ગુજરાત

gujarat

ETV Bharat / state

કેદીઓ બન્યા કોરોના વોરિયર્સ, માસ્ક અને PPE કીટ બનાવે છે - કોરોના વાઇરસના લક્ષણો

કોરોનાની મહામારીએ વિશ્વ આખાને ભરડામાં લીધું છે. ત્યારે અમદાવાદ, વડોદરા, અને સુરતની જેલના કેદીઓ પણ કોરોના વોરિયર્સની જેમ માસ્ક અને PPE કીટ બનાવી જેલ તંત્ર અને સમાજની મદદ કરી રહ્યા છે.

etv bharat
અમદાવાદ: જેલમાં કેદીઓ બન્યા કોરોના વોરિયર્સ માસ્ક અને PPE કીટ બનાવે છે

By

Published : May 4, 2020, 10:59 PM IST

અમદાવાદ: અમદાવાદ, વડોદરા અને રાજકોટની ત્રણેય જેલમાં રહેલા કેદીઓએ અત્યાર સુધીમાં લાખોની સંખ્યામાં માસ્ક બનાવ્યા છે. આપદા સમયે સમાજ ઉપયોગી ઉત્પાદન પ્રવૃત્તિ કરવાનો જેલ પ્રશાસનનો અભિગમ અહીં જ અટક્યો નથી. અમદાવાદ મધ્યસ્થ જેલના કેદીઓએ હવે PPE કીટ બનાવવાનું શરૂ કર્યું છે.

અમદાવાદ: જેલમાં કેદીઓ બન્યા કોરોના વોરિયર્સ માસ્ક અને PPE કીટ બનાવે છે

અત્યારે પ્રાયોગિક ધોરણે આ કીટ જેલના કર્મચારીઓ માટે બનાવાઈ રહી છે. ઉપરાંત આ કીટ રાજ્યની અન્ય 28 જેલમાં પણ જરૂર મુજબ પૂરી પાડવામાં આવશે. જેલ પ્રશાસન માટે પૂરતી કીટ બનાવ્યા બાદ અન્ય સંસ્થાઓની માંગ મુજબ પી.પી.ઇ. કીટ બનાવવામાં આવશે.

અમદાવાદ: જેલમાં કેદીઓ બન્યા કોરોના વોરિયર્સ માસ્ક અને PPE કીટ બનાવે છે

વાઇરસનું સંક્રમણ અટકાવવા સોસિયલ ડિસ્ટન્સીંગની સાથે સાથે માસ્ક, ગ્લોવ્સ જેવા રક્ષાત્મક સાધનોની અનિવાર્યતા છે. રાજ્યની જેલોમાં બંદીવાનોએ તેમની ફરજના ભાગરૂપે લોકોને કોરોનામાંથી મુક્તિ અપાવવાનું અનોખું અભિયાન હાથ ધર્યુ છે.

ABOUT THE AUTHOR

...view details