અમદાવાદ : શહેરના એલિસબ્રિજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા પ્રીતમનગર અખાડા પાસે લક્ષ્મી નિવાસ ફ્લેટમાં લગ્ન પ્રસંગ લેવાયો હતો. આ પ્રસંગેે એકઠા થયેલા તમામ સગાસંબંધીઓ જુગાર રમતા હોવાની માહિતી પોલીસને મળતા જ પોલીસે દરોડા પાડ્યા હતા. લક્ષ્મી નિવાસ ફ્લેટમાં 402 અને 602 નંબરના મકાનમાંથી 89 શખ્સોને જુગાર રમતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. જેમાં જે યુવકના લગ્ન હતા તે યુવક પણ જુગાર રમતા ઝડપાયો છે.
ઉતારા માટે આ બે ફ્લેટ રાખ્યા : આ મામલે તપાસ કરતાં સામે આવ્યું હતું કે વર્ષિલ દેસાઈ નામના નવરંગપુરાના 24 વર્ષીય યુવકના લગ્ન હતા અને તેની સાથોસાથ કશિશ દેસાઈના પણ લગ્ન હતા. જે બંને પરિચિત હોય તેઓએ પોતાના સગાસંબંધીઓને ઉતારા માટે આ બે ફ્લેટ રાખ્યા હતા. 21મીએ એટલે કે મંગળવારે વર્ષિલ દેસાઈ અને કશિશ દેસાઈની સગાઈ હતી અને 22મીએ લગ્ન હતાં. જે માટે થઈને નવરંગપુરા અને પ્રીતમનગર વિસ્તારના અમિતભાઈ મહેતા અને ટીનાભાઇ શાહના મકાનમાં લક્ષ્મી નિવાસ ફ્લેટમાં તમામ મહેમાનોને રોકાણ કરાવવામાં આવ્યું હતું.
આ પણ વાંચો Mahisagar Crime : 21 શખ્સોની પોલીસે તીન પત્તી અટકાવી, બે આરોપી વોન્ટેડ
35 ટુ વ્હીલર 18 ફોર વ્હીલર કબજે : આ લોકો જુગાર રમી રહ્યાં હોવાને લઇ સમગ્ર મામલે એલિસબ્રિજ પોલીસે દરોડા પાડીને 3,74,155 રોકડા તેમજ 29 લાખ 38 હજારની કિંમતના 98 મોબાઈલ ફોન અને સવા કરોડથી વધુની કિંમતના 35 ટુ વહીલર અને 18 ફોર વહીલર મળીને કુલ 1 કરોડ 58 લાખ 82 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો.