પશ્ચિમ વિસ્તારમાં હવે નહીં સર્જાય પાણીની સમસ્યા અમદાવાદ:શહેરની વસ્તી તો વધારે જ હતી પરંતુ અમૂક વિસ્તારોને નગરપાલિકામાં સમાવેશ કરવાના કારણે કોર્પોરેશનના માથે મોટી હવે જવાબદારી આવી છે. દરેક વિસ્તારના પાણી પહોંચાડવું અઘરું પડી રહ્યું હતું. જેના કારણે અમદાવાદ શહેરના લોકોને ઉનાળાની સિઝનમાં પાણીની સમસ્યા ના ઉદભવે તે માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પશ્ચિમ વિસ્તારના લોકોને પાણી માટે કોઈપણ પ્રકારની અગવડતવા ઊભી ન થાય તે માટે હાથીકાય મોટી પાણીની પાઇપલાઇન નાખવામાં આવી રહી છે.
પાણીની સમસ્યા સર્જાશે નહીં: શહેરમાં પાણીની સમસ્યા સર્જાશે નહીં વોટર કમિટીના ચેરમેન જતીન પટેલે જણાવ્યું હતું કે, કોતરપુર રાસ્કા અને જાસપુર અમદાવાદ શહેરને પાણી પૂરું પાડવા માટેના ટ્રીટમેન્ટ પ્લાન્ટ આવેલા છે. જેમાં રાસકા અને કોતરપુર એકબીજા સાથે કનેક્ટ છે. પરંતુ આ વખતે આ પાઇપલાઇન તપોવન સર્કલ થી કોતરપુર સુધીનું નાખવાનું આયોજન લેવામાં આવ્યું છે. તેના કારણે સૌથી મોટો ફાયદો એકબીજા સાથે ઇન્ટરલિંક થશે. જો ક્યાંય પણ પાણીમાં સમસ્યા સર્જાય કે કામગીરી હાથ ધરવામાં આવે તો ઇન્ટર્નલિંક થવાથી પાણીની સમસ્યા શહેરમાં સર્જાશે નહીં.
આ પણ વાંચો Ahmedabad Rajkot Highway : ખાડામાંથી મુક્તિ અપાવીને એક જ સ્પીડે લોકોને મંઝીલે પહોંચાડવાનું સરકારનું આયોજન
નવા વિસ્તારને મળશે પાણી:કોતરપુર માં 250 MLDનો એક્સેસ છે. જ્યારે નવા પશ્ચિમ ઝોનમાં બોપલ,ઘુમા જે નવા વિસ્તારોનો સમાવેશ થયો છે. તે વિસ્તારની નર્મદાનું પાણી આપવા માટે પાણી પહોંચાડવા માટે ખૂબ જ જરૂરિયાત હતી.જેથી મોટેરા, ચાંદખેડા, કોતરપુરથી આપીને જે પાણીની બચત થશે. તે પાણીને બોપલ, ઘુમા બાજુ ડાયવર્ટ કરવામાં આવશે. રીંગરોડ પર છે તે નવો વિસ્તાર ડેવલપ થઈ રહ્યો છે. ત્યાં પણ આ પાણી પહોંચાડી શકાશે. હાલમાં સાબરમતી નદી ઉપર તે મહાકાય પૈપલાઈની કામગીરી ચાલુ છે. આગામી સમયમાં આ પાણીની આપવાની શરૂઆત કરવામાં આવશે.
આ પણ વાંચો Ahmedabad Crime: ઘરેલું ગેસ સિલિન્ડરમાંથી કોમર્શિયલ સિલિન્ડરમાં ગેસ રિફિલ કરી સિલિન્ડર વેચતુ ગોડાઉન ઝડપાયું
બોપલ, ઘુમાને લીધા નગરપાલિકામાં: અમદાવાદમાં આવેલા આ વિસ્તારોને 2020માં અમદાવાદની હદમાં લેવાની જાહેરાત કરી દેવામાં આવી હતી. જેના કારણે આ વિસ્તામાં નગરપાલિકાના કાયદાઓ લાગુ પડે. જેના કારણે આ વિસ્તારમાં રહેતા લોકોને પાણી વેરાથી લઇને લાઇટ બિલના રેટમાં વધારો થયો હતો. જોકે બીજી બાજૂ લોકોની બિલકુલ ઇચ્છા ના હતી કે તેઓ અમદાવાદની હદમાં આવે. કારણ કે લોકોને આર્થિક મારનો ડર લાગી રહ્યો હતા. પરંતુ આખરે જનતાનો મુદો ધ્યાનમાં ના લેવાયો અને બોપલ, ઘુમાને લીધા નગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો છે.