ગાંધીનગર: કોરોના વાઇરસના ભય હેઠળ રાજ્ય સરકારે અમદાવાદને 15 મે સુધી સંપૂર્ણ બંધ રાખવાનો મહત્વનો નિર્ણય કર્યો છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા આવતીકાલે શરૂ થતા સસ્તા અનાજનું વિતરણ પણ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
અમદાવાદ બંધ: મફત અનાજ વિતરણ પણ નહીં થાય - corona virus in gujarat
કોરોના વાઇરસના ભય હેઠળ રાજ્ય સરકારે અમદાવાદને 15 મે સુધી સંપૂર્ણ બંધ રાખવાનો મહત્વનો નિર્ણય કર્યો છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા આવતીકાલે શરૂ થતા સસ્તા અનાજનું વિતરણ પણ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
અમદાવાદ બંધ : મફત અનાજ વિતરણ પણ અમદાવાદમાં નહીં થાય
ઉલ્લેખનીય છે કે, 7 મે થી રાજ્યના એ પી એલ 1 કાર્ડ ધારકોને વિનામૂલ્યે અનાજ વિતરણનો પ્રારંભ થવાનો હતો, પરંતુ અમદાવાદ શહેરની પ્રવર્તમાન પરિસ્થિતિમાં આ વિતરણ અમદાવાદ શહેરમાં હાલ પૂરતું મુલત્વી રાખવામાં આવ્યું છે. આ અનાજ વિતરણની અમદાવાદ શહેર માટેની નવી તારીખો હવે પછી જાહેર કરવામાં આવશે.
આ ઉપરાંત રાજ્યના અન્ય સ્થળોએ ગૂરૂવારથી આગાઉ જાહેર થયા મુજબની વ્યવસ્થા અનુસાર અનાજ વિતરણ કરવામાં આવશે.