અમદાવાદઃદેશમાં ત્રણ વર્ષ પછી કોવિડ 19થી રાહત જણાઈ રહી છે. દેશમાં વાઈરલ ઈન્ફેક્શન હવે ચિંતા વધારી રહ્યું છે. ઈન્ફલ્યુએન્ઝા વાઈરસના પેટા પ્રકાર H3N2ના કેસ સમગ્ર દેશમાં વધી રહ્યા છે. જોકે, તેના લક્ષણો પણ કોવિડ જેવા જ છે. એટલા માટે તે જાણવું જરૂરી છે કે, તે કેટલું જોખમી છે. આ અંગે અમદાવાદની સિવિલ હોસ્પિટલના ડેપ્યુટી સુપરિટન્ડન્ટ રજનીશ પટેલે કેટલાક સૂચનો કર્યા હતા.
આ પણ વાંચોઃH3N2 Virus : જો તમે વાયરસથી બચવા માંગતા હોવ તો જનતા અને સરકારે તાત્કાલિક આ કરવું જોઈએ
H3N2ના લક્ષણોઃબીજી તરફ વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઈઝશનના મતે, આ ચેપમાં તાવ, ઉધરસ, માથાનો દુખાવો, સ્નાયુ અને સાંધાનો દુખાવો, થાક, છાતી કે પેટમાં સતત દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ, સતત ચક્કર આવવા, ગળામાં દુખાવો અને વહેતું નાક જેવા લક્ષણો જોવા મળે છે.
H3N2 અને કોરોનામાં તફાવતઃ મોટા ભાગના લોકોનો તાવ એક અઠવાડિયામાં ઠીક થઈ જાય છે, પરંતુ ઉધરસ મટતા 2 કે તેથી વધુ અઠવાડિયા લાગે છે. આ વાઈરસને લઈને સરકારે દરેક રાજ્યોમાં ગાઈડલાઈન ચાલુ કરી છે. ડોક્ટર અનુસાર કોવિડ અને H3N2 વાઈરસ વચ્ચે તફાવત કરવો ખૂબ જ મુશ્કેલ છે. કારણ કે, H3N2 વાઈરસ ઈન્ફલ્યુએન્ઝા Aનો પેટા પ્રકાર છે. બંનેના લક્ષણો લગભગ સરખા જ હોવાથી તફાવત ટેસ્ટ દ્વારા જ જાણી શકાય છે. કોવિડ અને ઈન્ફલ્યૂએન્ઝા માટે ટેસ્ટિંગ કિટ પણ અલગ છે. H3N2 ટેસ્ટ બિનજરૂરી અને ખર્ચાળ છે. તો કોવિડ નીચલા શ્વસન માર્ગને અસર કરે છે. જ્યારે H3N2 ઉપલા શ્વસન માર્ગને અસર કરે છે, જેમાં તાવ અને શરદી-ખાંસી જેવા લક્ષણો લાંબા સમય સુધી રહે છે.