છેડતીના આરોપી યુવકની ધરપકડ અમદાવાદ : અમદાવાદમાં કાગડાપીઠ પોલીસ સ્ટેશન હદમાં આવતા ભુલાભાઈ પાર્ક નજીક છેડતી કરનાર રોમિયોને વિદ્યાર્થિનીઓએ જ ટીચી નાંખ્યો હતો. રોમિયોની હરકતોથી ત્રાસીને વિદ્યાર્થિનીઓ જાહેરમાં રોમિયોની પટ્ટાથી ફટકાર્યો હતો, જોકે આસપાસના લોકો મૂક પ્રેક્ષક બનીને ઘટનાને જોઈ રહ્યા હતાં. આ ઘટના સમયનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.ત્યારે કાગડાપીઠ પોલીસે છેડતી કરનાર રોમિયો સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.
આરોપી યુવક સામે છેડતીની કલમો હેઠળ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરવામાં આવી છે, તે બહેરામપુરા વિસ્તારમાં રહે છે અને રખડતું ભટકતું જીવન ગુજારે છે. હાલ આરોપીની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે...જી.જે રાવત(કાગડાપીઠ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ PI)
આરોપીનું નામ વિજય સરકટે : આ મામલે બહેરામપુરાના વિજય સરકટે નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. આરોપીની ગંદી હરક્તની સજા એક સ્કૂલની વિદ્યાર્થીનીએ આપી છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોમાં એક સગીરવયની વિદ્યાર્થીની રોમિયોની જાહેરમાં પટ્ટાથી માર મારી સબક શીખવાડતી જોવા મળી રહી છે.
શું હતી ઘટના : ઘટના એવી છે કે આ સગીરા સ્કૂલ જવા નીકળી ત્યારે રોમિયો વિજય તેનો પીછો કરીને આઈ લવ યુ કહીને શારીરિક અડપલાં કર્યા હતા. જેથી વિદ્યાર્થીનીએ જાહેરમાં આરોપી વિજયને ફટકાર્યો હતો. આ સમયે આસપાસના લોકો મૂક પ્રેક્ષક બનીને જોતા રહ્યાં જ્યારે વિદ્યાર્થિનીઓએ તેને ફટકારીને સબક શીખવાડ્યો હતો. આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો તેને આધારે કાર્યવાહી કરી રોડ રોમિયોને પકડીને કાગડાપીઠ પોલીસ સ્ટેશન લઈ જઇ પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.
બેકાર અને રખડુ આરોપી : પકડાયેલ રોમિયો વિજય સરકટે બેકાર અને રખડતું જીવન ગુજારે છે. આરોપી છેલ્લા 2 દિવસથી વિદ્યાર્થિનીની છેડતી કરી રહ્યો હતો. શુક્રવારે તેણે સગીરાને ગિફ્ટ આપી શારીરિક અડપલાં કરી હદ વટાવી હતી. આરોપીની આવી સતામણીથી ત્રસ્ત રોમિયો વિજયને જાહેરમાં ફટકાર્યો હતો. રોમિયોને સગીરા દ્વારા માર મારતા જોઈને મહિલાઓ અને અન્ય વિદ્યાર્થિની પણ આવી ગઈ હતી. આરોપી અન્ય વિદ્યાર્થિનીઓની પણ છેડતી કરતો હોવાનું જાણવા મળ્યું છે. કાગડાપીઠ પોલીસે આરોપીની ધરપકડ કરીને તેનું મેડિકલ તપાસ કરીને કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
વિદ્યાર્થિનીની હિમતને દાદ આપતી પોલીસ : રોમિયોને જાહેરમાં ફટકારનાર આ વિદ્યાર્થિનીએ ખુદ પોતાનું રક્ષણ કર્યું છે અને આવા રોમિયોથી ડરવાના બદલે નીડર થઈને સામનો કરીને અન્ય પીડિત વિદ્યાર્થિનીઓ માટે ઉદાહરણ પૂરું પાડ્યું છે. હાલમાં કાગડાપીઠ પોલીસે પોકસો અને છેડતી હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
- Vadodara Crime: રોમિયોગીરી પડી ભારે, વડોદરાની શી ટીમે આપ્યો મેથીપાક
- કિશોરી પર હુમલો કરનારને ગામલોકોએ આપ્યો મેથીપાક, વીડીયો થયો વાયરલ
- યુવતીએ ભીડની વચ્ચે બદમાશને મેથીપાક ચખાડ્યો, જાણો કારણ...