ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad Crime: પરાણે ન થાય પ્રેમ, સંબંધ કેમ નથી રાખતી એવું કહી કર્યો ગળામાં ઘા - murder case file in gomtipur police station

થોડા સમય પહેલા સુરત શહેરમાં ગ્રીષ્મા વેકરીયા નામની યુવતીની ફેનીલ ગોયાણી નામના યુવકે એક તરફી પ્રેમમાં જાહેરમાં કરેલી હત્યા જેવી જ એક ઘટના અમદાવાદ શહેરમાં બનવા પામી છે. જેમાં એક તરફી પ્રેમમાં પાગલ થયેલા યુવકે પરિણીત મહિલાને પોતાની સાથે પ્રેમ સંબંધ ન રાખતી હોવાની અદાવત રાખી જાહેરમાં છરીથી ગળા ઉપર અને શરીરના અનેક ભાગો ઉપર હત્યા કરવાના ઇરાદે જીવલેણ હુમલાઓ કર્યા છે.

Ahmedabad Crime: પરાણે ન થાય પ્રેમ, સંબંધ કેમ નથી રાખતી એવું કહી ગળામાં ઘા
Ahmedabad Crime: પરાણે ન થાય પ્રેમ, સંબંધ કેમ નથી રાખતી એવું કહી ગળામાં ઘા

By

Published : Apr 4, 2023, 2:23 PM IST

અમદાવાદ: આજના સમયમાં એવું કહેવું ખોટું નથી કે પ્રેમ આંધળો હોય છે. જી હા કેમકે સમાજમાં અવાર-નવાર એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જેના કારણે યુવાનો મોતને એકબિજા પર ઓઢાડી દે છે. છેલ્લા એક વર્ષમાં એવા કિસ્સાઓ વધી ગયા છે. જેમાં એક તરફી પ્રેમમાં પ્રેમી કરતા મોતને વહાલું કરાવે.આવો જ બનાવ અમદાવાદમાં ફરી બન્યો છે. ગોમતીપુર વિસ્તારમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવકે પરિણીતાને પોતાની સાથે પ્રેમ સંબંધ ન રાખતી હોવાથી જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. જે મામલે ગોમતીપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડની કાર્યવાહી તેજ કરી છે.

સમગ્ર મામલે ફરિયાદ:અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં સોમનાથ નાગરદાસની ચાલી ખાતે રહેતા વિનોદ વૈશ્ય નામના યુવકે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી છે. ત્રીજી એપ્રિલના રોજ સાંજના સમયે ફરિયાદીને તેના પિતાએ જણાવ્યું હતું કે તેની કાકીને ચાલીમાં રહેતા રાકેશ રામ સ્વરૂપ મહાવરે ચપ્પુ માર્યું છે. જેથી ફરિયાદી કાકીના ઘરે ગયા હતા અને ત્યાં જઈને જોતા તેઓના કાકી લોહી લુહાણ હાલતમાં નીચે પડ્યા હતા. તેઓને ગળાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી. જેથી 108 મારફતે તેઓએ કાકીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

આ પણ વાંચો Ahmedabad Crime : ઉછીના પૈસા પરત માંગતા શખ્સે વેપારી પર જાનથી મારી નાખવાનો કર્યો પ્રયાસ, જૂઓ CCTV

હત્યાના પ્રયાસની ફરિયાદ:જે બાદ મહિલાએ બુમાબૂમ કરતા આજુબાજુના માણસો આવી જતા રાકેશ મહાવર ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર મામલે અંતે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં રાકેશ રામસ્વરૂપ મહાવર નામના યુવક સામે હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો દાખલ કરીને આરોપીની ધરપકડની પ્રક્રિયા હાથ ધરી છે. આ અંગે ગોમતીપુર પોલીસ સ્ટેશનના PI એ.જે પાંડવે Etv ભારત સાથે ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે આ ગુના સંદર્ભે હત્યાના પ્રયાસની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

આ પણ વાંચો Ahmedabad Crime: ઘરેલું ગેસ સિલિન્ડરમાંથી કોમર્શિયલ સિલિન્ડરમાં ગેસ રિફિલ કરી સિલિન્ડર વેચતુ ગોડાઉન ઝડપાયું

બે ઘા માર્યા:હોસ્પિટલમાં ફરિયાદીએ કાકીને આ ઘટના વિશે પૂછતાં કાકીએ જણાવ્યું હતું કે સાંજના સમયે તેઓ ચાલીમાથી નરેન્દ્ર મહાવરના ઘર આગળથી પસાર થતા હતા તે વખતે રાકેશ રામ સ્વરૂપ મહાવર તેઓની પાસે આવ્યો હતો અને મારી સાથે પ્રેમ સંબંધ કેમ રાખતી નથી, તેવું કહીને તેની પાસેના ચપ્પુ જેવા હથિયારથી તેઓને જાનથી મારી નાખવાના ઇરાદે ગળાના ભાગે તેમજ દાઢીના ભાગે એમ બે ઘા મારી દીધા હતા જે બાદ મહિલા ભાગવા જતા આરોપીએ તેને બરડાના ભાગે બીજા બે ઘા માર્યા હતા.

ABOUT THE AUTHOR

...view details