ગુજરાત

gujarat

ETV Bharat / state

વાહ ગુજરાતી!, અમદાવાદીઓએ સાબરમતીમાં પ્રદૂષણ અટકાવવા દશામાંની મૂર્તિ રિવરફ્રન્ટ પર જ મૂકી... - gujarati news

અમદાવાદ: દર વર્ષની જેમ આ વર્ષે પણ મહિલાઓએ ભક્તિભાવ સાથે દશામાનું વ્રત ઉજવ્યું હતું. પરંતુ વ્રત પૂર્ણ થયા બાદ વિસર્જન સમયે લોકો પર્યાવરણ સાથે ચેડાં કરતા હોય છે. પરંતુ આ વર્ષે લોકોએ મુર્તિને નદીમાં વિસર્જન કરવાને બદલે સન્માનપૂર્વક રિવરફ્રન્ટ પર જ મુકી દીધી હતી. લોકોના આ પ્રકારના સહકાર બદલ અમદાવાદ કોર્પોરેશને તેમના વખાણ કર્યા હતા.

દશામાંના વ્રત ફળ્યા અમદાવાદ કોર્પોરેશનને, લોકોએ નદીને પ્રદુષિત થતા અટકાવી

By

Published : Aug 12, 2019, 3:43 AM IST

ભારત વિવિધતામાં એકતા ધરવાનાર દેશ છે. વિવિધ પ્રાંત દ્વારા વિવિધ ઘાર્મિક તહેવારો મનાવીને આદર આપવામાં આવે છે. તે પછી મહારાષ્ટ્રનો ગણેશ મહોતસ્વ હોય કે ગુજરાતના ગરબા. પરંતુ ઘણીવાર ધાર્મિક પ્રસંગો આવતા જે તે સમયે પર્યાવરણ સાથે ચેડાં પણ થાય છે. લોકો જાણે અજાણે પર્યાવરણને નુકશાન પહોંચાડતા હોય છે.

દશામાંના વ્રત ફળ્યા અમદાવાદ કોર્પોરેશનને, લોકોએ નદીને પ્રદુષિત થતા અટકાવી

ગુજરાતમાં દશામાંના વ્રતનું અનેરું મહત્વ છે. મહિલાઓ દ્વારા 10 દિવસ દશામાંની મુર્તિની સ્થાપના કરીને ભક્તિ કરે છે. પરંતુ 10 દિવસ પછી માતાની મુર્તિના વિસર્જન સમયે તેને પાણીમાં પધરાવતી વેળાએ પાણી પ્રદુષિત થાય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ વખતે નદીને પ્રદુષિત ન થાય તે માટે નવતર પ્રયાસ કરવામાં આવ્યો હતો.

દશામાંના વ્રત ફળ્યા અમદાવાદ કોર્પોરેશનને, લોકોએ નદીને પ્રદુષિત થતા અટકાવી

લોકોને મુર્તિ નદીમાં ન પધરાવાને બદલે આદર સાથે નદીની બહાર મુકવા માટે અપીલ કરી હતી. પર્યાવરણનું મહત્વ સમજીને લોકોએ કોર્પોરેશનની વાતને ધ્યાનમાં લીધી હતી અને સાબરમતી રિવરફ્રન્ટની બહાર મુકીને સહકાર આપ્યો હતો.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશ્નર વિજય નહેરાએ લોકોના સહકારને સોશિયલ મીડિયા પર વખાણ કરીને બિરાદવ્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદમાં કંઇક સારુ થઇ રહ્યું છે. લોકોએ સાબરમતી સ્વચ્છ રાખવાનો નિર્ણય કર્યો એ પ્રોત્સાહીત કરવા યોગ્ય છે. જેને તેમણે વિશ્નસનીય બદલાવ ગણાવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details