ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad Crime: ધંધો કરવાનું કહી યુવકે 4.76 લાખ ખંખેરી લીધા, પોલીસે ધરપકડ કરી - FIR filed by lady

અમદાવાદમાં એક યુવતીને છોકરા સાથે મિત્રતા કરવી ભારે પડી છે. ફ્રેન્ડશિપના નામે આ યુવકે યુવતી પાસેથી લાખો રૂપિયા ખંખેરી લીધા હતા. જેની પોલીસ ફરિયાદ ખોખરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. આકાશ નામના યુવકે ધંધો કરવા માટે નંદીની નામની યુવતી પાસે રૂપિયા માંગ્યા હતા. પણ 4.76 લાખની રકમ અને સોનાના દાગીના પાછા દેવા મામલે યુવકે પોતાનો અસલી રંગ બતાવ્યો હતો.

Ahmedabad Crime: ધંધો કરવાનું કહી યુવકે 4.76 લાખ ખંખેરી લીધા, પોલીસે ધરપકડ કરી
Ahmedabad Crime: ધંધો કરવાનું કહી યુવકે 4.76 લાખ ખંખેરી લીધા, પોલીસે ધરપકડ કરી

By

Published : Jun 7, 2023, 10:42 AM IST

ધંધો કરવાનું કહી યુવકે 4.76 લાખ ખંખેરી લીધા, પોલીસે ધરપકડ કરી

અમદાવાદ: ધંધાને પણ લોકો હવે ધંધો બનાવી રહ્યા હોય તેવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ધંધા નામે જ પૈસા ખંખેરી દેવાના એવા પણ સમાજમાં કિસ્સાઓ સામે આવી રહ્યા છે. પરંતુ આવા આળસું આરોપીને પણ પોલીસ દબોચી લે છે. અમદાવાદમાં પણ એવો જ કિસ્સો સામે આવ્યો છે. શહેરમાં ધંધો કરવાનું કહીને ખોટી રીતે પૈસા ખંખેરતા લોકોને પોલીસ કાયદાના પાઠ ભણાવે છે. ખાસ કરીને પૈસા લઈ પાછા ન આપતા ભેજાબાજો સામે પોલીસે પગલાં લીધા છે. શહેરના CTM વિસ્તારમાં નોકરી કરતી યુવતી સાથે મિત્રતા કેળવીને આરોપીએ 4.76 લાખની રકમ લઈને છેતરપિંડી કરી હતી. જેમાં યુવતી એ પોલીસ ફરિયાદ કરી છે. ગત જૂન 2022માં આ પૈસાની લેતી દેતી થઈ હોવાનું પોલીસની વિગતમાંથી જાણવા મળ્યું છે.

"આ અંગે ફરિયાદ નોંધાતા આરોપીને પકડી પાડવામાં આવ્યો છે.આરોપીએ યુવતી પાસેથી લીધેલા પૈસાનો કયા ઉપયોગ કર્યો તે અંગે તપાસ અને છેતરપીંડીની રકમ રિકવર કરવાની કાર્યવાહી ચાલુ છે."--કૃણાલ દેસાઈ (આઈ ડિવિઝન ACP)

ઠગાઇની ફરિયાદ: બાદમાં યુવતીએ આકાશ પાસે રૂપિયા માંગ્યા હતા. ત્યારે આકાશ વાયદા કરવા લાગ્યો હતો અને રૂપિયા પાછા આપતો ના હતો. જેથી આખરે યુવતીએ પરિવારજનોને સમગ્ર હકીકત જણાવી હતી. જેથી પરિવારજનોએ આકાશને ફોન કરીને રૂપિયાની ઉઘરાણી કરવામાં આવી હતી. તેને રૂપિયા અને સોનાની ચેઇન આપવાની ઇનકાર કર્યો હતો. તેથી આ અંગે યુવતીએ આકાશ સામે ખોખરા પોલીસ સ્ટેશનમાં ઠગાઇની ફરિયાદ નોધાવી હતી.

  1. Ahmedabad Crime : લોન લેતા પહેલા સાવધાન, અમદાવાદમાં યુવકે લીધેલી લોન ભરપાઈ કરી દીધી છતાં ભારે પડ્યું
  2. Surat Crime : સુરત ક્રાઇમ બ્રાન્ચે 10 વર્ષથી ફરાર ઠગ પકડ્યો, 1 કરોડની છેતરપિંડીનો આરોપી ભુજના ભોજનાલયમાં કરતો હતો આ કામ
  3. Rajkot News : ગોંડલ ભરુડી ટોલનાકા પાસેના કોલ્ડ સ્ટોરેજમાંથી 17 લાખનો શંકાસ્પદ ગોળનો જથ્થો ઝડપાયો

ABOUT THE AUTHOR

...view details