- સિવિલ હોસ્પિટલની SOTTOની ટીમ દ્વારા બ્રેઇનડેડ દર્દીના અંગોનું દાન મેળવાયું
- પરિવારને અંગદાનનું મહત્વ સમજાવતાં મહાદાન માટે સંમતિ દર્શાવી
- છેલ્લાં 10 માસમાં અંગદાન થકી 54 લોકોના જીવ બચ્યાં
અમદાવાદઃ એશિયાની સૌથી મોટી એવી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં(Ahmedabad Civil Hospital) અંગદાનની પ્રવૃત્તિ વેગ પકડી રહી છે. સિવિલ સુપ્રિટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું કે છેલ્લાં 10 મહિના દરમિયાન આજ દિન સુધીમાં સિવિલ હોસ્પિટલમાં 20 લોકોના શરીરમાંથી મેળવેલા 68 જુદા જુદા અંગથી 54 લોકોના જીવ બચાવવામાં આવ્યાં છે.
બસુબહેન અકસ્માતને પગલે બ્રેઇનડેડ જાહેર થયાં હતાં
અંગદાનની(Organ donation) વિગતો આપતાં સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ.રાકેશ જોષી જણાવ્યું હતું કે, મૂળ ડૂંગરપુર, રાજસ્થાનના 46 વર્ષીય બસુબેન કલાસુઆનો 21 નવેમ્બરના રોજ રાજસ્થાનમાં અકસ્માત થતાં પ્રાથમિક સારવાર અર્થે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ડુંગરપુરમાં ખસેડાયાં હતાં. જોકે ત્યારબાદ વધુ સારવાર અર્થે હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં(Himmatnagar Civil Hospital) લાવવામાં આવ્યાં હતાં. તેમ છતાં સ્થિતિ વધુ ગંભીર બનતાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યાં હતાં. જ્યાં 23 નવેમ્બરના રોજ બસુબેનને બ્રેઈનડેડ(Braindead patient) જાહેર કરાયાં હતાં.
પરિવારજનોએ SOTTOની સમજાવટથી અંગદાનની તૈયારી દર્શાવી