અમદાવાદ:ગુજરાતની સૌથી મોટી મહાનગરપાલિકા એટલે કે અમદાવાદ કોર્પોરેશન છે. જેમાં અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા શહેરમાં 1000 જેટલી બસ ચલાવવામાં આવી રહી છે. જેથી શહેરની જનતાને સરળતાથી મુસાફરીનો લાભ મળી શકે. આ ઉપરાંત કોઈ ડ્રાઇવર કે કંડકટર મુસાફરો સાથે કોઈપણ પ્રકારનું ગેરવર્તણૂક કરે તેના માટે ટોલ ફ્રી નંબર 18002330881 પણ જાહેર કરવામાં આવ્યો હતો.જેમાં અત્યાર સુધી કુલ 2290 ફરિયાદ મળી છે.
ફરિયાદ ક્રોસ ચેકીંગ:મુસાફરો દ્વારા જે પણ ફરિયાદો મળે છે તે ટ્રાન્સપોર્ટ ઓફિસ ખાતે તૈયાર કરવામાં આવેલો કંટ્રોલરૂમ ફરિયાદીની તમામ માહિતી મેળવે છે. આ ઉપરાંત તે ફરિયાદનો ક્રોસ ચેકિંગ પણ કરવામાં આવે છે. જો ડ્રાઇવર કે કંડકટર ગુનેગાર જણાય તો તેમની ઉપર ચોક્કસપણે કાર્યવાહી કરવામાં આવે છે. જેમાં જો નાની ફરિયાદ હોય તો તેને અમુક દિવસ સુધી સસ્પેન્ડ કરવામાં આવે છે. જો મોટી ફરિયાદ હોય તો તેને કાયમી માટે નોકરીમાંથી સસ્પેન્ડ પણ કરી દેવામાં આવે છે. આ ઉપરાંત અમુક ફરિયાદોમાં 500, 1,000 રૂપિયા જેવો દંડ પણ વસૂલવામાં આવે છે-- વલ્લભ પટેલ(અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસના ચેરમેન)
આ પણ વાંચો Ahmedabad Corporation Action Plan: હોસ્પિટલમાં અલગથી હીટ સ્ટ્રોકનો વૉર્ડ તૈયાર કરાશે
2290 ફરિયાદ નોંધાઇ:અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા જે હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યો છે. તેમાં શહેરની જનતા તરફથી કુલ 2290 ફરિયાદો મળી હતી. જેમાંથી 2273 ફરિયાદોનો નિરાકરણ લાવવામાં આવ્યું છે. જેમાં હજુ 17 ફરિયાદ પેન્ડિંગ જોવા મળી રહી છે. આ ઉપરાંત જો ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા 170 જેટલા ડ્રાઇવર પર કાર્યવાહી કરવામાં આવી છે. જ્યારે 104 જેટલા કંડકટર પર કાર્યવાહી કરવામાં આવી છે. 2290 ફરિયાદોમાંથી 300 જેટલી ફરિયાદ એવી પણ હતી કે, જે ખોટી અથવા તો માહિતી વિનાની ફરિયાદ હોય.
આ પણ વાંચો Ahmedabad Traffic: હવેથી લેફ્ટ ટર્નની જગ્યા ખાલી રાખવી પડશે, CCTVથી રખાશે નજર
1588 ફરિયાદ:સમગ્ર ફરિયાદોની વાત કરવામાં આવે તો મળેલી કુલ 2290 ફરિયાદોમાંથી સૌથી વધુ ફરિયાદો તો બસ સ્ટેન્ડ પર બસ ઊભી ન રાખવા પર મળી હતી. જેમાં એપ્રિલ 2022 થી ડિસેમ્બર 2022 સુધીની કુલ 1588 ફરિયાદો બસ સ્ટેન્ડ પર ન રાખવા માટે ફરિયાદ મળી હતી. આ ઉપરાંત મુસાફરો સાથે ખરાબ વ્યવહાર કરવાની 307 ફરિયાદ, વધુ પડતી ઓવર સ્પીડમાં બસ ચલાવવાની 104 ફરિયાદ, સમયથી પણ વહેલા બસ ઉપાડવાની 40 ફરિયાદ,ટિકિટ બાબતે 27 ફરિયાદ અને અન્ય 224 ફરિયાદ એમ કુલ મળીને 2290 ફરિયાદ પ્રાપ્ત થઈ હતી. જેમાંથી 2273 ફરિયાદનું નિરાકરણ લાવવામાં આવ્યું છે.