અમદાવાદ:ગ્રામ્ય વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી હોય તેવી સતત ઘટનાઓ બની રહી છે. શહેરના એસ.પી રીંગ રોડ પરના ખૂબ જ જાણીતા કેફે બાપના બગીચામાં તોડફોડ કરી બે રાઉન્ડ ફાયરિંગ પણ કરવામાં આવ્યું હોવાની ઘટના બની છે. નશાની હાલતમાં છાકટા બનેલા નબીરાઓએ ફાયરિંગ અને તોડફોડ કરીને મન ન ભરાયું હોય તેમ આગ પણ લગાડી હતી. જોકે પોલીસે તાત્કાલિક સીસીટીવી ફૂટેજ આધારે આરોપીઓને ઝડપી લીધા છે.
બાપના બગીચામાં દાદાગીરી, અસામાજીક તત્વોએ મચાવ્યો આતંક યુવકો ગાડી લઈને આવ્યા:એસપી રીંગ રોડ શીલજ સર્કલ નજીક આવેલ બાપના બગીચામાં મોડી રાત્રે ફાયરીંગનો બનાવ સામે આવ્યો હતો, ઘટનાની હકીકત કંઈક એવી છે કે રાત્રિના લગભગ બે વાગ્યાની આસપાસ કેટલાક યુવકો ગાડી લઈને આવ્યા હતા અને દારૂ પી રહ્યા હતા. જો કે કાફે પર હાજર કર્મીઓએ દારૂ પીવાની ના પાડતા જ તેઓ ઉશ્કેરાઈ ગયા હતા. સિક્યુરિટી સાથે બોલાચાલી કરતા સમગ્ર ઘટનાની જાણ કાફે માલિકને થઈ હતી. જેથી કાફે માલિક પણ ત્યાં પહોંચ્યા હતા, તે સમયે આ યુવકોએ તેઓની સાથે પણ બોલાચાલી કરી મારામારી કરી હતી.
આ પણ વાંચો Ahmedabad News: અમદાવાદ એરપોર્ટ પર ગેરકાયદે વિદેશ જવાનો પ્રયાસ કરનાર બાંગ્લાદેશી ઝડપાયો
સ્ટોરમાં આગ:કાફે પર આવેલા ગ્રાહકો વચ્ચે પડતા તેઓ ત્યાંથી નીકળી ગયા હતા. બાદમાં ચારેક વાગ્યાની આસપાસ કાફે બંધ કરીને માલિક ઘરે જઈ રહ્યા હતા. અચાનક જ બે ફોરચુનર કારમાં 10 થી વધુ શખ્સો આવ્યા હતા અને ફોરચુનર કારથી કાફેનો દરવાજો તોડી આ હાથમાં લાકડી, બેઝ બોલ જેવા હથિયારો સાથે અંદર ઘૂસી ગયા હતા અને કાફેના કર્મચારીઓને માર મારવા લાગ્યા તેમજ તોડફોડ કરવા લાગ્યા હતા. અને મુખ્ય આરોપી એવા વિશ્વનાથ રઘુવંશી એક રાઉન્ડ ફાયરિંગ જ્યારે અન્ય આરોપીએ બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. એટલું જ નહીં કાફેમાં તોડફોડ કર્યા બાદ આરોપીઓએ સ્ટોરમાં આગ પણ લગાડી હતી.
આ પણ વાંચો Ahmedabad Congress: અદાણી સામે કૉંગ્રેસનો વિરોધ, કહ્યું LICના ખાતાધારકોના કરોડો રૂપિયા જોખમમાં
બંને પક્ષની ફરિયાદ:સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ તાત્કાલિક એ ઘટના સ્થળ પર પહોંચી હતી અને સ્થળ પરથી મુખ્ય આરોપી સહિત કેટલાક આરોપીઓને ઝડપી લીધા હતા. હાલમાં પોલીસે આ સમગ્ર મામલે બંને પક્ષની ફરિયાદ નોધીને વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ તપાસ માં સામે આવ્યું છે કે આરોપી વિશ્વનાથના પિતા સિક્યુરિટી ગાર્ડ હોવાથી તેમના હથિયાર વડે તેણે ફાયરિંગ કર્યું હતું. જો કે અન્ય હથિયાર ક્યાંથી અને કોણ લાવ્યું હતું તે અંગે પોલીસ એ ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. આ અંગે અમદાવાદ ગ્રામ્ય ડીવાયએસપી ડી.એસ ચૌહાણએ જણાવ્યું હતું કે મોડી રાત્રે આ ઘટનાની જાણ પોલીસને થતા બોપલ પોલીસે ઘટના સ્થળે પહોંચીને મુખ્ય આરોપી સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી હતીઅને બાદમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આ મામલે આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવીછે.