ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad Corporation: હવે જાહેરમાં પાન મસાલા ખાઈને થૂંકવું પડશે મોંઘુ, મેમો ફાટશે

શહેરમાં પાન મસાલા કે ગુટકા ખાઈને થુંકવું મોંઘુ પડી શકે છે. અમદાવાદ કોર્પોરેશન નિર્ણય કર્યો છે કે પાન મસાલા ખાઈને જાહેર રસ્તા ઉપર થૂંકનારા લોકો સામે કાયદેસરની કાર્યવાહી થશે. આ માટે જાહેર રસ્તા ઉપર લાગેલા સીસીટીવી કેમેરા થકી વાહનોનું સ્કેનિંગ કરવામાં આવશે. જેના પરથી જે તે વાહન માલિકને રસ્તા પર થૂંકવા બદલ દંડ ફટકારવામાં આવશે. સિટી પ્રોજેક્ટ અંતર્ગત શહેરના 130 જેટલા જંકશન પર 6500 હાઈ રિઝોલ્યુશન સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. જેમાંથી જાહેરમાં થૂંકનારા સામે આર્થિક દંડની કામગીરી થશે.

હવે જાહેરમાં પાન મસાલા ખાઈને થૂંકવું પડશે મોંઘુ
હવે જાહેરમાં પાન મસાલા ખાઈને થૂંકવું પડશે મોંઘુ, મેમો ફાટશે

By

Published : May 11, 2023, 2:30 PM IST

Updated : May 11, 2023, 3:57 PM IST

અમદાવાદ:શહેરમાં હવેથી હેલ્મેટ કે સીટબેલ્ટ નહીં હોય તો મેમો ફાટશે એવું નથી પરંતુ હવે જાહેરમાં થૂંકવામાં આવશે તો પણ મેમો ફાટશે. જેમાં નક્કી કરેલી રકમ દંડ રૂપે કોર્પોરેશનમાં ભરવાની રહેશે.માર્ચ અને એપ્રિલ મહિનામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રસ્તા પિચકારી મારનારા 267 વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો છે. આ કામગીરી આગળના દિવસોમાં પણ એક અભિયાન તરીકે શરૂ કરીને જાહેરમાં થૂંકનારાઓ સામે પગલાં લેવાશે.

ભંગ બદલ આ ઈ ચલણ:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પબ્લિક હેલ્થ બાયલોઝ 2012ની જોગવાઈના ભંગ બદલ આ ઈ ચલણ આપવામાં આવે છે. જેમાં વાહનમાંથી જાહેર માર્ગ પર ફૂંકવું અને થૂંકીને જાહેર ઉપદ્રવ પેદા કરવો તે મુજબની જોગવાઈ અનુસાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પબ્લિક હેલ્થ બાયલોઝ 2012ની કલમ 50.1 (3)અને 50.1 (7) મુજબ ચલણ મોકલવામાં આવે છે. જેમાં જે તે વાહન ચાલકના વાહનના નંબરના આધારે તેના સરનામા ઉપર ઈ ચલણ મોકલવામાં આવે છે.

ઈ ચલણ મોકલવામાં આવે:સ્માર્ટ સીટી પ્રોજેક્ટના સિનિયર આસિસ્ટન્ટ રમ્યકુમાર ભટ્ટ સાથે etv ભારત સાથે વાતચિતમાં કહ્યું કે લોકો પાન મસાલા ખાઈને પિચકારી ન મારે. બાકી વાહનના નંબરના આધારે તેના સરનામા ઉપર ઈ ચલણ મોકલવામાં આવશે. જેમાં 200 રૂપિયાનો દંડ પણ કરવામાં આવશે.સમય મર્યાદામાં દંડ ભરવામાં ન આવે તો તેવા કિસ્સામાં 500 રૂપિયા દંડની વસૂલાત કરવામાં આવે છે.

