અમદાવાદઃઅમદાવાદ ક્રાઈમબ્રાન્ચને એક મોટી સફળતા હાથ લાગી છે. ક્રિકેટ સટ્ટાના જૂગારનો સૌથી મોટો કેસ ક્રાઈમ બ્રાન્ચના હાથે લાગ્યો છે. જેમાં સટ્ટાનો હિસાબ 100-200 નહીં, પરંતુ હજારો કરોડોમાં હોવાનું સામે આવ્યું છે. ગુજરાતના 2 મોટા બૂકી રાકેશ રાજદેવ ઉર્ફે આર આર અને ટોમી પટેલ ઉર્ફે ઊંઝાની સર્કિટ હાઉસમાં એક સિઝનમાં 1,400 કરોડનો સટ્ટો ખેલવામાં આવ્યો હોવાનો ખૂલાસો થયો છે, જેનો હિસાબ ક્રાઈમ બ્રાન્ચના હાથે લાગ્યો છે.
આ પણ વાંચોખેતમજૂરોને ખેલાડી બનાવી IPL જેવી ટુર્નામેન્ટ યોજી, રશિયામાં રમાડ્યો કરોડોનો સટ્ટો
ભારતમાં સટ્ટો ગેરકાયદેસર છતાં રમાય છેઃ ક્રિકેટ હોય કે પછી અન્ય કોઈ ગેમ તેના ઉપર સટ્ટા લાખો કરોડો રૂપિયાની રકમના લાગતી હોય છે, પરંતુ ભારતમાં સટ્ટો રમવો એ ગેરકાયદેસર હોવાથી તેની સામે સતત કાર્યવાહી કરવામાં આવતી હોય છે. શહેર પોલીસ અવારનવાર નાનામોટા સટ્ટોડિયાઓની ધરપકડ કરીને કાર્યવાહી કરતી હોય છે, પરંતુ અમદાવાદ શહેર ક્રાઈમબ્રાન્ચના હાથે મોટો કેસ લાગ્યો છે.
દુબઈથી ચાલે છે નેટવર્કઃ ખાસ કરીને બૂકીઓ દ્વારા ડમી એકાઉન્ટ બનાવીને એપ્લિકેશન સાથે તેને કરીને એકાઉન્ટમાં રૂપિયા જમા કરવામાં આવે છે અને ગુજરાતમાંથી હવાલા દ્વારા ટ્રાન્ઝેક્શન કરીને રોજના 5થી 7 કરોડ એક લાઈનના હોય જે અલગઅલગ બુકીના હોય છે અને બુકીઓ હંમેશા ફાયદામાં જ રહેતા હોય છે. રિકવરી એજન્ટ પણ આ સટ્ટાથી કરોડો રૂપિયા કમાતા હોય છે. તેઓ દ્વારા નાનામાં નાના દેશની પણ ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડવામાં આવતો હોય છે, જેમાં સેશન, રન, હારજીત પર સટ્ટો રમાડવામાં આવે છે. ખાસ કરીને બૂકી દ્વારા દુબઈથી સમગ્ર નેટવર્ક ચલાવવામાં આવતું હોય છે.