અમદાવાદ : અમદાવાદના સરદારનગર પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા હત્યાના ગુનાનો ભેદ ઉકેલાયો છે. આ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગુનામાં સામેલ આરોપીને કાલુપુર રેલવે સ્ટેશન પરથી પકડી પાડ્યો છે. આરોપી હત્યા કર્યા બાદ મુંબઈ ફરાર થઈ ગયો હતો અને ત્યાંથી પરત આવતા જ તેને ઝડપીને તપાસ શરૂ કરવામાં આવી છે.
આ કેસમાં કુલ 4 લોકો સામે ગુનો નોંધાયો હતો, જેમાં એક આરોપીને સરદારનગર પોલીસે ઝડપ્યો હતો, જ્યારે આ આરોપીને ક્રાઈમબ્રાંચે પકડી પાડ્યો છે. હાલ અન્યની તપાસ ચાલુ છે...પી.વી. ગોહિલ(પીઆઈ, સરદારનગર પોલીસ સ્ટેશન)
પાડોશીઓ વચ્ચે તકરાર : અમદાવાદના સરદારનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા કુબેરનગરમાં આરોપી કાળુભાઈ કેશાજી પત્ની સાથે રહેતો હતો. તેની પાડોશમાં રહેતા ભરત પરમાર તેની પત્ની સાથે ટેલિફોનિક વાતચીત કરતા અગાઉ પકડાયો હતો. જેના કારણે બંને પરિવારના સભ્યો વચ્ચે ઝઘડો થતાં સમાજની પંચાયત બેસાડી બંને પક્ષોએ સમાધાન કર્યું હતું અને ભરત પરમાર અન્ય જગ્યાએ રહેવા માટે જતો રહ્યો હતો.
લોખંડની પાઇપ લાકડી ચપ્પા વડે ગંભીર ઇજાઓ : જે બાદ પાંચ જૂન 2023 ના રોજ ભરત પરમાર તેમજ તેના પરિવારના સભ્યો તેના જૂના ઘરે આવ્યા હતાં. તે વખતે આરોપી અને તેના ઘરના સભ્યોએ ફરિયાદીને મકાન નહીં ખોલવા બાબતે ગાળો આપી લોખંડની પાઇપ લાકડી ચપ્પા વડે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી અને ત્યાંથી ફરાર થઈ ગયા હતાં.
8 જૂને યુવકનું મોત થયું હતું : આ ઘટનામાં ફરિયાદીના કાકાના દીકરા ગોપી પરમાર નામના યુવકને માથામાં ગંભીર ઇજાઓ તથા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં આઠમી જૂનના રોજ તેનું મોત નીપજ્યું હતું. જે અંગે સરદારનગર પોલીસ મથકે હત્યા અને હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો.
- Ahmedabad Crime : મેમ્કોમાં જૂની અદાવતમાં યુવકની હત્યા, આરોપીઓ અને મૃતક બંનેનો ગુનાહિત ઇતિહાસ
- Ahmedabad Crime News : અમદાવાદના સોલા રિંગરોડ વિસ્તારમાં માથામાં સળિયો ફટકારી એક યુવકની હત્યા કરવામાં આવી
- Ahmedabad crime news: પાલડીમાં કાર ચઢાવી યુવકની હત્યા કરનાર આરોપી ઝડપાયો