ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad Crime : સરખેજમાં ભિક્ષુકવૃત્તિ કરાવવા નશાખોરોએ 4 વર્ષની બાળકીનું અપહરણ કર્યું, આ રીતે પોલીસ પહોંચી આરોપીઓ સુધી - આરોપીઓ

સાણંદ ચોકડી પાસેથી બાળકીના અપહરણ કેસમાં પકડાયેલા બે આરોપીઓ બાળકી પાસે ભિક્ષુકવૃત્તિ કરાવવાના હતા કે કેમ તે અંગે સરખેજ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. મહત્વનું છે કે આરોપીઓ દારૂના નશામાં બાળકીનું અપહરણ કરી લઈ ગયા હતાં અને બાદમાં વિરમગામ પાસે ઉતારીને ફરાર થઇ ગયાં હતાં.

Ahmedabad Crime : સરખેજમાં ભિક્ષુકવૃત્તિ કરાવવા નશાખોરોએ 4 વર્ષની બાળકીનું અપહરણ કર્યું, આ રીતે પોલીસ પહોંચી આરોપીઓ સુધી
Ahmedabad Crime : સરખેજમાં ભિક્ષુકવૃત્તિ કરાવવા નશાખોરોએ 4 વર્ષની બાળકીનું અપહરણ કર્યું, આ રીતે પોલીસ પહોંચી આરોપીઓ સુધી

By

Published : Jun 10, 2023, 5:40 PM IST

અમદાવાદ : અમદાવાદના સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતી સાણંદ ચોકડી પાસેથી બાળકીના અપહરણ કેસમાં પોલીસે પકડાયેલા બંને આરોપીઓની તપાસ શરૂ કરી છે. મહત્વનું છે કે આરોપીઓ દારૂના નશામાં બાળકીનું અપહરણ કરી લઈ ગયા હોવાની પણ હકીકત સામે આવી છે, ત્યારે તેઓ બાળકી પાસે ભિક્ષુક પ્રવૃત્તિ કરાવવાના હતા કે કેમ તે દિશામાં પણ પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

બાળકી ગુમ થવા અંગે ફરિયાદ : છૂટક મજૂરી કરનાર યુવક પોતાના બે બાળકો સાથે સાણંદ ચોકડી પાસે ઉભો હતો, તે સમયે તે બાળકોને ત્યાં ઉભા રાખી શૌચાલય તરફ ગયો અને પરત ફરતા એક બાળક હાજર હતું જ્યારે ચાર વર્ષની દીકરી હાજર ન હતી. જેથી તેને શોધવાનું શરૂ કર્યું હતું. અંતે બાળકી ન મળી આવતા સમગ્ર મામલે સરખેજ પોલીસ મથકે બાળકી ગુમ થવા અંગે ફરિયાદ કરવામાં આવી હતી.

ફરિયાદીની ફરિયાદ મળતા જ સરખેજ પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતની ટીમે અલગ અલગ રીતે તપાસ શરૂ કરી હતી અને ગણતરીના કલાકોમાં બાળકીને શોધીને ગુનામાં સામેલ બંને યુવકોની ધરપકડ કરી છે. યુવકોએ બાળકીનું અપહરણ કયા કારણોસર કર્યું અને તેઓ અગાઉ કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં સંકળાયેલા છે કે કેમ તે તમામ દિશામાં તેઓની સરખેજ પોલીસે તપાસ શરૂ કરી છે. બાળકીને ભિક્ષુકવૃત્તિના ઈરાદે અપહરણ કરી લઈ જવામાં આવી હતી. જોકે આરોપીઓ પોલીસથી ડરી જતા તેને વિરમગામ મૂકીને ફરાર થઇ ગયા હતાં...એસ.ડી. પટેલ (ACP, એમ ડિવિઝન, અમદાવાદ)

આરોપીઓ સાળા બનેવી છે: બાદ સરખેજ પોલીસે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી અને ઘટના સ્થળ નજીકના સીસીટીવી ફૂટેજમાં શંકાસ્પદ આરોપીઓ બાળકીને લઈને પસાર થઈ રહ્યા હોય તે દ્રશ્ય જોવા મળ્યું હતું. જે બાદ પોલીસને આરોપીઓ અંગે ભાળ મળી હતી કે તેઓ ધ્રાંગધ્રા અને હળવદ તરફથી આગળ ગયા છે, જેથી પોલીસે તપાસ કરી બાળકીને વિરમગામ પાસેથી શોધી લીધી હતી. આ મામલે પોલીસે ગુનામાં સામેલ બંને વ્યક્તિઓની પણ ધરપકડ કરી છે જે સાળા બનેવી હોવાનું સામે આવ્યું છે.

અપહરણ કરવામાં સામેલ : આરોપીમાં અરવિંદ ચૌહાણ અને સરમન વાઘેલાની ધરપકડ કરવામાં આવી છે. તેઓએ જ સાણંદ બ્રિજ નજીકથી બાળકીનું અપરણ કર્યું હતું અને તેને રિક્ષામાં લઈને ફરાર થઈ ગયા હતા. આરોપી અરવિંદ ચૌહાણ કચ્છનો રહેવાસી છે જ્યારે સરમન વાઘેલા મોરબીનો રહેવાસી છે. બંને સાવરણી બનાવવાના ધંધા માટે અમદાવાદ આવ્યા હોવાની હકીકત સામે આવી છે. બંને સરખેજ નજીક ફૂટપાથ પર રહીને તેઓ સાવરણી બનાવીને વેચવાનું કામ કરતા હતાં.

માનવ તસ્કરી મામલે સઘન તપાસ: બાળકી પણ પોતાના પરિવાર સાથે ફૂટપાથ પર રહેતી હોઇ તેની ભીખ મંગાવવાના ઇરાદે નશામાં ધૂત આરોપીઓ લઈ ગયા હતાં. પરંતુ પોલીસના ડરથી બાળકીને છોડી મૂકી હતી. હાલ તો આ સમગ્ર મામલે પકડાયેલા આરોપીએ ખરેખર કયા ઉદ્દેશ્યથી બાળકીનું અપરણ કર્યું હતું અને તેઓ માનવ તસ્કરી મામલે સામેલ છે કે કેમ તે દિશામાં તેઓની પૂછપરછ શરૂ કરી છે.

  1. પાલનપુરમાં મહિલાએ બાળકીનું કર્યું અપહરણ, સોશિયલ મીડિયાથી બાળકીના અપહરણનો થયો પર્દાફાશ
  2. Ahmedabad Crime News : 13 માસના બાળકના અપહરણની જાણ થતાં પોલીસનો જીવ તાળવે ચોટ્યા, કેવી રીતે બચાવ્યો જૂઓ
  3. Ahmedabad Crime : પ્રેમસબંધમાં ભાઈએ ભાઈનું અપહરણ કરીને રાજસ્થાનમાં ઢોર માર માર્યો

ABOUT THE AUTHOR

...view details