ગુજરાત

gujarat

ETV Bharat / state

ગાંધીનગરની કુરિયર ઓફિસમાંથી ચોરી કરતી ગેંગ અમદાવાદથી ઝડપાઇ, મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ

કુરિયર કંપનીમાં નોકરી કરતાં આવેલા કિમતી માલસામાનની ચોરી કરી લેનારી ટોળકી પકડાઇ છે. અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના પેટ્રોલિંગ દરમિયાન પકડાયેલા આ ચારેય આરોપી પાસેથી 14 મોબાઇલ ફોન સહિતની કુલ 4,00,500 વસ્તુઓ કબજે લેવામાં આવી હતી.

ગાંધીનગરની કુરિયર ઓફિસમાંથી ચોરી કરતી ગેંગ અમદાવાદથી ઝડપાઇ, શી હતી મોડસ ઓપરેન્ડી જૂઓ
ગાંધીનગરની કુરિયર ઓફિસમાંથી ચોરી કરતી ગેંગ અમદાવાદથી ઝડપાઇ, શી હતી મોડસ ઓપરેન્ડી જૂઓ

By ETV Bharat Gujarati Team

Published : Dec 16, 2023, 3:02 PM IST

અમદાવાદ : અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે ગાંધીનગર ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનની ચોરીની ઘટના ઉકેલી લીધી છે. કુરિયરની ઓફિસમાંથી પાર્સલ, 14 મોબાઇલ ફોન અને અન્ય વસ્તુઓની ચોરી કરનારા ચાર ઈસમોની ધરપકડ કરી હતી. તેમની પાસેથી મળી આવેલી વસ્તુઓની કુલ કિંમત રૂ. 4,00,500 છે.

પેટ્રોલિંગમાં પોલીસને હાથે લાગ્યાં : અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઇમબ્રાંચના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એચ.સિંધવની ટીમના પો.સ.ઈ. પી.બી.ચૌધરી તથા સ્ટાફના માણસો સાથે તા. 12/12/2023ના રોજ અમદાવાદ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતાં. તે દરમ્યાન પો.કો.રમેશકુમાર હિરદેરામ, પો.કો.દર્શનસિંહ પ્રવીણસિંહને મળેલ ચોક્ક્સ બાતમીના આધારે કુરિયરની ઓફિસમાંથી પાર્સલોની ચોરી કરતા 4 આરોપીને ઝડપી લીધાં હતાં.

અમદાવાદ હાંસોલ ત્રણ રસ્તા પાસેથી પકડાયા : ચોરીના ગુનામાં પકડાયેલા આ ચાર ઈસમોમાં મયંક ઉર્ફે મુન્નો સ/ઓ રજનીકાંત માનસિંહ સુવેરા રહે: નારાયણનગર સોસાયટી, એચ.પી.પેટ્રોલપંપની પાછળ, વાવોલ ગામ, તા.જી.ગાંધીનગર, શીવરાજ સ/ઓ રવિ મહાદેવ હુરણે રહે: બી/202, સુહાસની હોમ્સ, પ્લોટ નં.220, કુડાસણ ગામ, તા.જી.ગાંધીનગર, કેતન ઉર્ફે બીટુ સ/ઓ અમરસિંહ ઉમેદસિંહ ઠાકોર રહેવાસી 73, ઉમીયાનગર સોસાયટી, રઘુનાથ સ્કુલની પાછળ, બાપુનગર, અમદાવાદ શહે અને રોહીત સ/ઓ છનાજી કાડાજી ઠાકોર રહે ડભોડા ગામ, ફુલજી વાડા, તા.જી.ગાંધીનગરમાં રહે છે. તમામનેે અમદાવાદ હાંસોલ ત્રણ રસ્તા રોડ પાસે ઝડપી લીધા છે.

આરોપીઓ પાસેથી શું મળ્યું : તમામ આરોપી પાસેથી અલગ અલગ કંપનીના 14 મોબાઈલ ફોન 1 મીનીપેડ, ડિજિટલ ઘડીયાળ-01, ઈયર બર્ડસ-4 મળી કુલ રૂપિયા. 4,00,500ની કિંમતનો મુદ્દામાલ મળી આવતા તે કબ્જે કરવામાં આવ્યો છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. આ આરોપીઓના પકડાવાથી ગાંધીનગર ઈન્ફોસીટી પો.સ્ટે ખાતે પાર્ટ એ ગુ.ર.નં. 11216011230532/2023 ઈ.પી.કો કલમ 380 મુજબનો ગુનો ઉકેલાઇ ગયો છે.

આરોપીઓની કબૂલાત: પોલીસની પૂછપરછ દરમિયાન આરોપીઓની મોડસ ઓપરેન્ડી બહાર આવી હતી. પકડાયેલ ચારેય આરોપીઓ પૈકી મયંક ઉર્ફે મુન્નો, કેતન ઉર્ફે બીટુ, રોહીત કુરિયર બોય તરીકે તથા આરોપી શીવરાજ મેનેજર તરીકે કામ કરતાં હતાં. એ રીતેના ચારેય જણા ગાંધીનગર કુડાસણ સિલીકોન વેલીમાં એનટેક્ષ ટ્રાન્સપોર્ટેશન સર્વિસ નામની ફલીપકાર્ડની ઓફિસમાં નોકરી કરતા હતાં. ઓગસ્ટ 2023થી નવેમ્બર-2023સુધીમાં આ કુરિયર ઓફિસમાં ફલીપકાર્ડ કંપનીમાં કસ્ટમરોએ ઓનલાઈન ખરીદી કરેલા મોબાઈલ ફોન તથા અન્ય ચીજવસ્તુના પાર્સલ આવતા હોય તેમાંથી પાર્સલો પૈકી કેટલાક પાર્સલો મશીનમાં સ્કેન કર્યા વગર ચોરી કરી ઘરે લઈ જતાં હતાં. તેઓની પાસેથી મળી આવેલ અલગ અલગ કંપનીના 14 મોબાઈલ ફોન 1 મીનીપેડ, ડિજિટલ ઘડીયાળ-01, ઈયર બર્ડસ-4 મળી કુલ રૂપિયા. 4,00,500નો મુદ્દામાલ એનટેક્ષ ટ્રાન્સપોર્ટેશન સર્વીસ પ્રા.લિ ઓફિસમાંથી ચોરી કરેલ પાર્સલોમાંથી મળી આવેલ તે પૈકીના હોવાની કબૂલાત પણ આપી છે. અમદાવાદ પોલીસ દ્વારા પકડાયેલા આરોપીઓએ આ સિવાય અન્ય આવા પ્રકારના ગુનાઓ આચરેલ છે કે કેમ તે બાબતે સઘન પૂછપરછ સહતિની તપાસ ચાલુ છે.

  1. Cybercrime : ટેલીગ્રામ એપથી ઇન્વેસ્ટમેન્ટ અને રેટિંગના બહાને છેતરપિંડી કરતી ટોળકી સાયબર ક્રાઇમ પોલીસના સકંજામાં
  2. સુરતમાં સામે આવ્યો સજ્જન ચોર, બાઈક ચોરીના ભોગ બનેલા વ્યક્તિના એક મેસેજે કર્યું ચોરનું હૃદય પરિવર્તન

ABOUT THE AUTHOR

...view details