અમદાવાદ: ઉનાળો આવતાની સાથે સેવ-વોટર... સેવ-વોટરની બૂમાબૂમ થતી હોય છે. પરંતુ ખરેખર જે પાણી બચાવે અને પાણી બચાવા માટે પ્રયત્ન કરે તે કહેવાય સાચો માનવ હિરો. વાતો તો હર કોઇ કરી લે, પરંતુ જયારે અમલવારીની વાત આવે છે ત્યારે પીછેહટ જ હોય છે.રાજ્યમાં ઉનાળાની સિઝનની શરૂઆત થઈ ગઈ છે. બપોરના સમય ભારે ગરમીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે. આવા સમયે પાણીની જરૂરિયાત ખૂબ જ ઉભી થતી હોય છે. રાજ્યમાં ઘણા એવા વિસ્તાર છે કે અંતરિયાળ ગામ છે કે, જ્યાં પીવાના પાણી માટે પણ ખૂબ જ મુશ્કેલી થાય છે. સરકાર દ્વારા પણ પાણી બચાવવાની વિનંતી કરવામાં આવે છે કે, પાણીનો જરૂર હોય તેટલો જ ઉપયોગ કરવામાં આવે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોર્પોરેટર પંકજ ભટ્ટ દ્વારા પણ જળ બચાવો અભિયાન કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચોઃ Ahmedabad Crime : 40 વર્ષના આધેડે 17 વર્ષીય સગીરાની હત્યા કરવાનો કર્યો પ્રયાસ
પાણી બચાવવું જરૂરી:કોર્પોરેટર પંકજ ભટ્ટે etv bharat સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, મારો જન્મ પોળમાં થયો હતો. મેં પહેલા ત્રીજા માળે રહેતા હતા તે સમયે પાણી નીચેથી ભરીને ત્રીજી માળ સુધી લઈ જવું પડતું હતું. પરંતુ અમે અલગ અલગ સમય વહેંચેલો હતો. તે સમયે પણ પાણીની કિંમત ખૂબ જ હતી. તે સમયે અમુક કલાકો પાણી મળતું હતું. ન્હાવા, કપડાં ધોવા કે પીવા વગેરે જેવી વસ્તુઓ માટે પણ પાણીનો સદુપયોગ કરવો પડતો હતો. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ બચાવો અભિયાન ચલાવ્યું હતું. મેં નક્કી કર્યું કે ખરેખર આવનારી પેઢી માટે પાણી બચાવો ખૂબ જ જરૂરી છે.