અમદાવાદ:અમદાવાદ શહેરના રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં રહેતી 19 વર્ષીય યુવતીએ ફરિયાદ નોંધાવી છે. જેમાં તે પરિવારમાં 16 વર્ષના ભાઈ અને માતા-પિતા સાથે રહેતી અને ફરિયાદીની માતા-પિતા ખાનગી એકમમાં નોકરી કરે છે. યુવતીને છેલ્લા ઘણા સમયથી લગ્ન વિશે વાતો આવતી હોય પરંતુ તેના પિતા દ્વારા તેના લગ્ન થવા દેતા ન હતા.
આ પણ વાંચોઃ MP: વંદે ભારત ટ્રેનમાં સેલ્ફી લેવી પડી મોંઘી, મહિલાને ચૂકવવા પડ્યા 5470 રૂપિયા
મોકો જોઈ ઘા કર્યોઃ 12 એપ્રિલ 2023 ના રોજ યુવતી પરિવાર સાથે ઘરે હાજર હતી, તે દરમિયાન સવારે તેના પિતા અને માતા ઘરેથી નોકરીએ જતા યુવતી તેના નાના ભાઈ સાથે ઘરે હાજર હતી. બપોરના 2 વાગે યુવતીના પિતા નોકરી પરથી આવ્યા હતા અને સાંજે 6 વાગે યુવતીના પિતાએ નાના ભાઈને બિરયાની લેવા માટે બહાર મોકલ્યો હતો. યુવતીનો નાનો ભાઈ બિરયાની લેવા માટે બહાર ગયો તે વખતે યુવતીના પિતાએ ઘરનો દરવાજો બંધ કરી યુવતીને કપડાં કાઢવાનું કહેતા યુવતીએ ના પાડી હતી, જેથી તેના પિતાએ તેની સાથે જબરદસ્તી કરી હતી અને બુમાંબૂમ કરીશ તો તને અને તારી માતાને ઘરમાંથી કાઢી મૂકીશ તે પ્રકારની ધમકી આપી હતી.
મોઢુ દબાવી દીધુઃ જે બાદ નરાધમ પિતાએ જબરદસ્તી દીકરીના કપડાં કાઢી અને પોતાના ફોનમાં તેના ન્યૂડ ફોટા પાડ્યા હતા અને જબરદસ્તી તેને ઘરના બાથરૂમમાં લઈ જતા દીકરીએ બૂમાબૂમ કરતા પોતાના હાથથી તેનું મોં બંધ કરી નાખ્યું હતું. જે બાદ બાથરૂમમાં યુવતીના પિતાએ જબરદસ્તી તેની મરજી વિરુદ્ધ તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. અને આ વાતની જાણ કોઈને કરીશ તો તને અને તારા માતાને ઘરની બહાર કાઢી મુકીશ તે પ્રકારની ધમકી આપી હતી.