અમદાવાદઃઅમદાવાદ શહેરમાંથી કિન્નરનો ત્રાસ હોવાનું સામે આવ્યું છે. અમદાવાદ એલિસબ્રીજ પોલીસે કિન્નર સામે છેત્તરપિંડીની ફરિયાદ નોંધીને જુદા જુદા સોર્સ આધારિત તપાસ શરૂ કરી છે. અમદાવાદમાં ઠગાઈના અનેક કિસ્સાઓ પોલીસ નોંધાયા છે. પરંતુ એલિસબ્રિજ વિસ્તારમાં એક કિન્નર સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે.
દુઃખ દૂર કરવાની વાતઃ એક ઘરમાં મહીલા તેના સાસુ અને દેરાણી સાથે ઘરે હાજર હતી, તે દરમિયાન ઘરે આવેલ કિન્નરે તેને વિશ્વાસમાં લઇને ઘરના દુઃખ દુર કરવાની લાલચ આપી અને વિધિ કરવાના બહાને રોકડ તેમજ દાગીના લઇને ફરાર થઇ જતા આ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આંબાવાડી વિસ્તારમાં રહેતી એક મહિલાએ એલીસબ્રીજ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે.
આવી હતી ઘટનાઃતારીખ 14મી મેના રોજ તે ઘરે હાજર હતી, તે દરમિયાન સવારના સાડા દશ વાગ્યાની આસપાસ એક કિન્નર તેમના ઘરે આવ્યો હતો. મહિલાએ તેને ચા પીને જવાનું કહીને ઘરમાં બોલાવીને બેસાડ્યા હતા. જ્યાં આ કિન્નરે મહિલાને તેના ઘરમાં બહુ તકલીફો ચાલે છે, તમારા ઘરની વિધિ કરવી પડશે, દરવાજા બંધ કરી દો અને એક ગ્લાસમાં પાણી કંકુ અને ચોખા નાખીને આપો, તેમ કહેતા મહિલા તેની વાતોમાં આવી ગઈ હતી.
આવા નાટક કર્યાઃકિન્નરને મહિલાએ વસ્તુઓ આપતા તેણે ગ્લાસને ઘરમાં ફેરવીને ઘરની નજર ઉતારી દીધી છે. તેમ કહીને તે પાણી જાતે પીને તમારા બધા દુઃખ હું પી ગઈ છું. તેમ જણાવ્યું હતું. કિન્નરે ફરિયાદી પાસે ઘીના પૈસા માગતા ફરિયાદીએ તેને 1100 રૂપિયા આપ્યા હતા. પરંતુ કિન્નરે એક રૂપિયો લઇને બીજા પૈસા પાછા આપ્યા હતા. કહ્યું હતું કે હું તારી પરીક્ષા કરતો હતો. તું માતાજીને પૈસા આપે છે કે નહીં.