ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદ: અન્ય સ્ત્રી સાથે સબંધ રાખી પત્નીને ત્રાસ આપનાર પતિ સહિત 9 લોકો વિરુદ્ધ ફરિયાદ

અમદાવાદ શહેરમાં ‘પતિ પત્ની ઓર વો’નો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. પરિણીતાએ આક્ષેપ કર્યો છે કે, લગ્ન સાત વર્ષ બાદ તેના પતિને અન્ય સ્ત્રી સાથે પ્રેમ સંબંધ હોવાથી તેની સાથે મારઝુડ કરતો હતો. આ ફરિયાદ નોંધાતા સમગ્ર ઘટના સામે આવી છે.

Complaint against 9 people, including a husband, for harassing his wife by having an affair with another woman
Complaint against 9 people, including a husband, for harassing his wife by having an affair with another woman

By

Published : Aug 23, 2020, 11:07 PM IST

અમદાવાદ: શહેરમાં ‘પતિ પત્ની ઓર વો’નો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. પરિણીતાએ આક્ષેપ કર્યો છે કે, લગ્ન સાત વર્ષ બાદ તેના પતિને અન્ય સ્ત્રી સાથે પ્રેમ સંબંધ હોવાથી તેની સાથે મારઝુડ કરતો હતો.

નોંધનીય છે કે, લગ્નનાં થોડા સમય પછી યુવતીના પિતાએ જમાઈને મકાન અપાવ્યું હતું. તેના હપ્તા તે ન ભરતા યુવતીના ભાઈએ તમામ હપ્તા ફરી દીધા હતા. આટલું જ નહીં સસરાએ અપાવેલા ફ્લેટમાં જ રહીને ત્યાં રહેતી એક યુવતી સાથે તેના પતિએ પ્રેમ સંબંધ રચી દીધો.

નવા નરોડામાં રહેતી 30 વર્ષીય પરિણીતાના મૂળ રાજસ્થાન ચિત્તોડગઢની છે. જેના વર્ષ 2008માં સામાજિક રીત રિવાજ મુજબ અમદાવાદના પ્રહલાદ ગોઠરવાલ નામના યુવક સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ તેનો પતિ દારૂ પીને તેને માર મારતો હતો. આટલું જ નહીં પરિણીતાને લગ્નમાં તેને મળેલા દાગીના અને એક લાખ રૂપિયા તેની સાસુએ લઈ લીધા હતા.

આ બધા ઝગડા બાદ પરિણીતાના પિતાએ સંસાર ન બગડે તે હેતુથી સમાધાન કરાવ્યું હતું. જે બાદમાં પરિણીતાએ ઘર સંસાર ન બગડે તે માટે પરિણીતાના પિતાએ જમાઈને નવું મકાન ખરીદી અપાયું. જો કે, ફ્લેટના પૈસા જમાઇન ફરી શકતા પરિણીતાના ભાઈએ લોન પુરી કરી આપી. બાદમાં આ જ ફ્લેટમાં રહેતી રૂપલ નામની યુવતી સાથે પરિણીતીના પતિને પ્રેમ થઈ ગયો હતો.

પીડિત સાત વર્ષ પહેલાં ગર્ભવતી થતા તેના પિયર રોકાવા ગઈ હતી. જે સમયે તેનો પતિ પ્રહલાદ ગોઠરવાલએ ફ્લેટમાં રહેતી નામની સ્ત્રી સાથે પ્રેમ સંબંધ બાંધી દીધો હતો. જો કે, વર્ષ 2014માં પુત્ર જન્મ થયા બાદ પીડિતા પોતાના ઘરે પરત આવી હતી ત્યાર બાદ પતિ પત્ની સાથે અવારનવાર ઝઘડો કરતો હતો જે પછી પત્નીએ તેના પતિને અન્ય સ્ત્રી સાથે રંગેહાથ પકડી લેતા સમગ્ર ફાડો બહાર આવ્યો હતો. આ પ્રેમ પ્રકરણ બાબતે ફરિયાદી પત્નીને જાણ થતા તેને પતિને આવા સંબંધો ન રાખવા કહેતા તેને માર મારી હતી.

ફરિયાદી પરિણીતાએ આક્ષેપ કર્યા છે કે, જ્યારે તે પોતાના પિયર રોકવા જતી હતી ત્યારે પતિ તેના ઘરે રૂપલ નામની મહિલા બોલાવી રાખતો હતો. જેથી પરિણીતાએ રાજસ્થાનમાં કોર્ટમાં ડાયવોર્ષ પિટિશન ફાઇલ કરતા તેનો પતિ સમાધાન માટે આવ્યો હતો અને તેની સામે સમજૂતી કરાર કર્યા હતા. પણ છતાંય બાદમાં તે વર્ષ 2019માં પણ ફરીથી તેની પ્રેમિકા સાથે વાત કરતો તેની પત્નીના હાથે ઝડપાયો હતો.

ઉલ્લેખનીય છે કે, પતિએ તેની પત્ની અન્ય સ્ત્રી સાથે સંબંધ નહિ રાખે અને મકાન પોતાના નામે કરી આપશે જેવો સમજૂતી કરાર કરી આપ્યો હતો. તેમ છતાં પણ યુવતીને તેના પતિએ મકાન ખાલી કરવાની નોટિસ પણ ફટકારી હતી. તપાસ કરી તો તેના પતિએ જાણ બહાર જ આ મકાન કોઈને વેચ્યું હોવાનું સામે આવ્યું હતું. આખરે પરિણીતાએ તેના પતિ, સાસુ સસરા સહિત 9 લોકો સામે ફરીયાદ આપતા હવે નરોડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details