ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad Corporation: સ્મશાનની ડિઝાઇન બદલીને સંપત્તિ સર્જનનો નવો ધંધો - Ahmedabad politics

અમદાવાદ કોર્પોરેશનમાં શાસક પક્ષના મળતિયા કોન્ટ્રાક્ટ મામલે વિપક્ષે આકરા પ્રહાર કર્યા છે. બ્રિજ પ્રોજેક્ટ બાદ હવે સ્મશાનના લાકડામાંથી ખિસ્સા ભરવાનો કીમિયો ગોઠવ્યો છે. કોર્પોરેશન સંચાલિત 24 સ્મશાનમાં 2 કોન્ટ્રાક્ટરને જવાબદારી સોંપવામાં આવી છે. જે લાકડું પૂરું પાડે છે. સ્મશાનમાં સ્ટેન્ડ ડિઝાઇન બદલીને મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. નવી ડિઝાઇન એવી રીતે તૈયાર કરવામાં આવી છે જેથી લાકડું ઓછું વપરાય.

સ્મશાનની ડિઝાઇન બદલીને સંપત્તિ સર્જનનો નવો ધંધો
સ્મશાનની ડિઝાઇન બદલીને સંપત્તિ સર્જનનો નવો ધંધો

By

Published : Apr 19, 2023, 12:04 PM IST

સ્મશાનની ડિઝાઇન બદલીને સંપત્તિ સર્જનનો નવો ધંધો

અમદાવાદઃઅંતિમવિધિમાં ઓછા લાકડા આપવા પડે એ માટે સ્મશાનમાં કામ કરતા બે કોન્ટ્રાક્ટરે કમાણીનો કીમિયો અજમાવ્યો છે. મૃતદેહના અંતિમ સંસ્કાર માટે તૈયાર કરવામાં આવેલા સ્ટેન્ડ ની ડિઝાઇન બદલી દેવાઈ છે. આમ ભ્રષ્ટાચાર કરતા વિપક્ષે શાબ્દિક ઘા મારતા આક્રોશ વ્યક્ત કર્યો છે. ઓછા લાકડા આપીને પૂરા પૈસા વસૂલ કરી રહ્યા છે. છતાં ભાજપ તે કોન્ટ્રાક્ટરને બચવાનો પ્રયત્ન કરી રહી છે. વિપક્ષે અપીલ કરી છે કે, આ લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ.

ભ્રષ્ટાચારનો સામનો: 2 કંપની કોન્ટ્રાક્ટર વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણે જણાવ્યું હતું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જીવતા જીવ ભ્રષ્ટાચારનો સામનો કરી રહી છે. પરંતુ મર્યા બાદ પણ તેમને ભ્રષ્ટાચાર નો સામનો કરવો પડી રહ્યો છે.અમદાવાદ કોર્પોરેશન દ્વારા 24 સ્મશાન બનાવવામાં આવ્યા છે. જેમાં 2 કોન્ટ્રાક્ટર 12 સ્મશાન જય શ્રી કૃષ્ણ સેવા સંઘ અને સંભવ સેવા સંઘને આપવામાં આવ્યા છે. જેમાં એક વ્યક્તિ પાછળ 240 કિલોથી 280 કિલો લાકડું વાપરવામાં આવે છે.જેમાં પ્રતિ શબ માટે 780 રૂપિયા આપવામાં આવે છે.

આ પણ વાંચો Ahmedabad News : ગરમી શરૂ થતાં અમદાવાદમાં પાણીજન્ય રોગચાળામાં વધારો

બ્લેક લિસ્ટ કરવાની એજન્ડા:ડિઝાઇનમાં છેડછાડ વધુમાં જણાવ્યું હતું કે કોર્પોરેશન દ્વારા જે ડિઝાઇન કરવામાં આવી હતી. તેમ છેડછાડ કરવામાં આવી છે. તેમાં ઓછા લાકડા ઉપયોગ થાય તેવી ડિઝાઈન તૈયાર કરી છે. જેમાં આ બંને AMCના અધિકારીએ 15 વખત નોટિસ આપવામાં આવી હોવા છતાં પણ કોઈ પણ પ્રકારનો સુધારો જોવા મળતો નથી. જેમાં 2 વખત કમિટીમાં બ્લેક લિસ્ટ કરવાની એજન્ડા મુકવામાં આવ્યો હતો. તેમ છતાં તેમને બ્લેક લિસ્ટ કરવામાં આવ્યા નહોતા.જેથી સાબિતી થાય છે કોર્પોરેશન હવે સ્મશાનના લોકડામાં પણ ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છતાં તે કોન્ટ્રાક્ટરને બનવાનો પ્રયત્ન કરી રહી છે. તેવો આક્ષેપ પણ વિપક્ષ દ્વારા કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો Ahmedabad Crime : કિરણ પટેલ સામે વધુ એક ફરિયાદ, અમદાવાદ અને કાશ્મીરમાં ઈવેન્ટના નામે લાખોની છેતરપિંડી

કાયદેસરની કાર્યવાહી:અનેક વાર રજૂઆત તેમ છતાં કોઈ નિરાકરણ નહીં. સ્થાનિક દિપક પંચાલે જણાવ્યું હતું કે અમદાવાદ શહેરમાં આવેલ જમાલપુરના સ્મશાન ઉપરાંત કોન્ટ્રાક્ટર દ્વારા દુધેશ્વર,વસ્ત્રાલ,નારોલ જે સ્મશાન કોન્ટ્રેક્ટર હેઠળ આવેલ તેમાં ગેરરીતિ કરવામાં આવી રહી છે. 240 કિલોથી વધુ લાકડાં વપરાતા હોય છે.જેમાં ઓછા લાકડા વાપરી ગેરરીતિ કરવામાં આવી રહી છે. અનેકવાર રજુઆત કરવા છતાં કોઈ પણ નિરાકરણ કરવામાં આવતું નથી. જેથી સરકારે અમારી વિનંતી છે આ લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ.

ABOUT THE AUTHOR

...view details