"અમદાવાદ શહેરમાં જાહેરમાં રોડ રસ્તાઓ પર પિચકારી મારી રોડ રસ્તાઓને ગંદુ કરનારા વાહન ચાલકોને 200 રૂપિયાનો દંડ કરવામાં આવે છે. અમારી અપીલ છે કે સૌ નગરજનો અમદાવાદ શહેરને સ્વચ્છ બનાવવામાં સહયોગ આપે અને રોડ રસ્તાઓ પર પાન મસાલા ખાઈને પિચકારી ન મારે"--રમ્યકુમાર ભટ્ટ (સ્માર્ટ સીટી પ્રોજેક્ટના સિનિયર આસિસ્ટન્ટ)

6500 હાઈ રિઝોલ્યુશન સીસીટીવી કેમેરા:સ્માર્ટ સીટી પ્રોજેક્ટના સિનિયર આસિસ્ટન્ટ રમ્યકુમાર ભટ્ટે જણાવ્યા અનુસાર અમદાવાદ શહેરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત શહેરના 130 જેટલા જંકશન પર 6500 હાઈ રિઝોલ્યુશન સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. જેમાંથી 3,500 જેટલા સીસીટીવી કેમેરા થકી રોડ રસ્તાઓ પર પિચકારી મારી શહેરને ગંદુ કરવાનું કામ કરનારા લોકોને ચલણ મોકલવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. છેલ્લા બે મહિનાની વાત કરવામાં આવે તો માર્ચ અને એપ્રિલ મહિનામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ પ્રકારે રોડ રસ્તા પર પાન મસાલા કે ગુટખા ખાઈને પિચકારી મારનારા 267 વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો છે.

હવે જાહેરમાં પાન મસાલા ખાઈને થૂંકવું પડશે મોંઘુ, મેમો ફાટશે

શહેરીજનો શું કહે છે: અમદાવાદના લોકો પણ આ નિર્ણયને યોગ્ય માની રહ્યા છે. લોકો જો નથી માનતા તો પણ તેમને સજામાં દંડ ફટકારવો તે પણ યોગ્ય ગણાવ્યો હતો. ત્યારે etv ભારતએ અમદાવાદના લોકોના મનમાં આ નિર્ણયને લઇને શું કહેવું છે તે જાણવાનો પ્રયત્ન કર્યો હતો.લોકોએ પણ આ નિર્ણયને આવકારવો જોઇએ અને અમદાવાદ તંત્રને સાથ આપવો જોઇએ.

"આ કામગીરી યોગ્ય છે. અમદાવાદ શહેરના નાગરિકોને શહેરને સ્વચ્છ રાખવાની જવાબદારી જાતે સમજવાની જરૂર છે. તેમજ વિદેશમાં જે પ્રકારે આવા કામ કરવા બદલ કડકમાં કડક સજા કરવામાં આવે છે. અથવા તો મોટી રકમનું દંડ વસૂલ કરવામાં આવે છે. તેવું જ અમદાવાદમાં કરવામાં આવે તો ચોક્કસથી આ કામગીરી અટકાવી શકાય તેવું શહેરીજનોનું માનવું છે".-- અમદાવાદના શહેરીજન

દંડ ભરવામાં ન આવે તો:અમદાવાદના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ સાથે આ સમગ્ર કામગીરી કરવામાં આવે છે. ઈ ચલણ મોકલ્યા બાદ જે તે વ્યક્તિને મળતા સાત દિવસમાં નજીકના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સીટી સિવિક સેન્ટર ખાતે ભરી દેવાનો આદેશ કરવામાં આવે છે. સમય મર્યાદામાં દંડ ભરવામાં ન આવે તો તેવા કિસ્સામાં 500 રૂપિયા દંડની વસૂલાત કરવામાં આવે છે. મહત્વનું છે કે ટ્રાફિકના નિયમોનું ભંગ કરનારા વાહન ચાલકોને સીસીટીવી કેમેરા થકી ઇ ચલણ મોકલવામાં આવી રહ્યા છે. કરોડો રૂપિયાની ઈ ચલણની રકમ હજુ સુધી અમદાવાદઓએ ન ભરી હોય ત્યારે જાહેર રોડ રસ્તાને ગંદુ કરનારા વાહન ચાલકોને હવે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ ઈ ચલણ મોકલવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો

1.Ahmedabad ST stand: ST બસ સ્ટેન્ડ પર લુખ્ખાઓનો ત્રાસ, સ્ટાફ-વેપારી પર હુમલાના સીસીટીવી વિડિયો વાયરલ

2.Ahmedabad Crime : સીમ સ્વેપિંગ કરીને કરોડો રૂપિયા સફાચટ કરનારી ગેંગ ઝડપાઈ, નાઈઝીરીયન ગેંગ સાથે કનેક્શન નીકળ્યું

3.Ahmedabad Crime : મોજશોખ કરવા બારીમાંથી ઘુસીને લાખોની ચોરી કરનાર પૂર્વ ઘરઘાટી સહિત 3 આરોપી ઝડપાયા

Last Updated : May 11, 2023, 3:57 PM IST

ABOUT THE AUTHOR

...view details