અમદાવાદઃ શહેરના ભાજપ પ્રમુખ જગદીશ પંચાલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી તેમને તાવ આવતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
તેમને રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અમદાવાદ શહેર ભાજપ મહામંત્રીએ માહિતી આપી હતી કે, જગદીશ પંચાલ જ્યારથી લોકડાઉન અપાયું છે, ત્યારથી સતત બહાર સેવાકાર્ય કરતા હતા.આ ઉપરાંત તેઓ પરપ્રાંતીય મજૂરોને પોતાના વતન લઈ જવા જે ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યાં પણ તેઓ હાજર રહ્યા હતા.