અમદાવાદ : ગુજરાતની સૌથી મોટી રથયાત્રા અમદાવાદ જમાલપુર ખાતે આવેલા જગન્નાથ મંદિરથી આગામી 20 જુનના રોજ ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા યોજાવાની છે. આ વર્ષે ભગવાન જગન્નાથ 74 વર્ષ બાદ નવા રથમાં બેસીને શહેરની નગરમાં નીકળશે. જેને લઈને આજે ભગવાન જગન્નાથ રથનું ટ્રાયલ કરવામાં આવ્યું હતું.
ભગવાન જગન્નાથ નવા રથનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ભગવાન જગન્નાથ શહેરમાં અનેક સાંકડી ગળીઓમાંથી પસાર થાય છે. જેમાં નવા રથ કોઈપણ પ્રકાની સમસ્યા ઉદભવે નહીં તે માટે આજે રથનું ટ્રાયલ કરવામાં આવ્યું હતું. આ વખતે નવા રથ ઓરિસ્સાના જગન્નાથ પુરીથી વિશ્વની સૌથી મોટી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે છે, ત્યાર આ વખતે અહીંયા પણ તેમના જેવા નવા રથનું નિર્માણ કરવામાં આવ્યું છે. - મહેન્દ્ર ઝા (જગન્નાથ મંદિરના ટ્રસ્ટી)
20 જેટલા ખલાસી રહ્યા હાજર :જગન્નાથ મંદિર દ્વારા ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાના નવા રથ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાંથી ભગવાન જગન્નાથના નંદીઘોષ રથનું 20 જેટલા લખાસીઓ દ્વારા ટ્રાયલ કરવામાં આવ્યું હતું. જેમાં ખલાસીઓ દ્વારા રથ ટેક્નિકલ ચકાસણી કરવામાં આવી હતી. આ ઉપરાંત ટેસ્ટિંગ દરમિયાન ખલાસીઓ દ્વારા રથને વાળવામાં અને રથના પૈડાંની બ્રેકિંગ સિસ્ટમ પણ ચેક કરવામાં આવી હતી.