અમદાવાદ: રાજયમાં સતત ક્રાઇમના દરમાં વધારો થઇ રહ્યો છે. જેમાં ગુજરાતમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં ક્રાઇમનો આ દર સતત વધી રહ્યો છે. જોકે બીજી બાજુ પોલીસ પણ આ ક્રાઇમનો રોકવા માટે સતત પ્રયત્ન કરી રહી છે. સમાજમાં અનેક પ્રેમ પ્રકરણ સામે આવતા હોય છે. પરંતુ અંહિયા તો પુર્વ પતિએ રહી રહીને બદલો વાળ્યો તેવો કિસ્સો સામે આવ્યો છે.
પત્ની સાથે આડાસંબંધ ધરાવનાર યુવક પર પતિએ કર્યું ફાયરિંગ, પોલીસે કરી ધરપકડ લગ્નેતર સંબંધો:અમદાવાદના નિકોલમાં રહેતા 42 વર્ષીય પ્રવીણ પટેલે આ મામલે ફરિયાદ નોંધાવી છે. થોડા વર્ષ પહેલા તેઓના ફ્લેટમાં દિનેશ આહીર પરિવાર સાથે રહેવા આવ્યા હતા. ત્યારે તેમનો સંપર્ક દિનેશ આહીર સાથે થયો હતો. જે બાદ દિનેશ આહીરની પત્ની સાથે મિત્રતા થતા બંને વચ્ચે લગ્નેતર સંબંધો બંધાયા હતા. જોકે થોડા સમય બાદ આ અંગે આરોપી દિનેશ અહીરને જાણ થઇ જતા તેને નિકોલમાંથી ફ્લેટ ખાલી કરી અન્ય જગ્યાએ રહેવા જતો રહ્યો હતો. જોકે બાદમાં પણ તેની પત્નીના ફરિયાદી પ્રવીણ પ્રજાપતિ સાથેના સંબંધો હોવાની બાબતને લીધે તે પત્ની અને બાળકો સાથે સુરત જતો રહ્યો છે.
આ પણ વાંચો Ahmedabad Crime : 17 વર્ષીય સગીરા સાથે છેડતી કરનાર ઝડપાયો, ભાજપમાં પ્રમુખ હોવાની ચર્ચા
પાછળથી ફાયરિંગ થયું: 6 વર્ષ અગાઉ ઘર ખાલી કરીને દિનેશ આહીર ત્યાંથી નીકળી તો ગયા હતા, પરંતુ શુક્રવારે રાતે પ્રવીણ પ્રજાપતિ તેમના ફ્લેટની નીચે પાનનાં ગલ્લે મસાલો ખાવા ગયા ત્યારે તેમના પર પાછળથી ફાયરિંગ થયું હતું. જ્યારે પ્રવીણભાઈએ પાછળ જોયું તો રિવોલ્વર વડે દિનેશ આહીર ફાયરિંગ કરી રહ્યો હતો. જેથી આસપાસના લોકો પણ ભેગા થઈ ગયા હતા અને પ્રવીણ પ્રજાપતિને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
પત્ની સાથે આડાસંબંધ ધરાવનાર યુવક પર પતિએ કર્યું ફાયરિંગ આ પણ વાંચો Ahmedabad Crime : ચોકલેટી ચોરને જોઈને પોલીસ ચોંકી ઉઠી, લાખોના સામાન સાથે મહિલાની કરી ધરપકડ
આરોપીની વધુ તપાસ: હાલ તો આ સમગ્ર મામલે નિકોલ પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. આરોપીની તપાસમાં સામે આવ્યું કે તે હથિયાર 10 વર્ષ પહેલા ઉત્તરપ્રદેશના મિત્ર પાસેથી લાવ્યો હતો. આ અંગે નિકોલ પોલીસે આરોપીની વધુ તપાસ શરૂ કરી છે. આ અંગે નિકોલ પોલીસ સ્ટેશનના પી.આઈ કે.ડી જાટે જણાવ્યું હતું કે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપીની વધુ તપાસ હાથ ધરાઈ છે.