ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad Crime : ગર્ભવતી મહિલાની આડમાં ડ્રગ્સની હેરાફેરી, મહારાષ્ટ્રથી 37 લાખનું ડ્રગ્સ લઈ આવેલા 3 ઝડપાયા - સફેદ ડ્રગ્સનો કાળો કારોબાર

ગર્ભવતી ગાડીમાં બેઠી હોય અને પોલીસ સઘન તપાસ વિના ગાડી જવા દે તો ભારે ગફલત થઇ શકે તેવી ચેતવણી દર્શાવતો આ કિસ્સો સામે આવ્યો છે. સીટીએમ એક્સપ્રેસ હાઈવે ઉપર રામોલ પોલીસે મહારાષ્ટ્રની કાર રોકતા કારમાં બેઠેલા બે પુરુષે સાથેની યુવતી ગર્ભવતી છે અને તે કાર નીચે નહીં ઉતરી શકે તેવું કહેતાં પોલીસને શંકા ગઈ હતી. જેની તપાસમાં 37 લાખનું ડ્રગ્સ પકડાયું છે.

Ahmedabad Crime : ગર્ભવતી મહિલાની આડમાં ડ્રગ્સની હેરાફેરી, મહારાષ્ટ્રથી 37 લાખનું ડ્રગ્સ લઈ આવેલા 3 ઝડપાયા
Ahmedabad Crime : ગર્ભવતી મહિલાની આડમાં ડ્રગ્સની હેરાફેરી, મહારાષ્ટ્રથી 37 લાખનું ડ્રગ્સ લઈ આવેલા 3 ઝડપાયા

By

Published : Aug 8, 2023, 5:48 PM IST

તો પોલીસને શંકા ગઈ

અમદાવાદ : અમદાવાદમાં ફરી એક વાર સફેદ ડ્રગ્સનો કાળો કારોબાર વહેતો થયો છે, અમદાવાદ શહેર એસઓજીની સાથે હવે સ્થાનિક પોલીસે પણ ડ્રગ્સ માફિયાઓને પકડવા માટેની કામગીરી તેજ કરી છે અને તેના જ ભાગરૂપે મુંબઈથી અમદાવાદ લવાયેલું લાખોની કિંમતનું ડ્રગ્સ પોલીસે ઝડપી પાડ્યું છે.

આ મામલે ગુનો દાખલ કરી તમામ આરોપીઓની રિમાન્ડ મેળવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. આરોપીઓ આ ડ્રગ્સ અમદાવાદમાં કોને આપવાના હતા, કોની પાસેથી લાવ્યા હતા, તેમજ અગાઉ કેટલી વાર આ રીતે ડ્રગ્સની હેરાફેરી કરી ચુક્યા છે તે તપાસ કરવામાં આવશે. આરોપીઓના કોલ ડિટેલ સહિતની વિગતો એકત્ર કરી આરોપીઓની પૂછપરછ કરી આ ગુનામાં તેઓની સાથે શામેલ અન્ય આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવશે...સી.આર. રાણા(પીઆઈ, રામોલ પોલીસ સ્ટેશન)

ગેરમાર્ગે દોરવા મહિલાને ગર્ભવતી ગણાવી : આરોપીઓ દ્વારા પોલીસને શંકા ન જાય તે માટે મહિલાની મદદ લેતા હોવાનું પણ સામે આવ્યું છે. આ મામલે રામોલ પોલીસે મહિલા સહિત 3 આરોપીઓની ધરપકડ કરી છે. અમદાવાદના સીટીએમ એક્સપ્રેસ હાઈવે ઉપરથી રામોલ પોલીસે મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો પકડી પાડ્યો છે. પોલીસની ટીમ વાહન ચેકિંગમાં હતી જે દરમિયાન મહારાષ્ટ્ર પાસિંગની કાર રોકતા કારમાં બેઠેલા બે પુરુષે તેની સાથે ગાડીમાં સવાર યુવતી ગર્ભવતી છે અને તે કાર નીચે નહીં ઉતરી શકે તેવું બહાનું આપ્યું હતું. જેને કારણે પોલીસને શંકા ગઈ હતી.

પેકેટનો યોગ્ય ખુલાસો ન કરતાં શંકા :પોલીસ કાર પાસે જતા મહિલાએ પોતાના હાથમાં રહેલું એક પેકેટ તેની પાછળની સીટ પણ ફેંકી દીધું હતું જેથી પોલીસની શંકા વધુ દ્રઢ બની હતી. જેથી કારની તપાસ કરી તે પેકેટમાં શું છે, તે વિશે પૂછપરછ કરતા ત્રણમાંથી એક પણ વ્યક્તિ તેનો યોગ્ય જવાબ આપી શક્યો ન હતો. આખરે પોલીસે પેકેટ ખોલતા તેમાંથી એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો.

કુલ 43 લાખનો મુદ્દામાલ કબ્જે : આ મામલે પોલીસે મહારાષ્ટ્રના મુંબઈના અયુબ ઈબ્રાહીમ કુરેશી, શેહઝાદી નૂર ઇસ્લામ શેખ અને અયુબખાન નવાઝખાન ખાન નામના આરોપીઓની ધરપકડ કરી છે. ત્રણેય લોકો મુંબઈથી જ ડ્રગ્સનો જથ્થો પોતાની સાથે લાવ્યા હતાં અને અમદાવાદના કોઈ જગ્યા પર આપવાના હતાં. પોલીસે કારમાં રહેલા પેકેટમાંથી 37.66 લાખની કિંમતનું 376.600 ગ્રામ એમ.ડી ડ્રગ્સ, મોબાઈલ, રોકડ અને કાર સહિત કુલ 43 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

રિમાન્ડની તજવીજ : પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે મહિલાનો પતિ મુંબઈમાં જેલમાં મારામારીના ગુનામાં કેદ છે. આરોપીઓ પાંચેક વર્ષ અગાઉ તેઓ એક વખત આ રીતે મુંબઈથી ડ્રગ્સ લઈને અમદાવાદ આવ્યા હતાં, પરંતુ પોલીસને આ વાત ગળે નહીં ઉતરતા પોલીસને હજી પણ શંકા છે કે પાંચ વર્ષ પહેલા નહીં પરંતુ આ લોકો અવારનવાર મુંબઈથી અમદાવાદ ડ્રગ્સ લઈને આવતા હોઈ શકે છે. જેથી તમામ આરોપીઓના રિમાન્ડ મેળવવાની પ્રક્રિયા પોલીસે શરૂ કરી છે.

  1. Ahmedabad Crime : સારંગપુરમાંથી 10 લાખથી વધુના ડ્રગ્સ સાથે મહિલા ઝડપાઈ, મુંબઈથી લાવી અમદાવાદમાં ડિલિવરી કરતી
  2. Ahmedabad Crime: વિધર્મી યુવકને પકડવા ગયેલા હિન્દુ સગંઠનના સભ્યોએ ડ્રગ સપ્લાયરને પકડી લીધો
  3. Ahmedabad News : સરકાર પર લાલપીળી થઇ કોંગ્રેસ, નશીલા પદાર્થો સામે કાર્યવાહી માત્ર કાગળ પર હોવાનો આક્ષેપ

ABOUT THE AUTHOR

...view details