ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad Crime : માલિની પટેલની જમ્મુ કાશ્મીર પોલીસ પૂછપરછ કરશે, કિરણ પટેલને અમદાવાદ લાવતાં વાર લાગશે - Malini Patel

પીએમઓ ઓફિસમાં ઓફિસર તરીકે ખોટી ઓળખ આપી સંવેદનશીલ વિસ્તારમાં મહેમાનગતિ માણનારા મહાઠગ કિરણ પટેલ અને તેની પત્ની માલિની પટેલ કાયદેસરની સરકારી મહેમાનગતિના તબક્કામાં છે. ત્યારે કિરણ પટેલને ગુજરાત લાવવામાં હજુ 72 કલાક લાગી શકે છે. તો માલિની પટેલને જમ્મુ કાશ્મીર પોલીસ પૂછપરછ માટે ત્યાં લઇ જાય તેવી શક્યતાઓ છે.

Ahmedabad Crime : માલિની પટેલની જમ્મુ કાશ્મીર પોલીસ પૂછપરછ કરશે, કિરણ પટેલને અમદાવાદ લાવતાં વાર લાગશે
Ahmedabad Crime : માલિની પટેલની જમ્મુ કાશ્મીર પોલીસ પૂછપરછ કરશે, કિરણ પટેલને અમદાવાદ લાવતાં વાર લાગશે

By

Published : Apr 1, 2023, 7:50 PM IST

અમદાવાદ : મહાઠગ કિરણ પટેલને અમદાવાદ લાવવા માટે ક્રાઈમ બ્રાન્ચે કમર કસી છે, મહત્વનું છે કે કિરણ પટેલને કોર્ટના આદેશથી સાત દિવસની આપવામાં આવેલી મુદત 31મી માર્ચે પૂર્ણ થતા ટ્રાન્સફર વોરંટથી કિરણ પટેલની ધરપકડ કરવા માટે ક્રાઈમ બ્રાન્ચની ટીમ કાર્યવાહીમાં લાગી છે. જેથી આગામી બેથી ત્રણ દિવસમાં મહા ઠગ કિરણ પટેલને જમ્મુ કાશ્મીરથી અમદાવાદમાં લાવવામાં આવશે.

આ પણ વાંચો Kiran Patel Case : મહાઠગ કિરણની પત્ની માલીની પટેલના કોર્ટે કર્યા રિમાન્ડ મંજૂર

ત્રીજી એપ્રિલ સુધીના રિમાન્ડ : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં કિરણ પટેલ અને તેની પત્ની માલિની પટેલ સામે પૂર્વ પ્રધાનના ભાઈ જગદીશ ચાવડા દ્વારા તેઓનો કરોડોની કિંમતનો બંગલો પચાવી પાડવાનો પ્રયાસ કરવા મામલે ફરિયાદ નોંધાઈ હતી. જેમાં માલિની પટેલની ક્રાઈમ બ્રાન્ચે જંબુસરથી ધરપકડ કરીને ત્રીજી એપ્રિલ સુધીના રિમાન્ડ મેળવ્યા છે. જોકે કિરણ પટેલને પણ ટ્રાન્સફર વોરંટથી અમદાવાદ લાવ્યા બાદ તેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવામાં આવશે અને અલગ અલગ પાસાઓ બાબતે તેની પૂછપરછ હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચો Kiran Patel: કિરણ પટેલની ક્રાઈમ પાર્ટનર પત્નીની ધરપકડ, કિરણ પટેલને શ્રીનગરથી લવાશે અમદાવાદ

જમ્મુ કાશ્મીર લઈ જવાશે : બીજી તરફ વાત કરીએ તો કિરણ પટેલની પત્ની માલિની પટેલ કિરણ પટેલ સાથે જમ્મુ કાશ્મીરમાં હોવાથી જમ્મુ કાશ્મીર પોલીસ દ્વારા તેને પણ ટ્રાન્સફર વોરંટથી આગામી દિવસોમાં જમ્મુ કાશ્મીર લઈ જવાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. માલિની પટેલને જમ્મુ કાશ્મીર લઈ જઇને ત્યાંની સ્થાનિક પોલીસ દ્વારા સઘન પૂછપરછ કરવામાં આવશે.

નિવેદન લેવાશે : ખાસ કરીને કિરણ પટેલે જમ્મુ કાશ્મીરમાં અલગ અલગ સમયે વડાપ્રધાન ઓફિસના ડાયરેક્ટર તરીકેની પોતાની ઓળખ આપીને મહેમાનગતિ માણી હતી. એટલું જ નહીં કિરણ પટેલે ઝેડ પ્લસ સિક્યુરિટી મેળવી હતી, 5 સ્ટાર હોટેલમાં રોકાણ અને બુલેટ પ્રુફ ગાડીમાં મુસાફરી કરી હતી. તે દરમિયાન તેની પત્ની અને બાળકો તેની સાથે જ હોવાથી તેની પત્નીના નિવેદન પણ જમ્મુ કશ્મીર પોલીસ દ્વારા લેવામાં આવશે.

ઉચ્ચ અધિકારી તપાસ કરશે : મહત્વનું છે કે મહાઠગ કિરણ પટેલ દ્વારા કાશ્મીરમાં કરવામાં આવેલા તમામ કારનામાઓને ધ્યાનમાં રાખીને એક આઇએએસ ઓફિસરની પણ તપાસ માટે જમ્મુ કાશ્મીર તંત્રએ નિમણૂક કરી છે. આપને જણાવીએ કે અમદાવાદ મેટ્રો કોર્ટે મહાઠગ કિરણ પટેલની પત્ની માલિની પટેલના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જગદીશ ચાવડાએ ઘણી છેતરપિંડી આચરનારા કપલ સામે તેમના બંગલાને પચાવી પાડ્યો હોવાની ફરિયાદ દાખલ કરી હતી જે સંદર્ભે કાર્યવાહી થઇ હતી.

ABOUT THE AUTHOR

...view details