અમદાવાદ : શહેરમાં રખડતા પશુઓનો ત્રાસ ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળતો હતો. જેને લઇને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવી હતી. તેમ છતાં પણ મોટા પ્રમાણમાં રખડતા ઢોરને કારણે અનેક રાહદારીઓને અકસ્માતનો ભોગ બન્યા હતા. હાઇકોર્ટની ફટકાર બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પશુપાલકોએ પશુ રાખવા માટે લાયસન્સ લેવું ફરજિયાત કરવામાં આવ્યું છે, પરંતુ આ પોલીસીમાં દંડની જોગવાઈ ના વિચારણાને કારણે આજની સ્ટેન્ડિંગ કમિટીમાં તેને મંજૂરી આપવામાં આવી નથી. આવનારી સ્ટેન્ડિંગ કમિટીમાં વિચારણા કરીને તેને અમલમાં મૂકવામાં આવશે.
દંડની જોગવાઈ મુદ્દે વિચારણા :સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટએ જણાવ્યું હતું કે, શહેરમાં રખડતા ઢોર મુદ્દે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પશુ રાખવા માટે પોલીસી તૈયાર કરવામાં આવી હતી. પરંતુ તેની દંડની જોગવાઈમાં કોઈ વ્યવસ્થિત ઉલ્લેખ જોવા ન મળતા તેને વિચારવા માટે પરત મોકલવામાં આવ્યું છે. જેમાં પશુપાલકને કેટલા ઢોર રાખી શકે અને દંડની જોગવાઈ પશુપાલક કે પછી પશુ દીઠ હતી કે તેનો કોઈ ઉલ્લેખ જોવા મળતો ન હતો. માત્ર 2000 રૂપિયા દંડની જોગવાઈ કરવામાં આવી હતી. જેને લઈને આને વિચારવા માટે પરત મોકલવામાં આવ્યું છે. જે આવનાર સ્ટેડિંગની કમિટીમાં વિચારીને ફરીથી મૂકવામાં આવશે.
કામગીરીના મુખ્ય મુદ્દાઓ :ઢોરનો ત્રાસ અંકુશ મુકવા માટે લાયસન્સ અને પરમિટની કામગીરી કરવી. RFID પશુને લગાવવાની કામગીરી કરવી, નંબર દ્વારા પશુ માલિકની ઓળખ કરવી, તેની સામે પશુ રખડતું મુકવા બદલ વિવિધ જોગવાઈ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવી, રખડતા ઢોર સીએનસીડી વિભાગની ટીમ દ્વારા પકડીને ઢોરને પાંજરાપોળમાં મોકલી આપવાની કામગીરી કરવી, સમાધાન કરી કે દંડ કરી ઢોરને મુક્ત કરવાની કામગીરી કરવી, ઢોર પકડવામાં કામગીરીમાં સક્સેમે હુમલો કરનાર સખની જાહેરમાં ભંગની ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી કરવી જેવી વિવિધ આ પોલીસીમાં મુખ્ય મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા હતા.
પશુ રાખવા માટે લાયસન્સ :અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઢોર નિયંત્રણ માટે જે પોલિસી જાહેર કરવામાં આવી છે. તેની અંદર પશુ માલિક વ્યક્તિગત રીતે પોતાના ઉપયોગ માટે ઘરે પશુ રાખે તો તેને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી પશુ રાખવા અંગેનું પરમિટ લેવાની રહેશે. તે પરમિટ નિયત સમયે નક્કી કર્યા થયા મુજબ ચાર્જ ભરીને રીન્યુ કરાવવાનું રહેશે. જો પરમીશનમાં દર્શાવેલ સંખ્યા વધુ ઢોર હશે તો તેને દંડની કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત પશુપાલન પશુઓ સાથે રાખીને પશુઓના દૂધના વેચાણમાં અથવા પશુનો અન્ય રીતે વ્યવસાયિક રીતે ઉપયોગ કરતો હશે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી પશુ રાખવા અંગેનું લાયસન્સ લેવાનું રહેશે. આ લાયસન્સને નિયત સમયે નક્કી થયા મુજબ ચાર્જ ભરીને રીન્યુ કરાવવાનું ફરજિયાત રહેશે.