ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad Corporation Action Plan: હોસ્પિટલમાં અલગથી હીટ સ્ટ્રોકનો વૉર્ડ તૈયાર કરાશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હેલ્થ વિભાગ દ્વારા આગામી ગરમીની સિઝને લઈને એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. અમદાવાદ શહેરમાં અલગ અલગ પીણાના સ્ટોલ કે લારી ઉપર પાણીના સેમ્પલ અને તેની ચકાસણી કરવામાં આવશે. આ ઉપરાંત AMC હસ્તક આવેલી હોસ્પિટલમાં પણ એક અલગ હીટ સ્ટ્રોકનો વોર્ડ પણ તૈયાર કરવાની સૂચના આપવામાં આવી છે.

Ahmedabad Corporation Action Plan: હોસ્પિટલમાં અલગથી હીટ સ્ટ્રોકનો વૉર્ડ તૈયાર કરાશે
Stroke HIT: આકરા ઉનાળાના એંધાણ વચ્ચે હિટ સ્ટ્રોકને લઈ AMCનો એક્શન પ્લાન

By

Published : Mar 1, 2023, 1:51 PM IST

Ahmedabad Corporation Action Plan: હોસ્પિટલમાં અલગથી હીટ સ્ટ્રોકનો વૉર્ડ તૈયાર કરાશે

અમદાવાદ: ઉનાળાની સિઝન આગામી સમયમાં આવી રહી છે. આ સિઝનમાં મોટા પ્રમાણમાં પણ ગરમી પડવાની શક્યતાઓ વર્તાય રહી છે. જેના કારણે અબોલ પશુ-પક્ષી તેમજ માનવીઓ પણ ગરમીના કારણે હીટ સ્ટ્રોકનો ભોગ બનતા હોય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા આગામી સીઝનમાં કોઈ માનવી કે પછી પશુ-પક્ષી હીટ સ્ટ્રોકનો ભોગ ન બને તે માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.

હીટ સ્ટ્રોક એટલે શું:ઉનાળામાં તાપમાન 40 ડિગ્રીથી ઉપર જતું રહે છે. ત્યારે હીટ સ્ટ્રોકની અસર થઇ શકે છે. જેના કારણેઆકરો તાપમગજ, હૃદય, કિડની અને સ્નાયુઓને ઝડપથી નુકસાન પહોંચાડી શકે છે. એટલું જ નહીં મોત પણ થવાની શક્યતાઓ રહેલી છે. જો આ સમસ્યાથી દુર રહેવા માંગો છો તો ગરમીથી બચીને રહેવું અનિવાર્ય છે. આ સાથે થોડી વારે થોડી વારે કોઇ ઠંડી વસ્તુઓ ખાવી જોઈએ. જેના કારણે ગરમ હવાની માઠી અસર ન થાય. આ ઉપાયથી હીટ સ્ટ્રોકથી બચી શકાય છે.

આ પણ વાંચો Asiatic Lion: વનરાજ પણ વૃદ્ધ થાય, અમદાવાદમાં એશિયાટિક લાયન અનંતની વાટે

સઘન તપાસ કરવામાં આવશે:આગામી સમયમાં ગરમીની સિઝન આવી રહી છે. ત્યારે હીટ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં ગરમીની સિઝનમાં બરફની ફેક્ટરી, સિકંજી જેમકે, લીંબુ શરબત માટેની દુકાનો કે સ્ટોલ વેપારીઓ ખોલતા હોય છે. આ ઉપરાંત શેરડીના રસના વિક્રેતાઓના તમામ પ્રકારે સેમ્પલ લઈને ચકાસણી કરવામાં આવશે. તેમાં વપરાતું પાણી યોગ્ય છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવશે--પ્રકાશ ગુજ્જર (હેલ્થ કમિટીના ડેપ્યુટી ચેરમેન)

જાહેરાત કરવામાં આવશે:ગરમીની સિઝનમાં આગામી 5 દિવસ ગરમીનુ તાપમાનની માહિતી શહેરની જનતાને મળી રહે એ માટે રેડ અને ઓરેન્જ એલર્ટની જાહેરાત પણ કરવામાં આવશે. જેથી સુરક્ષાના પગલે લોકો તૈયારી રાખી શકે. આગામી સિઝનમાં જેટલા પણ હીટ સ્ટ્રોક કેસ આવશે. તેને રજીસ્ટર કરવામાં આવશે. જેથી માહિતી એકત્રિત કરી શકાય કે કેટલા કેસ હીટ સ્ટ્રોકના આ વખતેની સિઝનમાં જોવા મળ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની તમામ હોસ્પિટલોમાં એક અલગ હીટ સ્ટ્રોકનો વોર્ડ તૈયાર કરવામાં આવશે.

આ પણ વાંચો Ahmedabad Birthday: હેપ્પી બર્થડે અમદાવાદ...જાણો પ્રથમ હેરિટેજ સિટી વિશે

ORSનું વિતરણ:આગામી ગરમીની સિઝનને ધ્યાનમાં રાખીને ગરમીનું પ્રમાણ વધારે રહે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. જેને પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એમટીએસ અને બીઆરટીએસ બસ સ્ટેન્ડ પર જરુરીયાત લોકોને ORSનું વિતરણ પણ કરવામાં આવશે. બસ સ્ટેન્ડ પર આવેલા પાણીની પરબો પણ શરૂ કરવાની સૂચનાઓ આપવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details