ગુજરાત

gujarat

ETV Bharat / state

રથયાત્રા પહેલા અમદાવાદમાંથી હથિયાર સાથે ઝડપાયા 3 શખ્સ, ક્યાં કરવાના હતાં ઉપયોગ - રથયાત્રા

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે દેશી હથિયાર સાથે 3 (Ahmedabad Crime Branch) લોકોની ધરપકડ કરી હતી. ક્રાઈમ બ્રાન્ચે બાતમીને આધારે(Home made weapons) વેજલપુરમાંથી 3 આરોપીને 4 નંગ દેશી બનાવટી પિસ્તોલ અને 516 નંગ કાર્ટીઝ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. આ ત્રણેય આરોપી રાજકોટ અને બોટાદ પહોંચાડે તે પહેલાં જ દેશી હથિયાર સાથે ધરપકડ કરી હતી.

રથયાત્રા પહેલા અમદાવાદમાંથી હથિયાર સાથે ત્રણ આરોપીની ધરપકડ, હથિયારનો ઉપયોગ કયા કરવાનો હતો?
રથયાત્રા પહેલા અમદાવાદમાંથી હથિયાર સાથે ત્રણ આરોપીની ધરપકડ, હથિયારનો ઉપયોગ કયા કરવાનો હતો?

By

Published : May 27, 2022, 8:58 PM IST

Updated : May 27, 2022, 9:31 PM IST

અમદાવાદઃશહેરમાં નેતાઓ આવી રહ્યા છે સાથે ક્રિકેટ મેચ યોજાય (Ahmedabad Crime Branch) રહી છે. આ સાથે રથયાત્રા નીકળવાની છે. ત્યારે અમદાવાદ શહેર પોલીસ દ્વારા સઘન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા દેશી હથિયાર સાથે ત્રણ લોકોની ધરપકડ કરી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બાતમીને આધારે વેજલપુમાંથી 3 આરોપીને 4 નંગ દેશી બનાવટી (Home made weapons) પિસ્તોલ અને 516 કાર્ટીઝ નંગ સાથે ઝડપી પાડવામાં આવ્યાહતા.

આરોપીની ધરપકડ,

આ પણ વાંચોઃમહારાષ્ટ્રનો વોન્ટેડ આરોપી દેશી રિવોલ્વર સાથે સુરતથી ઝડપાયો

મધ્યપ્રદેશથી લાવ્યા હતા હથિયાર -ક્રાઈમ બ્રાન્ચને પૂછપરછમાં(Ahmedabad weapons seized) જાણવા મળ્યું હતું કે પકડાયેલા આરોપી મોહમદ સાજીદ ઉર્ફે લાલા, મોહમદ મહેબૂબ ઉર્ફે આરીફ અને મોહમદ ઇદરીશ ઉર્ફે આ ત્રણેય આરોપી મધ્યપ્રદેશથી હથિયાર લાવીને પોતાના નિવાસસ્થાન વેજલપુરમાં મુક્યા હતા. ક્રાઈમ બ્રાન્ચે બાતમીને આધારે આ ત્રણેય આરોપી રાજકોટ અને બોટાદ હથિયાર પહોંચાડે તે પહેલાં જ દેશી હાથ બનાવટ પીસ્ટલ નંગ 4 કાર્ટીઝ બોક્ષ નંગ 21( કાર્ટીઝ નંગ 420) અને છુટક કાર્ટીઝ નંગ 96 સાથે ધરપકડ કરી હતી.

સાબરમતી જેલમાં હતો ત્યારે ઓળખાણ થઈ હતી -ઇદરીશ ઉર્ફે ઇદૂ જ્યારે પોતાના આગાઉ કેસમાં સાબરમતી સેન્ટ્રલ જેલમાં સજા ભોગવતો હતો તે દરમિયાન રાજકોટ અને બોટાદ બાજુના કેદીઓ સાથે ઓળખાણ થઈ હતી. આ હથિયાર રાજકોટ અને બોટાદ મોકલવાના હતા.

આ પણ વાંચોઃવડોદરામાં મારક હથિયારો ભરેલી બે વૈભવી ગાડી સાથે ત્રણની ધરપકડ

ક્રાઈમ બ્રાન્ચે 2,23,800નો મુદ્દમાલ જપ્ત કર્યો -ક્રાઈમ બ્રાન્ચે પકડાયેલા ત્રણ આરોપી પાસેથી દેશી બનાવટ પિસ્તોલ નંગ 4 જેની કિંમત 1 લાખ 50 હજાર કાર્ટીઝ નંગ 516 કિંમત 52,600 સાથે મોબાઈલ 8500 અને રોકડ કિંમત 12,500 એમ કુલ મળીને 2,23,800નો મુદ્દમાલ કબ્જે કર્યો હતો.

Last Updated : May 27, 2022, 9:31 PM IST

ABOUT THE AUTHOR

...view details