અમદાવાદ: વર્ષ 2018 અમદાવાદ શહેર પાસે આવેલા સાણંદ એસટી બસ સ્ટેન્ડ નજીક સોસાયટીમાં કરવામાં આવેલા ડબલ મર્ડર કેસમાં ગુરુવારે અમદાવાદ મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટે આરોપી હાર્દિક ચાવડાને આજીવન કેદની સજા અને 10 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
સાણંદ ડબલ મર્ડર કેસમાં કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી - Ahmedabad Mirzapur Rural Court
વર્ષ 2018 અમદાવાદ શહેર પાસે આવેલા સાણંદ એસટી બસ સ્ટેન્ડ નજીક સોસાયટીમાં કરવામાં આવેલા ડબલ મર્ડર કેસમાં ગુરુવારે અમદાવાદ મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટે આરોપી હાર્દિક ચાવડાને આજીવન કેદની સજા અને 10 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
અમદાવાદ : સાણંદ ડબલ મર્ડર કેસમાં કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી
સાણંદના એસટી બસ સ્ટેન્ડ નજીક આવેલી સોસાયટી પાસે ભાઈ હાર્દિક ચાવડાએ બહેન તરુણા અને બનેવી વિશાલની ચપ્પાના ઘા મારી હત્યા કરી દીધી હતી. બંને પરિવારો તરુણા અને વિશાલના પ્રેમ લગ્નથી નાખુશ હતા અને બંનેના કોર્ટ મેરેજ બાદ તરુણાનો ભાઈ હાર્દિક તેમને મળવા માટે સાણંદ ગયો હતો. જ્યાં બંને કઈક સમજે એ પહેલાં જ ક્રૂરતા આચરી ચપ્પુના ઘા મારી નિર્દય હત્યા કરી નાખી હતી.