ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad Crime : ખાનગી હોસ્પિટલમાં મેડિકલ સ્ટોરમાં કામ કરતા યુવકે કરી લાખોની ઠગાઈ, આ રીતે ફૂટયો ભાંડો - ખાનગી હોસ્પિટલમાં મેડિકલ સ્ટોર

અમદાવાદમાં તબીબ સાથે છેતરપિંડીની ઘટના બની છે. ડોકટરના ક્લિનિકમાં કામ કરતાં કર્મીએ દર્દીના દવાના સાચા બિલો સાથે છેડછાડ કરી બોગસ બિલો બનાવી દવાઓ બારોબાર વેચી મારી હતી. કુલ સાડા ચાર લાખ રૂપિયાની છેતરપિંડીને લઈને ગુજરાત યુનિવર્સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

Ahmedabad Crime : ખાનગી હોસ્પિટલમાં મેડિકલ સ્ટોરમાં કામ કરતા યુવકે કરી લાખોની ઠગાઈ, આ રીતે ફૂટયો ભાંડો
Ahmedabad Crime : ખાનગી હોસ્પિટલમાં મેડિકલ સ્ટોરમાં કામ કરતા યુવકે કરી લાખોની ઠગાઈ, આ રીતે ફૂટયો ભાંડો

By

Published : Jul 13, 2023, 3:34 PM IST

અમદાવાદ : અમદાવાદ શહેરના ગુલબાઈ ટેકરા વિસ્તારમાં એક તબીબ સાથે છેતરપિંડીની ઘટના સામે આવી છે, જેમાં ડોકટરના ક્લિનિક ખાતે મેડિકલ સ્ટોરમાં ફાર્માસિસ્ટ તરીકે નોકરી પર કર્મીએ દર્દીના દવાના સાચા બિલો સાથે છેડછાડ કરી હતી. તેણે બોગસ બિલો બનાવી બિલ વગર દવાઓ બારોબાર વેચી સાડા ચાર લાખ રૂપિયાની છેતરપિંડી આચરી હતી. આ બાબતને લઈને ગુજરાત યુનિવર્સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

આ ઘટનાને લઈને તબીબની ફરિયાદ લઈને આરોપીને પકડવા માટેની તજવીજ શરૂ કરાઇ છે. સીસીટીવી ફૂટેજ તેમજ અન્ય પુરાવાઓ એકત્ર કરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે...વી.જે. જાડેજા(PI ,ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન)

આરોપી રાહુલ ચૌહાણ મેડિકલ સ્ટોરમાં કામ કરતો હતો : અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં રહેતા ડૉ. પ્રિયાંક શાહ નામના તબીબે આ સમગ્ર બાબતને લઈને ફરિયાદ નોંધાવી છે. તેઓ પંચવટી ગુલબાઈ ટેકરા પાસે પ્રિયા ન્યુરોલોજી ક્લિનિક એન્ડ રીએબિલિટેશન સેન્ટર નામે ક્લિનિક ધરાવી વ્યવસાય કરે છે. 19 મી જાન્યુઆરી 2022 થી તેઓની ક્લિનિકમાં રાહુલ ભરતભાઈ ચૌહાણ નામના સાબરમતીના યુવકને ગીત કેમેસ્ટ મેડિકલ સ્ટોરમાં નોકરી ઉપર રાખ્યો હતો અને તેની કામગીરી દર્દીને દવા આપવાની તેમજ મેડિકલ સ્ટોરમાં દવાનો સ્ટોક રાખવાનું કામ કરતો હતો. મેડિકલ સ્ટોરનો સંપૂર્ણ વહીવટ કામ કરતો હતો.

સીસીટીવીમાં હરકત શંકાસ્પદ લાગી : એપ્રિલ 2023થી તબીબે મેડિકલ સ્ટોરના કેમેરા ચેક કરતા રાહુલની હરકત શંકાસ્પદ લાગી હતી. જેને પગલે તેમણે સમગ્ર બાબતે ખરાઈ કરતા દવાનો સ્ટોક તેમજ વેચાણ થયેલી દવાના બિલ સરખાવતા તેમાં તફાવત સામે આવ્યું હતું .26 એપ્રિલ 2023 ના રોજ દવા લેવા માટે આવેલ દર્દી જેનું નામ હોય તેના બિલમાં તપાસ કરતા દર્દીના દવાનું બિલ 16,000 બનાવ્યું હતું. જે બાબત સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યું હતું.

કઇ રીતે કરી છેતરપિંડી :રિસેપ્શન ટેબલ ઉપર ફરજ બજાવતા દિવ્યાબેન મકવાણા તેમજ દેવેન્દ્રભાઈ વાઘેલાએ જોયું હતું. રાહુલે જે તે વખતે દર્દીને બિલ આપ્યું ન હતું અને દર્દીને જણાવ્યું હતું કે પછીથી સોફ્ટ કોપીમાં મોબાઇલમાં મોકલી આપીશ એમ તેણે દર્દીને સોળ હજારનું બિલ મોકલ્યું હતું અને આ જ બિલમાં છેડછાડ કરીને 8,000 નું બિલ બનાવી ડોક્ટરને આપ્યું હતું.

અંગત વપરાશ માટે લઇ લીધાં રુપિયા : આ રીતે રાહુલે 19 જાન્યુઆરી 2022 થી 26 એપ્રિલ 2023 સુધીના સમયગાળા દરમિયાન દર્દીઓના દવાઓના બિલો સાથે ચેડાં કરી તેમજ અમુક દવા વગર બિલે બારોબાર વેચી મારી આશરે પાંચ લાખ પચાસ હજાર રૂપિયાની દવા ફરિયાદી ડોક્ટરની જાણ બહાર આપી દીધી હતી. આ સમગ્ર બાબતે રાહુલને પૂછતા તેણે પોતાના અંગત વપરાશ માટે આ રૂપિયા વાપરી નાખ્યા હોય જેથી રૂપિયા પરત આપવાની વાત કરતા બંને વચ્ચે સમજૂતી કરાર થયો હતો.

થાય તે કરી લેવાની ધમકી આપી : તે મુજબ રાહુલે 9 મે 2023 ના રોજ એક લાખ રૂપિયાનો ચેક આપ્યો હતો, બાદમાં બાકી રહેલા પૈસા ટુકડે ટુકડે આપવાની વાત કરી હતી. જો કે તેણે અંતે પૈસા ન આપવાની વાત કરતા અને તબીબને જે થાય તે કરી લેવાની ધમકીઓ આપતા સમગ્ર બાબતને લઈને ડોક્ટરે 4.30 લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. આ મામલે ગુજરાત યુનિવર્સિટી પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

  1. Ahmedabad Crime : PSI જાડેજા બોલું છું, કહીને વેપારી-પોલીસને ચૂનો લગાડ્યો, આરોપીની વાતો સાંભળીને પોલીસ માથું ખંજવાળતી રહી ગઈ
  2. Vadodara Crime News : છેતરપિંડી અને ઠગાઈના ગુનામાં 8 વર્ષથી ફરાર આરોપીને ક્રાઈમબ્રાન્ચે દબોચ્યો
  3. Fraud with 5 Star Hotel : દિલ્હીમાં 603 દિવસ હોટલમાં રોકાયો, બિલ ન ભરીને 58 લાખની હેરાફેરીનો આરોપ

ABOUT THE AUTHOR

...view details