સફાઈ કર્મચારીના વારસદારમાં હવે દીકરીને પણ નોકરી મળશે, AMCનો નિર્ણય અમદાવાદ : AMC એ સફાઈ કર્મચારીના વારસદારને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. દેશમાં પહેલા વારસદાર તરીકે માત્ર દીકરાઓને જ નોકરી આપવામાં આવતી હતી, પરંતુ હાલમાં દીકરા અને દીકરીને સમાન હક પણ આપવામાં આવી રહ્યો છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે. પહેલા સફાઈ કર્મચારીઓને ચાલુ નોકરી દરમિયાન અવસાન પામે તો તેમના દીકરાને વારસદાર તરીકે નોકરી આપવામાં આવતી હતી, પરંતુ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વારસદાર તરીકે દીકરા જેટલો જ હક હવે દીકરીને આપવાનો નિર્ણય કર્યો.
દીકરા જેટલો દીકરીનો હક :સ્ટેન્ડિંગ કંપનીના ચેરમેને હિતેશ બારોટે જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સફાઈ કર્મચારીના વારસદારમાં નોકરી આપવામાં આવે છે. અત્યાર સુધી સફાઈ કર્મચારી જો અવસાન પામે તો તેના વારસદારમાં દીકરાને જ નોકરી આપવામાં આવતી હતી, પરંતુ હવે કોર્પોરેશન દ્વારા વારસદારમાં માત્ર દીકરાને નહીં પરંતુ દીકરીને પણ નોકરી આપવામાં આવશે. તેવો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. દીકરીના લગ્ન થઈ ગયા બાદ પણ દીકરા જેટલો જ હક દીકરીને મળે તે હેતુથી લગ્ન બાદ પણ વારસાઈમાં દીકરીને પણ નોકરી આપવામાં આવશે.
આ પણ વાંચો :Surat VNSGU News : આ યુનિવર્સિટીની લેબ ટેક્નિશિયનની ડિગ્રી સરકારી ખાતામાં અમાન્ય, 1000 વિદ્યાર્થીઓને અન્યાય
મલ્ટીલેવલ પાર્કિંગ દુકાનની હરાજી થશે :અમદાવાદ કોર્પોરેશન દ્વારા શહેરમાં ટ્રાફિક સમસ્યાને કારણે પાર્કિંગની સગવડ પૂરી પાડવા માટે મલ્ટીલેવલ પાર્કિંગ તૈયાર કરવામાં આવી રહ્યા છે. ત્યારે જીઓ ફ્રેન્ડ પર તૈયાર કરવામાં આવે અમદાવાદ શહેરનું સૌથી મોટું મલ્ટી લેવલ પાર્કિંગ પણ ટૂંક સમયમાં પૂર્ણ થશે, ત્યારે તે મલ્ટીલેવલ પાર્કિંગમાં તૈયાર કરવામાં આવેલી દુકાનોની પણ એ ટેન્ડર કરીને ઉપયોગમાં લેવામાં આવશે. આ ઉપરાંત નવરંગપુરામાં કાર્યરત મલ્ટીલેવલ પાર્કિંગની અમુક દુકાનનું વેચાણ કે ટેન્ડરીંગ પ્રક્રિયા થઈ છે. બાકીની દુકાન માટે જે પણ અડચણરૂપ હશે તે અડચણ દૂર કરીને તેની પણ હરાજી આવનારા સમયમાં કરવામાં આવશે.
આ પણ વાંચો :AIIMS Rajkot: નકલી ડોક્યુમેન્ટના સહારે યુવતી કરવા ગઈ હતી નોકરી, ભયંકર રીતે ભાંડો ફૂટ્યો
ટેનિસ કોર્ટ ટેન્ડર પ્રક્રિયા શરૂ થશે :અમદાવાદ કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવેલા સ્વિમિંગ પૂલ અને ટેનિસકોર્ટને પણ ઉપયોગમાં આવે તે માટેની તૈયારી પૂરજોશમાં કરવામાં આવી રહી છે. જે પણ ટેનિસકાર્ડની હજુ સુધી જાહેર જનતા માટે ખોલવામાં આવ્યા નથી. તેની ટેન્ડર પ્રક્રિયા ઝડપી પૂર્ણ કરવામાં આવે તેની સૂચના આપવામાં આવી છે. અમદાવાદ કોર્પોરેશન દ્વારા અનેક વિસ્તાર માટેની ટેનિસકોર્ટ તૈયાર કરવામાં આવ્યા છે. પરંતુ હાલમાં એ ટેનિસકોર્ટ ક્યાંક ને ક્યાંક ધૂળ ખાતા હોય તેવું પણ જોવા મળી રહ્યું છે. પરંતુ કોર્પોરેશન દ્વારા હવે આગામી સમયમાં તેની ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.