અમદાવાદશહેરને દેશના સૌથી સ્વચ્છ અને સ્માર્ટ સિટીમાં ગણતરી થાય છે. આમ છતા શહેરની અંદર ગંદકી જોવા મળી આવે છે. ત્યારે અમદાવાદ કોર્પોરેશન દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદ શહેરમાં પાન મસાલા ગુટખાની પડીકીઓ તેમજ જ ચા ની કીટલી પર વપરાતા પેપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જે પણ વ્યક્તિ મસાલા-ગુટકાની પડીકીઓ ફેંકશે અથવા તો ચા ની કીટલી પર પેપરકપ ઉપયોગ કરવામાં આવતો હશે તેની ઉપર દંડ કરવામાં આવશે.
આ પણ વાંચો PM મોદી કહ્યું ગેરકાયદેસર બાંધકામ કરનાર ચુ કે ચા કર્યા વગર મેદાન છોડીને ભાગી ગયા
20 લાખ પેપર કપનો ઉપયોગઃહેલ્થ કમિટીના ચેરમેન ભરત પટેલ ETV BHARAT સાથે ટેલિફોનિક વાતચીત કરતા જણાવ્યું હતું કે ચાની કીટલી ઉપર કાગળના કપનો ઉપયોગ થતો હોવાથી મોટા પ્રમાણમાં ગંદકી થાય છે. અમદાવાદ શહેરમાં અંદાજિત 20 લાખ જેટલા કપ રોડ પર ફેકવામાં આવતા હોવાથી ગંદકી થાય છે. જેના કારણે સિસ્ટમમાં પેપર જામી જતા ડ્રેનેજ સિસ્ટમમાં પણ ઓવરફ્લો થવાની ઘટનાઓ સામે આવતી હોવાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને પાટનગરના સામે કાર્યવાહી કરવાનું નક્કી કર્યુંછે.
પેપર કપ પ્રતિબંધઃપાનના ગલ્લા ઉપરથી ગુટકાની પડીકી સહિત મોટા પ્રમાણમાં કચરો નીકળે છે. જેના કારણે અનેક વખત ડ્રેનેજ ચોકઅપ થઈ જવાની ફરિયાદો પણ સામે આવી હતી. શરૂઆતમાં પાન ગલ્લા સામે ઝુંબેશ કરવામાં આવશે. તેમને રોડ ઉપર કચરો ન ફેકવા માટે સમજાવવામાં આવશે. ત્યારબાદ પણ જો નિરાકરણ નહીં આવે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. જ્યારે હાલમાં ચા કિટલી ઉપર વપરાતા પેપર કપ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જેથી હવે માટીના કે કાચના કપનો ઉપયોગ કરવાનો રહેશે.
આ પણ વાંચો International Tea Day 2022 દેશમાં ચા પીવામાં ગુજરાતીઓ અવ્વલ નંબરે
15 દિવસ સુધી સમજાવવામાં આવશેજો કોઈપણ વ્યક્તિ પેપરના કપમાં ચા આપવામાં આવતી હશે. તો ચા ની કીટલી અને દુકાન સિલ કરવામાં આવશે. તેમજ સોલીડ વેસ્ટ મેનેજર વિભાગ દ્વારા તમામ ઝોનમાં આવેલી ચા ની કીટલીઓ અને દુકાન ઉપર આજથી (મંગળવાર) ચાર દિવસ સુધી સતત તપાસ કરવામાં આવશે. ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત પાનના ગલ્લા ઉપર પણ તપાસ કરવામાં આવશે.
ગલ્લા ધારકો દ્વારા ગંદકીકોઈ પણ પાનના ગલ્લા ધારકો દ્વારા ગંદકી કરવામાં આવી હશે. તો તેમની સામે પણ દંડની કાર્યવાહી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. પાનના ગલ્લા ઉપર મસાલો બનાવવામાં આવતા પ્લાસ્ટિક વાપરી શકાશે નહીં તે શ્વાસ માટે નુકસાનકારક છે. જેથી પાનના ગલ્લાવાળાને આ અંગે 15 દિવસ સુધી સમજાવવામાં આવશે. ત્યારબાદ તેમની સામે કાર્યવાહી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.