અમદાવાદ : ચાંદખેડામાં કાપડના વેપારીએ સાથે છેતરપીંડી આચરવામાં આવી છે. વેપારીને પૈસા ન આપી દુષ્કર્મ કેસમાં ફસાવી દેવાની ધમકી આપનાર મહિલા સહિત 3 શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓએ કાપડનો ધંધો શરૂ કરવાનો જણાવી કાપડનો માલ સામાન મંગાવી લીધો હતો. તેના આપવાના થતા પૈસા પરત ન આપી તેમજ ખોટા દુષ્કર્મના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી છેતરપિંડી આચરી હતી.
શું હતો સમગ્ર મામલો : અમદાવાદના મોટેરા વિસ્તારમાં રહેતા રાહુલ મોતીરામ ચૌધરી નામના 37 વર્ષીય કાપડના વેપારીએ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી વેપારીને સારંગપુરમાં ન્યુ ક્લોઝ માર્કેટ ખાતે કાપડનો વ્યવસાય કરે છે. ફરિયાદી મનન ફેબ્રિક્સ, મહાદેવ એક્સપોર્ટ તેમજ સત્યમ એક્સપોર્ટના નામથી કાપડનો વેપાર કરે છે. મૂળ રાજસ્થાનના જોધપુરના વેપારીને રાનમલ બોથરા નામના વેપારી જે તેના વતનમાં નજીકમાં રહેતા હોય જાન્યુઆરી 2020માં મુલાકાત થઈ હતી. તેણે મોતીલાલ ઓસ્વાલ તેમજ આયુષ જૈનની સાથે સંપર્ક કરાવ્યો હતો. તેઓની સાથે કાપડનો વેપાર કરે તો સમયસર પૈસા આપી દેશે તેવું જણાવી પૈસાની જવાબદારી પોતે લીધી હતી.
કાપડનો માલ મોકલતા : એપ્રિલ 2022માં મોતીલાલ ઓસ્વાલ તેમજ આયુષ જૈન તેઓ ફરિયાદીના ઘરે આવ્યા હતા. તેઓ બંને કાપડની દલાલીનો વેપાર કરતા હોય અને તેઓ પ્રાચી ટેક્સ્ટાઇલના પ્રોપરાઇટર મીના જેન ને કાપડનો માલ સામાન જોઈતો હોય તેવો વતી વાતચીત કરવા આવ્યા હોવાનું જણાવ્યું હતું. જે બાદ ફરિયાદીએ મીના જૈન સાથે વેપાર શરૂ કર્યો હતો. જે બાદ મોતીલાલ ઓસવાલ અને આયુષ્ય ના કહેવા મુજબ તેઓ મીના જેલના સાથે કાપડનો માલ સામાન મોકલતા હતા. તેના બદલામાં તેઓને ચેક મોકલવામાં આવતો હતો. 14મી 09 2022ના રોજ તેઓએ એક MOU કરીને ફરિયાદીના પૈસા સમયસર આપી દેશે તેવું જણાવ્યું હતું.
કેટલા રુપીયા બાકી : મીના જૈન દ્વારા ફરિયાદીના કાપડના પેમેન્ટને ચેક મારફતે મોકલાવતા હતા અને ફરિયાદીને જાણ થઈ હતી કે તેઓએ તમામ ચેકોના પેમેન્ટ સ્ટોપ કરાવી દીધા છે. જેથી આ બાબતે મોતીલાલ ઓસ્વાલ અને આયુષ્યની સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે, મહાદેવ એક્સપોર્ટમાં 2 કરોડ 22 લાખ 77 હજાર રૂપિયા તેમજ સત્યમ એક્સપોર્ટમાં 1 કરોડ 31 લાખ 93 હજાર 181 રૂપિયા પ્રાચી ટેક્સ્ટાઇલના બાકી છે. તેમજ 13 લાખ 24 હજાર રૂપિયા પ્રાચી ઇન્ટરનેશનલના નામના બાકી છે. જે રુપીયા તેઓએ થોડાક સમયમાં આપી દેવા માટે જણાવ્યું હતું.