સહિતની બાબતોએ તપાસ કરીને ગુનો દાખલ કર્યો હતો અને ગુનામાં સામેલ હુસામા સૈયદ નામના આરોપીની ધરપકડ કરી છે.
2 કરોડ 9 લાખ 87 હજાર રૂપિયાની છેતરપિંડી :પકડાયેલા આરોપીની તપાસ કરતા તેણે ફરિયાદી તેમજ અન્ય વેપારીઓ સાથે આ જ પ્રકારે 2 કરોડ 9 લાખ 87 હજાર રૂપિયાની છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું હતું. ફરિયાદી તેમજ અન્ય વેપારીઓને લાલચ આપી પૈસા મેળવી વળતર કે પૈસા ન આપીને છેતરપિંડી આચરી હતી. આ મામલે પકડાયેલા આરોપીની ધરપકડ કરીને આર્થિક ગુના નિવારણ શાખાએ વધુ પૂછપરછ હાથ ધરી છે.
આ પણ વાંચો Big Fraud with UPCL: UPCLના બેંક ખાતામાંથી દારૂના વેપારીઓના ખાતામાં પહોંચ્યા રુપિયા 10 કરોડ, કેસ ખૂલતાં ચોંકી ઉઠ્યા
પુરાવાઓ એકત્ર કરાયા : આ અંગે આર્થિક ગુના નિવારણ શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર રિદ્ધિ દવેએ જણાવ્યું હતું કે વેપારીઓની ફરિયાદના આધારે પુરાવાઓ એકત્ર કરી ગુનામાં સામેલ આરોપીની ધરપકડ કરવામાં આવી છે.ગાડીઓની હરાજીમાં થતી લે વેચ મામલે તેણે પાંચ થી છ વેપારીઓ પાસેથી બે કરોડ જેટલી રકમ લીધી હતી અને છેતરપિંડી આચરી હતી. હાલ આરોપી સાથે અન્ય કોઈ વ્યક્તિ આ ગુનામાં સામેલ છે કે કેમ તેણે વેપારીઓ પાસેથી લીધેલા રૂપિયાનું શું કર્યું એ તમામ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.