અમદાવાદ : નવા વાડજમાં મફતમાં હેન્ડસ ફ્રી નહીં આપવા બાબતે દુકાનના માલિકના માથામાં લોખંડનો સળિયો ફટકારનાર આરોપીને એડિશનલ સેશન્સ જજ સાંરગા વ્યાસએ ગુનેગાર ઠરાવીને 10 વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે. કોર્ટે નોંધ્યુ છે કે, આરોપી સામે ગંભીર ગુનો પુરવાર થયો છે. આવા ગુનાને હળવાશથી લઈ શકાય નહીં અને સમાજમાં દાખલો બેસાડવા માટે આરોપીને કડકમાં કડક સજા ટકારવી ન્યાયહિતમાં જરૂરી છે.
આ પણ વાંચોઃGodrej Garden City Fire Accident: ઈડન બ્લોકમાં ચોથા માળે આગ, મહિલાનું મૃત્યું
હેન્ડ્સફ્રી માટે થઈ હત્યા :જગાભાઈ ઉર્ફે જગદીશ છનાભાઈ પરમારે 24 ફેબ્રુઆરી 2017ના રોજ લોખંડના સળિયો દુકાનના માલિક અનિલ રામતેજ ચોરસિયાના માથે મારીને ગંભીર ઈજા પહોંચાડી હતી. આબનાવઅંગે વાજ્ર પોલીસ મથકમાં હત્યાના પ્રયાસની ફરિયાદ કરી હતી. પોલીસે આરોપી નિખિલ પરમારની ધરપકડ કરીને કોર્ટમાં કેસ મૂક્યો હતો. આ કેસ ચાલતા સરકારી વકીલ દિલીપસિંહ ઠાકોરે પૂરતા સાક્ષીઓ તપાસી અને દસ્તાવેજી પુરાવા રજૂ કરી કોર્ટને જણાવ્યું હતું કે, જાહેર રસ્તા ઉપર માથાના ભાગે લોખંડનો સળિયો મારીને હત્યાનો પ્રયાસ કર્યો હોવાનું પુરવાર થયું છે. આવા કિસ્સામાં ગુનો પુરવાર થયો છે, ત્યારે સમાજમાં દાખલો બેસાડવા માટે આરોપીને કડકમાં કડક સજા ફટકારવી જોઈએ.