ગુજરાત

gujarat

ETV Bharat / state

Christmas Festivities 2021: અમદાવાદ શહેર પોલીસે નાતાલના તહેવારને લઈને બહાર પાડ્યું જાહેરનામું

રાજ્યમાં નાતાલના તહેવારની(Christmas Festivities 2021) લોકો ધામધૂમથી ઉજવણી કરે છે. અમદાવાદમાં પણ લોકો ફટાકડા ફોડીને નાતાલની ઉજવણી(Christmas Fireworks Notification 2021) કરતા હોય છે. ત્યારે અમદાવાદ પોલીસ કમિશ્નરે નાતાલના તહેવારને(Ahmedabad City Police Notification Christmas) લઈને એક જાહેરનામું બહાર પાડ્યું છે.

Christmas Festivities 2021: અમદાવાદ શહેર પોલીસે નાતાલના તહેવારને લઈને બહાર પાડ્યું જાહેરનામું
Christmas Festivities 2021: અમદાવાદ શહેર પોલીસે નાતાલના તહેવારને લઈને બહાર પાડ્યું જાહેરનામું

By

Published : Dec 22, 2021, 12:22 PM IST

અમદાવાદ: રાજ્યમાં નાતાલ(Christmas Festivities 2021) અને 31 ડિસેમ્બરે એટલે ન્યુ યરની રાત્રિની ઉજવણી લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે અમદાવાદ CP સંજય શ્રીવાસ્તવ દ્વારા નાતાલના તહેવારને લઈને અક જાહેરનામું(Ahmedabad City Police Notification Christmas) પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેમાં ફટાકડા, ચાઇનીઝ તુકલ અને આતિષબાજી બલુન સહિતના કેટલાક નિયમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ચાઇનીઝ તુકલ અને અને આતિષબાજી બલુન પર પ્રતિબંધ

નાતાલ અને નવા વર્ષની ઉજવણી માટે અમદાવાદના કમિશ્નર સંજય શ્રીવાસ્તવ જાહેરનામું(Ahmedabad City Police Notification New Year Festival) બહાર પાડતા કહ્યું છે કે, 24 ડિસેમ્બરથી રાત્રે 11:55થી રાત્રે 12:30 સુધી ફટાકડા ફોડવાની મંજૂરી છે એ સમય સિવાય જો કોઈ ફટાકડા ફોડશે તો પોલીસ કડક કાર્યવાહી કરશે, સાથે જ ઉજવણીમાં ચાઇનીઝ તુકલ અને આતિષબાજી બલુન પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

ડેસીબલના જ ફટાકડા ફોડી શકાશે

આ જાહેરનામું 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી લાગુ પડશે. સીરિઝમાં જોડાયેલા ફટાકડાનો(Christmas Fireworks Notification 2021) અવાજ અને ઘન કચરાની સમસ્યા તથા પ્રદૂષણને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. પેટ્રોલિયમ અને વિસ્ફોટક સલામતી સંસ્થા દ્વારા અધિકૃત એટલે કે ચોક્કસ ડેસીબલના જ ફટાકડા ફોડી શકાશે. હોસ્પિટલ, ધાર્મિક સંસ્થા, ન્યાયલયો સહિત અમુક જગ્યાએ 100ની ત્રિજ્યામાં પણ ફટાકડા ફોડવા નહીં. નાતાલના તહેવારને ધ્યાનમાં રાખીને 31ની રાત્રે 11.55થી 12.30 સુધી જ ફટાકડા ફોડી શકાશે.

આ પણ વાંચોઃ Corona omicron virus:ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી પર ઓમિક્રોનનું ગ્રહણ

આ પણ વાંચોઃ વડોદરામાં કોરોના મહામારી વચ્ચે નાતાલ પર્વની ઉજવણી

ABOUT THE AUTHOR

...view details